SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨ સુગત વડે ભિક્ષુકોને સ્નાન, અન્ન-પાન, આચ્છાદન, શયનાદિમાં સુખાનુભવ દ્વારા અકલેશવાળો ધર્મ ઉપદેશ કરાયો છે. (એ પ્રમાણે વિચારીને તે ધર્મની આકાંક્ષા કરવી તે દેશવિષયક કાંક્ષા છે.) જેને કહે છે - ૧૫૯ “કોમળ શય્યા, સવારે ઊઠીને પેયનું પાન કરવું, મધ્યાહ્ન ભોજન કરવું, સંધ્યાકાળે પાનક પીવું, દ્રાક્ષાખંડ અને શર્કરા અર્ધરાત્રે પીવી અને અંતે શાક્યસિંહ વડે–બૌદ્ધ વડે, મોક્ષ જોવાયો છે.” ।૧।। () આ પણ ઘટમાન જ છે=બૌદ્ધ ભિક્ષુક કહે છે એ પણ ઘટમાન જ છે, એ પ્રમાણે દેશકાંક્ષન છે. અને પરિવ્રાજક ભૌત બ્રાહ્મણાદિ સ્નાનાદિ પરાયણ વિષયોને ભોગવતાં જ પરલોકમાં પણ અભીષ્ટસુખને પ્રાપ્ત કરે છે. એથી એ ધર્મ સારો છે ઇત્યાદિ. ‘F’=જે કારણથી, જલ નહીં પણ સ્થલ સ્વરૂપ નિમ્ન ક્ષેત્ર રૂપ ભૂમિમાં બીજવપન કરનાર ખેડૂતની જેમ ધર્માર્થીપણાથી સર્વ દર્શનના જીવો આરાધના કરતા મંદબુદ્ધિવાળા જીવો દેખાય છે. (આ રીતે વિચારવાથી સર્વ કાંક્ષત થાય છે) આ રીતે ભગવાન અરિહંતપ્રણીત આગમમાં અનાશ્વાસરૂપ કાંક્ષન પણ પરમાર્થથી સમ્યક્ત્વને દૂષિત કરે છે. વિચિકિત્સા :– વિચિકિત્સા ચિત્તનો વિપ્લવ છે. ફલ પ્રત્યે સંદેહ છે એ પ્રમાણે અર્થ અને તે વિચિકિત્સારૂપ સંદેહ યુક્તિ અને આગમથી ઉપપન્ન જિનધર્મ હોતે છતે પણ રેતીના કણના કવલની જેમ નિઃસ્વાદ એવા આ મહાન તપક્લેશના ફલની પ્રાપ્તિ ભવિષ્યમાં થશે ? અથવા, ક્લેશમાત્ર એવું આ=કષ્ટમય સંયમજીવન નિર્જરાલ વિકલ છે ? ‘દ્દિ'=જે કારણથી ખેડૂત આદિની સફ્ળ અને નિષ્ફળ બંને રીતે ક્રિયા દેખાય છે આથી આ પણ=સંયમની ક્લેશરૂપ ક્રિયા પણ, તે પ્રમાણે સંભાવના કરાય છે=સફળ અને નિષ્ફળ છે તે પ્રકારે સંભાવના કરાય છે. એ પ્રમાણે વિચિકિત્સા પણ ભગવાનના વચનમાં અનાશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વનો દોષ છે. અહીં=વિચિકિત્સા અને શંકામાં, ક્રિયાના વિષયપણા રૂપે આનાથી=વિચિકિત્સાથી, દ્રવ્ય અને ગુણના વિષયવાળી શંકાનો ભેદ છે. અથવા સદાચાર વિષયવાળા મુનિની પણ મલ વિષયવાળી નિંદા વિચિકિત્સા છે. જે પ્રમાણે અસ્તાનને કારણે પ્રસ્વેદ અને જલથી યુક્ત મલપણું હોવાથી દુર્ગંધ વિષયક વિચિકિત્સા થાય છે. શું દોષ થાય જો પ્રાસુક પાણીથી સાધુઓ અંગનું ક્ષાલન કરે ? એ પ્રકારની વિચિકિત્સા થાય છે. આ પણ તત્ત્વથી ભગવાનના ધર્મમાં અનાશ્વાસરૂપપણું હોવાથી સમ્યક્ત્વમાં દોષ છે. કુદૃષ્ટિપ્રશંસા :- અને જિનાગમથી, વિપરીતપણું હોવાથી કુત્સિત દૃષ્ટિ છે=દર્શન છે, જેઓને તે કુદૃષ્ટિઓ=મિથ્યાદૃષ્ટિઓ છે. તેઓની=સર્વજ્ઞપ્રણીત દર્શનથી વ્યતિરિક્ત એવા, શાક્ય-કપિલ-કણાદઅક્ષપાદ આદિ પ્રણીત મતવર્તી પાખંડીઓની, પ્રશંસા=સ્તુતિ. કેવા પ્રકારની સ્તુતિ ? એથી કહે છે — આ પુણ્યભાગ્ છે, આ લોકોનો જન્મ સફળ છે, આ લોકો દયાળુ છે, ઇત્યાદિકા સ્તુતિ. વળી આ વ્યક્ત જ સમ્યક્ત્વનું દૂષણ છે.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy