SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૩ હવે અન્ય તે=આજીવિકા, ત થાય, તો બે પગવાળો પુરુષ જે ભારને સ્વયં જ ગ્રહણ કરે છે અને ઉતારે છે તે જ વહન કરાવો જોઈએ. અને ચતુષ્પદને યથા ઉચિતભાર કંઈક ઊન=ચૂન, હળ-શકટ આદિમાં કરાય છે. વળી, ઉચિતવેળામાં આ ચતુષ્પદ, મુકાય છે=ભારથી મુક્ત કરાય છે. ૫. ભક્ત-પાન-વ્યવચ્છેદ – ભક્તપાનનો વ્યવચ્છેદ કોઈને પણ કરવો જોઈએ નહિ. જે કારણથી આ રીતે તીક્ષણ=અતિશય, ભૂખવાળો મૃત્યુ પામે છે. વળી, સ્વભોજતવેળામાં તાવ આદિ વગરના અન્ય એવા પોતાના પરિવારને નિયમથી ભોજન કરાવીને સ્વયં ભોજન કરવું જોઈએ. ભક્ત-પાનનો નિષેધ પણ સાર્થક-અનર્થક ભેદવાળો બંધની જેમ જાણવો. ફક્ત સાપેક્ષ રોગ-ચિકિત્સા માટે છે. અને અપરાધ કરનારામાં આજે તને ભોજનાદિ અપાશે નહીં એ પ્રમાણે વાચાથી જ કહેવું અને શાંતિ નિમિતે ઉપવાસ આદિ કરાવો જોઈએ. વધારે શું કહેવું? અહિંસા લક્ષણ મૂલગુણનો જે રીતે અતિચાર ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ. આથી જ પાડા-બોકડાની ઉત્પત્તિ આદિ બહુદોષના હેતુ એવા ભેંસ-બકરી આદિનો સંગ્રહ શ્રાવકે વર્જન કરવો જોઈએ. “ નથી શંકા કરે છે – શ્રાવક વડે હિંસાનું પ્રત્યાખ્યાન કરાયું છે તેથી બંધાદિના કરણમાં પણ દોષ નથી; કેમ કે હિંસાની વિરતિનું અખંડિતપણું છે અને જો બંધાદિ પણ પ્રત્યાખ્યાન કરાયા, તો તેના કરણમાં વ્રતભંગ જ છે; કેમ કે વિરતિનું ખંડન છે=હિંસાની વિરતિનું ખંડન છે. વળી, બંધાદિનું પ્રત્યાખ્યયપણું હોતે છતે=પ્રત્યાખ્યાન કરવા યોગ્યપણું હોતે છતે, વ્રતની મર્યાદા વિશીર્ણ થશે વ્રતની સંખ્યા રહેશે નહિ; કેમ કે દરેક વ્રતના અતિચારનું આધિક્ય છે=દરેક વ્રતને આશ્રયીને અતિચારોનું અધિકપણું પ્રાપ્ત થવાથી વ્રતની ૧૨ની મર્યાદા રહેશે નહીં પરંતુ વ્રતની અધિક સંખ્યા પ્રાપ્ત થશે અને એ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, બંધાદિની અતિચારિતા નથી. રૂતિ' શબ્દ પૂર્વપક્ષની શંકાની સમાપ્તિ માટે છે. તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે – ‘તારી વાત સાચી છે.' હિંસા જ પ્રત્યાખ્યાન કરાય છે, બંધાદિ નહિ. ફક્ત તેના પ્રત્યાખ્યાનમાં=હિંસાના પ્રત્યાખ્યાનમાં, અર્થથી તે પણ=બંધાદિ પણ, પ્રત્યાખ્યાન કરાયેલા જાણવા; કેમ કે તેઓનું બંધાદિતું, હિંસાનું ઉપાયપણું છે. આ રીતે તો વધાદિ કરણમાં વ્રતભંગ જ છે. અતિચાર નથી; કેમ કે નિયમનું અપાલન છે. એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું. જે કારણથી બે પ્રકારનું વ્રત છે. અંતઃવૃત્તિથી અને બહિંવૃત્તિથી. ત્યાં=બે પ્રકારના વ્રતમાં, હું મારું છું એ પ્રમાણેના વિકલ્પો અભાવ હોવાથી જ્યારે ક્રોધના આવેશથી નિરપેક્ષપણાથી વધાદિમાં પ્રવર્તે છે અને હિંસા થતી નથી ત્યારે નિર્ભયપણાને કારણે વિરતિથી અનપેક્ષપ્રવૃત્તપણું હોવાને કારણે અંતઃવૃત્તિથી=જીવના પરિણામથી, તેનો ભંગ છે=વ્રતનો ભંગ છે, અને હિંસાનો અભાવ હોવાને કારણે બહિવૃત્તિથી પાલન છે. એથી દેશના જ ભંગના કારણે અને દેશના પાલનને કારણે અતિચારતો વ્યપદેશ પ્રવર્તે છે. તે કહેવાયું છે. હું મારું નહીં એ પ્રમાણે કરાયેલા વ્રતવાળાને મૃત્યુ વગર=સામાં જીવના મૃત્યુ વગર, અહીં તાડનાદિની ક્રિયામાં.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy