SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ કોઈ જીવ ક્ષાયોપથમિક સભ્યત્વ પામ્યા પછી બે વાર વિજયાદિ દેવલોકમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળો થાય અને ઉત્કૃષ્ટ મનુષ્યભવના આયુષ્યવાળો થાય અને સમ્યક્તથી પાત ન પામે તો દેવભવના ૩૩ સાગરોપમ - ૩૩ સાગરોપમના બે ભવ અને વચમાં પ્રાપ્ત થતા મનુષ્યભવનો અધિક - એટલો કાળ ક્ષાયપથમિક સમ્યક્ત રહે છે. ત્યાર પછી તે જીવ અવશ્ય સિદ્ધ થાય છે. તેથી ક્ષાયોપથમિક સમ્યક્ત નાશ પામે છે અને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અથવા કોઈ જીવ બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુત દેવલોકમાં ત્રણ વાર જાય છે અને વચમાં ઉત્કૃષ્ટ મનુષ્યભવના આયુષ્યવાળો થાય અને સમ્યક્તથી પાત ન પામે તો દેવભવના ૨૨ સાગરોપમ – ૨૨ સાગરોપમ - ૨૨ સાગરોપમના ત્રણ ભવ અને વચમાં પ્રાપ્ત થતા મનુષ્યભવનો અધિક - એટલો કાળ=૬૦ સાગરોપમથી કંઈક અધિક એટલો કાળ ક્ષાયોપથમિક સમ્યક્ત રહે છે. ત્યારપછી અવશ્ય ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. આ એક જીવને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો. જુદા જુદા જીવને આશ્રયીને ક્ષાયોપથમિક સમ્યક્ત સર્વકાળમાં પ્રાપ્ત થાય છે. કયું સમ્યક્ત ઉત્કૃષ્ટથી કેટલી વખત પ્રાપ્ત થઈ શકે છે ? તે બતાવે છે – સાસ્વાદન સમ્પર્વ અને પશમિક સમ્યક્ત ભવચક્રમાં ઉત્કૃષ્ટથી એક જીવને પાંચ વાર પ્રાપ્ત થાય છે. વેદક સમ્યક્ત અને ક્ષાયિક સમ્યક્ત એક જીવને એક જ વખત પ્રાપ્ત થાય છે. વળી, ક્ષાયોપથમિક સમ્યક્ત એક જીવને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે. શ્રુત, સમ્યક્ત અને દેશવિરતિ એ ત્રણ એક ભવમાં આકર્ષ દ્વારા કેટલી વખત પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – * આકર્ષ એટલે પ્રથમ વખત સમ્યક્ત આદિનું ગ્રહણ અથવા સમ્યક્ત આદિથી પાત થયા પછી ફરી વખત સમ્યક્ત આદિનું ગ્રહણ, તે આકર્ષે છે. એક ભવમાં એક જીવને શ્રુતના, સમ્યત્ત્વના અને દેશવિરતના આકર્ષે હજાર પૃથકુત્વ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સમ્યકુશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે, કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને કોઈ જીવ દેશવિરતિ પ્રાપ્ત કરે તે વખતે આકર્ષ દ્વારા પ્રથમરૂપે તેની પ્રાપ્તિ થઈ તે જઘન્યથી એક આકર્ષ કહેવાય અને તે શ્રેતાદિ પામ્યા પછી કોઈ તેનાથી પાત પામે અને ફરી તે શ્રુતાદિને પ્રાપ્ત કરે તો પ્રાપ્ત થયેલા એવા શ્રુતાદિથી પાત પામીને ફરી તે શ્રુતાદિનું ગ્રહણ તે બીજી વખત આકર્ષથી પ્રાપ્ત થાય અને તેવા આકર્ષ શ્રુત, સમ્યક્ત અને દેશવિરતિના ઉત્કૃષ્ટથી હજાર પૃથકૃત્વ=૨૦૦૦થી ૯૦૦૦ હજાર વખત થાય છે. એક ભવમાં આટલા આકર્ષા થાય છે ત્યાર પછી તે જીવ શ્રુતાદિથી પાત પામતો નથી અને પાત પામે તો ફરી તે ભવમાં શ્રુતાદિને પ્રાપ્ત કરી શકતો નથી. વળી, સર્વવિરતિને પણ પામ્યા પછી કોઈ પાત પામીને ફરી સર્વવિરતિ પામે. આ રીતે, એક ભવમાં ઉત્કૃષ્ટથી સર્વવિરતિનો પાત અને ફરી સર્વવિરતિની પ્રાપ્તિ આકર્ષ દ્વારા શતપૃથકત્વ થાય છે=૨૦૦થી ૯૦૦ વખત થાય છે. એક ભવમાં આટલા આકર્ષા થાય છે. ત્યારપછી તે જીવ સર્વવિરતિથી પાત પામતો નથી અને પાત પામે તો ફરી તે ભવમાં સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતો નથી.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy