SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧ વિરાધનાનો હેતુ થાય છે અને જે કુલ્થઆનું દર્શત છે એ અસંગત જ છે; કેમ કે તેનું કુંથુઆના દાંતનું, દષ્ટાન્તાન્તરથી બાધિતપણું છે. તે આ પ્રમાણે=હાથીના શરીરથી અતિ લઘુ મનુષ્ય છે અને તેને વ્રણાદિ સંભવિત છે. ‘તિ' શબ્દ “તથાદિ'થી કરાયેલા કથનની સમાપ્તિ માટે છે. અને જે કહેવાય છે – અનંતાનુબંધી આદિ બાર કષાયોના સર્વઘાતીપણાથી અભિઘાન હોવાને કારણે તેના ઉદયમાં=અનંતાનુબંધી દિના ઉદયમાં, સમ્યક્ત આદિનો ભંગ જ છે તે અયુક્ત છે; કેમ કે સર્વવિરતિની અપેક્ષાએ જ તેનું અનંતાનુબંધી આદિ કષાયતું, સર્વઘાતીપણાથી શતકચૂર્ણિમાં વ્યાખ્યાન છે. પરંતુ સમ્યક્તઆદિની અપેક્ષાએ સર્વઘાતીત્વનું અભિધાન નથી. તે પ્રમાણે તેનું વાક્ય છે= શતકચૂણિ'નું વાક્ય છે. “ભગવાન વડે પ્રણીત પાંચમહાવ્રતમય અઢાર હજાર શીલાંગથી કલિત એવા ચારિત્રનો ઘાત કરે છે. એથી સર્વઘાતી છે અનંતાનુબંધી આદિ સર્વઘાતી છે.” ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. I૪૧ ભાવાર્થ : નથી કોઈ શંકા કરે છે કે “આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે સંજવલન કષાયના ઉદયથી સર્વ અતિચારો થાય છે. બાર કષાયથી વળી મૂળછેદ થાય છે. તેથી નક્કી થાય છે કે સર્વવિરતિવાળાને જ સંજ્વલન કષાયના ઉદયને કારણે અતિચારો થાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિ જીવોને અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી અને દેશવિરતિવાળા જીવોને પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી સમ્યક્ત કે દેશવિરતિમાં અતિચાર થઈ શકે નહિ; કેમ કે અતિચારના નિયામક સંજ્વલન કષાયનો ઉદય છે, અન્ય કોઈ કષાય નથી. તેથી નક્કી થાય છે કે સમ્યક્તમાં કે દેશવિરતિમાં અતિચારો ન થાય પણ મૂળછેદ જ થાય. વળી, આ કથન યુક્ત છે તેમ સ્વીકારવા માટે શંકાકાર યુક્તિ આપે છે. જેમ કુંથુઆનું શરીર નાનું હોય તેમાં ત્રણ આદિ થઈ શકે નહીં તેમ દેશવિરતિ અતિ નાની છે તેથી તેમાં અતિચાર થઈ શકે નહીં પરંતુ દેશવિરતિના આવારક કષાયના ઉદયથી દેશવિરતિનો નાશ જ થઈ શકે. વળી, દૃષ્ટાંતને સ્પષ્ટ કરવાથે પૂર્વપક્ષી કહે છે કે મહાવ્રત તે સંપૂર્ણ પ્રાણાતિપાતની વિરતિ છે. જ્યારે શ્રાવક પ્રથમ અણુવ્રત ગ્રહણ કરે છે ત્યારે હિંસાની વિરતિના વિભાગ પાડે છે અને કહે છે કે સૂક્ષ્મ પ્રાણાતિપાતનો હું ત્યાગ કરતો નથી. પરંતુ સ્થૂલથી પ્રાણાતિપાયનો હું ત્યાગ કરું છું અર્થાત્ ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરું છું. માટે મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતને સ્થૂલ કહેવાથી અતિ નાના શરીરની પ્રાપ્તિ થઈ. વળી, સ્થૂલથી અહિંસાને સ્વીકાર્યા પછી પણ સંકલ્પપૂર્વક નિરપરાધ એવા ત્રસજીવોને હણીશ નહીં એવો વિકલ્પ કરે છે. તેથી સ્થૂલથી હિંસાની વિરતિના પણ નાના શરીરની પ્રાપ્તિ થઈ. વળી તે નિરપરાધના વિકલ્પને પણ ત્રિવિધ-ત્રિવિધથી ગ્રહણ કરતો નથી. પરંતુ દુવિધ-ત્રિવિધથી ગ્રહણ કરે છે તેથી અત્યંત નાના શરીરની પ્રાપ્તિ થઈ. આ રીતે પ્રાણાતિપાત વિરતિનો દેહ અતિ નાનો થવાથી તેમાં અતિચારો થઈ શકે નહીં આથી દેશવિરતિના આવારક કષાયના ઉદયથી સર્વનાશ જ થાય
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy