SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ "जो अत्थिकायधम्मं, सुयधम्मं खलु चरित्तधम्मं च ।। સંદેહ નહિ , સો થમ્પત્તિ વ્યો ” [પ્રવનસાર રે . ૨૬૦]તિ ! । [न चैवं ग्रामधर्मादिपदवाच्यविषयिण्यपि रुचिस्तथा स्यादिति वाच्यम, निरुपपदधर्मपदवाच्यत्वस्यैव ग्रहणात् । न चैवं चारित्रधर्मादिपदवाच्यविषयिण्यामव्याप्तिर्निरुपपदत्वस्य वास्तवधर्मातिप्रसञ्जकोपपदराहित्यस्य विवक्षणादिति दिक्] १० । ટીકાર્ય : શાસ્ત્રાન્તરે .. દિવા અને શાસ્ત્રાન્તરમાં એકવિધ આદિ ક્રમથી સખ્યત્વના ભેદો બતાવાયા છે. તે આ પ્રમાણે – એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, દસ પ્રકારે સમ્યક્ત છે. દ્રવ્યાદિથી બે પ્રકારે છેકદ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે સમ્યક્ત છે. કારકાદિકારક, રોચક, દીપક એમ ત્રણ પ્રકારે સમ્યક્ત છે. અથવા ઉપશમાદિ ભેદથી ત્રણ પ્રકારે સમ્યક્ત છે. અને ઉપશમાદિ ભેદમાં બહુવચનના પ્રયોગથી ઉપશમાદિ વડે ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને દસ પ્રકારે સમ્યક્ત છે તેનું ગ્રહણ છે. એકવિધ સમ્યક્ત સમ્યફરુચિ છે. તે=સમ્યક્ત, નિસર્ગ – અધિગમથી બે ભેદવાળું થાય છે. ત્રિવિધ ત=સમ્યક્ત ક્ષાયિકાદિ છે અથવા કારકાદિ છે. સાયિકાદિ ત્રણ સાસ્વાદનથી યુક્ત ચાર પ્રકારે છે. વળી, વેદક સમ્યક્તથી યુક્ત પાંચ પ્રકારે છે. તેત્રવેદક સમ્યક્ત મિથ્યાત્વના ચરમપુદ્ગલના વેદનથી છે. દસ પ્રકારે આ પ્રમાણે છે. ૧. નિસર્ગ રુચિ ૨. ઉપદેશ રુચિ ૩. આજ્ઞા રુચિ ૪. સૂત્ર રુચિ ૫. બીજ રુચિ ૬. અભિગમરુચિ ૭. વિસ્તાર રુચિ ૮. ક્રિયારુચિ ૯. સંક્ષેપ રુચિ ૧૦. ધર્મરુચિ.” (પ્રવચન સારોદ્ધાર - ગાથા ૯૪૨-૯૪૩-૯૪૭-૯૫૦, સંબોધપ્રકરણ, સમ્યક્તઅધિકાર – ગાથા ૮૯) આનો ભાવાર્થ પ્રવચન સારોદ્ધારની ગાથાનો ભાવાર્થ – ત્યાં=સમ્યત્વના ભેદોમાં, શ્રદ્ધાનરૂપપણું અવિશેષ હોવાથી બધા સખ્યત્વમાં શ્રદ્ધાનરૂપપણું સમાન હોવાથી, એકવિધ સખ્યત્ત્વ છે. નિસર્ગ અને અધિગમના ભેદથી બે પ્રકારનું સખ્યત્ત્વ છે. વળી, નિસર્ગ અને અધિગમનું સ્વરૂપ પૂર્વમાં કહેવાયું છે. આ બંને ઉત્પત્તિ પ્રકાર દ્વારા=નિસર્ગ અને અધિગમરૂપ બંને પ્રકારની ઉત્પત્તિ દ્વારા, સમ્યક્ત બે પ્રકારે ભેદને પામે છે. એ પ્રમાણે અર્થ છે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે=સમ્યક્ત બે પ્રકારનું છે. ત્યાં દ્રવ્ય અને ભાવના બે ભેદમાં, જિવોક્ત તત્વમાં સામાન્યથી રુચિ દ્રવ્યથી સમ્યક્ત છે. નય-નિક્ષેપ-પ્રમાણાદિ વડે અધિગમના ઉપાયવાળું જીવજીવાદિ સકલ તત્વના પરિશોધનરૂપ જ્ઞાનાત્મક ભાવસભ્યત્ત્વ છે; કેમ કે પરીક્ષાજચ મતિજ્ઞાનના તૃતીય અંશ સ્વરૂપ જ શાસ્ત્રની પરીક્ષાથી જવ્ય મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાયમાંથી અપાયરૂપ ત્રીજા અંશ સ્વરૂપ જ, તેનું=સમ્યક્તનું, શાસ્ત્રમાં વ્યવસ્થાપિતપણું છે. તેને “સંમતિતર્ક' ગ્રંથમાં સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે –
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy