SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ રહેલા “પર” શબ્દથી તીર્થકરને ગ્રહણ કરવાના છે અથવા તીર્થકરના વચનને અનુસરનાર એવા છબસ્થને ગ્રહણ કરવાના છે પરંતુ અન્ય કોઈને ગ્રહણ કરવાના નથી. તેથી એ પ્રાપ્ત થાય કે તીર્થકર કેવલજ્ઞાનમૂલક ઉપદેશ આપે છે અને તીર્થંકરના વચનને અનુસાર છદ્મસ્થ પણ કેવલજ્ઞાનમૂલક ઉપદેશ આપે છે પરંતુ સ્વમતિ અનુસાર ઉપદેશ આપતા નથી માટે “કેવલજ્ઞાનમૂલકત્વ પ્રયુક્ત” એવો જે ઉપદેશ, તે ઉપદેશ પ્રત્યે જેને રુચિ હોય છે તે ઉપદેશરુચિસમ્યક્ત છે. તેથી કોઈક જીવને વિશેષબોધ ન થયો હોય છતાં સંસારના સ્વરૂપને જાણીને સંસારથી ભય પામેલ હોય અને સંસારથી પર એવી મુક્ત અવસ્થાની રુચિ થયેલી હોય તેવા જીવને કેવલજ્ઞાનીના ઉપદેશાનુસાર પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે, એવો બોધ થયેલો હોય તેથી તીર્થંકર વિદ્યમાન હોય તો તીર્થંકરના ઉપદેશના શ્રવણમાં ઉદ્યમ કરે અને તીર્થકરનો યોગ ન હોય તો તીર્થકરના વચનને અનુસરનારા એવા છબસ્થના વચનના ઉપદેશમાં ઉદ્યમ કરે. એવા જીવોને તત્ત્વનો યથાર્થ બોધ કરાવનારા ઉપદેશમાં રુચિ છે અને તે ઉપદેશની રુચિ સમ્યક્ત સ્વરૂપ છે અથવા તે ઉપદેશરુચિને કારણે ઉપદેશના શ્રવણથી જન્ય જે બોધ થયેલો છે તે બોધ સર્વશે જે પ્રકારે જીવાજીવાદિ પદાર્થો કહ્યા છે તે પ્રકારના યથાર્થ નિર્ણય સ્વરૂપ છે ને તે યથાર્થ નિર્ણયકાળમાં ઉચિત પ્રવૃત્તિ કરવાની જે ઉત્કટ રુચિ વર્તે છે તે “ઉપદેશરુચિસમ્યત્વ' છે. તેને દઢ કરવા માટે “સૂત્રકૃતાંગ” આગમગ્રંથની સાક્ષી આપે છે – “સૂત્રકૃતાંગ' આગમગ્રંથમાં કહ્યું છે કે અન્યદર્શનવાળા એવા ઉપદેશકો છબસ્થ છે, કેવલજ્ઞાનથી લોકને જાણતા નથી તેથી લોકવ્યવસ્થાના અજ્ઞાનને કારણે ધર્મના પરમાર્થનો બોધ તેઓને નથી અને નહિ જાણતા એવા પણ તેઓ ધર્મનો ઉપદેશ આપે છે. તેથી તેઓ આદિ અને અંત વગરના ઘોરસંસારમાં નાશ પામેલા છે; કેમ કે જે વસ્તુ પોતે જાણતા ન હોય તે વસ્તુનો ઉપદેશ આપીને વિપરીત માર્ગનું સ્થાપન કરે છે. જેથી તેઓ સંસારમાં નાશ પામેલા છે અને ઉપદેશ દ્વારા પોતાના આત્માનો અને ઉપદેશ સાંભળનારા જીવોનો નાશ કરે છે. વળી, એ કથનને દઢ કરવા માટે વ્યતિરેકથી કહે છે – કેવલજ્ઞાનથી કેવલી લોકને જાણે છે. પુણ્ય વડે, જ્ઞાન વડે અને સમાધિ વડે યુક્ત એવા કેવલી સંપૂર્ણ ધર્મને કહે છે અર્થાત્ શ્રુત-ચારિત્રરૂપ ધર્મને કહે છે. તેઓ સ્વયં લોકને જાણનારા હોવાથી યથાર્થ બોધવાળા છે તેથી તીર્ણ છે અને સન્માર્ગનું પ્રકાશન કરીને પોતાના આત્માને અને પરને તારે છે. આનાથી એ ફલિત થાય કે કેવલી કેવલજ્ઞાનના બળથી યથાર્થ જોનારા છે માટે તેઓ ઉપદેશ આપવાના અધિકારી છે. અન્ય છાસ્થ જીવો કેવલીના વચનના બળથી નિર્ણય થયેલા પદાર્થોનો ઉપદેશ આપે તો તે ઉપદેશ સર્વજ્ઞના વચનાનુસાર હોવાથી કલ્યાણનું કારણ છે પરંતુ જે છદ્મસ્થ જીવોને કેવલીના વચન દ્વારા ઉચિત પદાર્થોનો નિર્ણય થયો નથી છતાં સ્વમતિ અનુસાર કેવલીનાં વચનોનું યોજન કરીને ઉપદેશ આપે છે અથવા કેવલીના વચન નિરપેક્ષ સ્વમતિ અનુસાર ઉપદેશ આપે છે તેઓ ઘોર સંસારમાં નાશ પામેલા છે અને ઉપદેશ દ્વારા સ્વ-પરનો નાશ કરનારા છે. વળી, કેવલી અને કેવલીના વચનાનુસાર ઉપદેશ આપનારા જીવો જે ઉપદેશની પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિકાળમાં તેઓ પુણ્યથી, જ્ઞાનથી અને સમાધિથી યુક્ત છે; કેમ કે
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy