SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | સંકલના www. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ના સંકલના સંસારથી વિરક્ત થયેલા જીવો સમ્યક્ત્વ પામ્યા પછી દેશવિરતિ સ્વીકારે છે અને તે દેવતિ બાર વ્રતો સ્વરૂપ છે તેમાંથી પોતાની યોગ્યતા અનુસાર જે વ્રતોની શક્તિ જે શ્રાવકમાં હોય તે શ્રાવક તે વ્રતો સ્વીકારે છે તેના સ્વરૂપનો બોધ કરાવવા અર્થે બીજા ભાગમાં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ બતાવ્યું. ત્યા૨૫છી ત્રીજા ભાગમાં ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનું વિસ્તારથી સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. વળી, તરતમતાથી શ્રાવકધર્મ અનેક ભૂમિકાવાળો છે તેથી યોગ્ય જીવે શ્રાવકના બાર વ્રતોનું યથાર્થ સ્વરૂપ જાણીને મનથી-વચનથી-કાયાથી-કરણથી અને કરાવણથી એ વ્રતો કઈ રીતે પાલન થઈ શકે છે તેમાંથી પોતે કયું વ્રત મન-વચન-કાયાથી ગ્રહણ કરી શકશે. કરણ-કરાવણથી ગ્રહણ કરી શકશે અથવા મન-વચન-કાયામાંથી કોઈ એક વિકલ્પથી કે બે વિકલ્પથી ગ્રહણ કરી શકશે અથવા ક૨ણ-કરાવણમાંથી પણ કોઈ એક વિકલ્પથી કે બે વિકલ્પથી ગ્રહણ કરી શકશે તેનું સમ્યક્ સમાલોચન કરીને પોતાની શક્તિ અનુસાર વ્રતગ્રહણ કરવા જોઈએ. અને સ્વીકારાયેલું દેશવિરતિનું વ્રત સર્વવિરતિ સાથે કારણરૂપે કઈ રીતે સંકળાયેલું છે તેનો યથાર્થબોધ ક૨વો જોઈએ અને તે પ્રમાણે જ પ્રતિદિન સર્વવિરતિ સાથે પોતાનો દેશિવતિનો પરિણામ કઈ રીતે કારણ બને તેનું ઉચિત ભાવન કરવું જોઈએ. જેથી સ્વીકારાયેલી દેશવિરતિ ઉત્તરોત્તર અતિશય અતિશય થઈને સર્વવિરતિનું કારણ બને તેનો બોધ કરવા માટે બીજો વિભાગ અત્યંત ઉપકારક છે. વળી, પ્રસ્તુત વિભાગના વર્ણનથી શ્રાવકના ૧૨ વ્રતો, તેના અતિચારો વગેરેનો સૂક્ષ્મબોધ થાય છે. વળી, વ્રતો સ્વીકાર્યા પછી તે વ્રતોનું સંરક્ષણ, વ્રતોની વૃદ્ધિ કઈ રીતે કરવી જોઈએ ? તેનો માર્ગાનુસા૨ી બોધ પ્રસ્તુત વિભાગમાં કરાયેલ છે. આ રીતે જેઓ પોતાના ક્ષયોપશમ અનુસાર વિશેષ ગૃહસ્થધર્મને જાણવા યત્ન કરશે. જાણ્યા પછી વારંવાર તેનું ભાવન કરવા યત્ન કરશે તેનાથી દેશવિરતિની શક્તિ પોતાનામાં પ્રગટ ન થઈ . હોય તોપણ જેટલા અંશમાં તે વ્રતોનો રાગ વાંચનકાળમાં કે ભાવનકાળમાં થશે તેટલા અંશમાં વ્રતના પાલનના પ્રતિબંધક કર્મો શિથીલ-શિથીલત૨ થશે. માટે પોતાની બોધશક્તિ, આચરણાશક્તિનો સમ્યક્ વિચા૨ ક૨ીને પ્રસ્તુત ગ્રંથનું પુનઃ પુનઃ અધ્યયન કરવું જોઈએ. આ રીતે ભાવન કરવાથી સંસારના પરિભ્રમણના અંતનું એક કારણ એવો સર્વવરિત ધર્મ છે અને તેની પ્રાપ્તિનું કારણ દેશવિરતિ ધર્મ છે તેવી બુદ્ધિ સ્થિર થાય છે અને તેની પ્રાપ્તિ માટે
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy