SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અથવાથી નિશ્ચયનયના સ્વરૂપને કહેનાર સમ્યક્તસ્તવ ગા-૧૧ના ઉદ્ધરણનો અર્થ અન્ય પ્રકારે કરે છે. જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે એ પ્રમાણે જે ઉદ્ધરણમાં કહેલ તેનો અર્થ આ પ્રમાણે જ્ઞાનાદિમયથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણ ગ્રહણ કરવાના છે. તેમાં જ્ઞાનનયની દૃષ્ટિથી જે જીવો જ્ઞાનની દશાવિશેષને પામેલા હોય તેઓમાં જ સમ્યત્ત્વ છે તેથી જે મહાત્માઓ શાસ્ત્રાભ્યાસ કરીને વિશેષ પ્રકારના જ્ઞાનને ભણેલા છે અને તેના કારણે તદ્દન અસંગભાવની દશામાં વર્તે છે તેવા જીવોમાં સમ્યક્ત છે. ક્રિયાનયની દૃષ્ટિથી ચારિત્રરૂપ સમ્યત્ત્વ છે. અને દર્શનનયની દૃષ્ટિથી વિચારીએ તો ચારિત્રવાળા ન પણ હોય તથા ચતુર્થ ગુણસ્થાનકમાં રહેલા જીવોમાં પણ સમ્યક્ત વ્યવસ્થિત છે. આ રીતે રત્નત્રયીને આશ્રયીને સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યા પછી શુદ્ધાત્માના પરિણામગ્રાહી નિશ્ચયનયની દૃષ્ટિથી વિચારીએ તો “યોગશાસ્ત્ર' ગ્રંથના વચનાનુસાર સમ્યક્ત અપ્રમત્ત મુનિમાં જ પ્રાપ્ત થાય. જે મુનિનો આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામરૂપ છે તે મુનિ જ સમ્યગ્દર્શનવાળો છે; કેમ કે મુનિ રત્નત્રયી આત્મક જ છે. અને રત્નત્રયી આત્મક મુનિ જ શરીરનો આશ્રય કરે છે. આ પ્રકારના યોગશાસ્ત્રના વચનથી આત્મા જ કર્મની ઉપાધિથી રહિત શુદ્ધસ્વરૂપના પ્રકાશથી “જ્ઞાનરૂપ' છે. અને મુનિને તેવા શુદ્ધ સ્વરૂપની રુચિ હોવાથી “દર્શનરૂપ” છે. અને તે મુનિ પોતાના સ્વભાવનું આચરણ કરી રહ્યા છે માટે ચારિત્રરૂપ છે. તેથી શુદ્ધાત્માનો બોધ, શુદ્ધાત્માની આચરણા અને શુદ્ધાત્માની તૃપ્તિ તે નિશ્ચય સમ્યક્ત છે એ પ્રકારનો અર્થ જ્ઞાનાદિમય શુદ્ધ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે તે કથનથી પ્રાપ્ત થાય છે. સમ્યક્ત અપેક્ષાએ ત્રણ પ્રકારનું છે – સાયિક સમ્યક્ત, લાયોપશમિક સમ્યક્ત અને ઔપશમિકે સમ્યક્ત. પૂર્વમાં સમ્યત્ત્વના પાંચ પ્રકારના ભેદો બતાવેલા. તેમાંથી “વેદક સમ્યક્ત” ક્ષાયોપથમિક સમ્યક્તમાં અંતર્ભાવ પામે છે. અને સાસ્વાદન સમ્યક્ત, સમ્યક્તથી પાત પામેલી બીજા ગુણસ્થાનકની અવસ્થા છે તેથી સમ્યક્તરૂપે તેની વિવક્ષા કરેલ નથી. તેને આશ્રયીને પૂર્વ બતાવેલ પાંચ સમ્યક્ત જ અન્ય પ્રકારે ત્રણ ભેદરૂપે પ્રાપ્ત થાય છે. વળી, ત્રણ પ્રકારના સમ્યક્તની અન્ય રીતે વિવક્ષા કરતાં “અથવાથી કહે છે – ૧. કારકસમ્યક્ત ૨. રોચકસમ્યક્ત ૩. દીપકસમ્યક્ત એમ ત્રણ પ્રકારના સમ્યત્ત્વ છે. ૧. કારકસભ્યત્વ : જે મહાત્માઓ સૂત્રાજ્ઞાથી શુદ્ધ એવી ચારિત્રની ક્રિયાઓ કરે છે તેઓમાં જ કારકસમ્ય છે; કેમ કે તેઓની સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા બીજા જીવોને સમ્યક્તની ઉત્પત્તિનું કારણ છે. તેથી તેઓના સમ્યક્તને કારકસમ્યક્ત' કહેવાય છે. આશય એ છે કે જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનનું સ્મરણ કરીને અપ્રમાદભાવથી
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy