SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં વિશેષ એ છે કે કાર્મગ્રંથિક મતાનુસાર સર્વ જીવો પ્રથમ પરામિક સમ્યક્ત જ પ્રાપ્ત કરે છે અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ કાળમાં મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરવાની ક્રિયા કરે છે અને અનિવૃત્તિકરણ પૂરું થયા પછી મિથ્યાત્વના દળિયાના અંતઃકરણનો કાળ શરૂ થાય છે તે વખતે કોઈ મિથ્યાત્વના દળિયા નહિ હોવાથી પથમિક સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને પથમિક સમ્યક્તમાં રહેલ જીવ ઔપથમિક સમ્યક્તના કાળ પછી ઉદયમાં આવનાર મિથ્યાત્વના દળિયાને શોધન કરીને ત્રણ પંજરૂપે કરે છે. જ્યારે સિદ્ધાંતકારના મતે કેટલાક જીવો સમ્યક્ત પામવા માટેના ત્રણ કરણ કરે છે. તેમાંથી જે જીવો પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે તે જીવો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા જ મિથ્યાત્વના દળિયાનું શોધન કરે છે અને તેથી અનિવૃત્તિકરણ પછી તે જીવો ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે. તો વળી અન્ય જીવો ત્રણ કરણ દ્વારા ઔપશમિક સમ્યક્ત પામે છે અને ઔપશમિક સમ્યક્ત પામનારા જીવો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં ત્રણ પુંજ કરતા નથી પરંતુ મિથ્યાત્વના દળિયામાં અંતઃકરણ કરે છે અને અંતઃકરણની ક્રિયા અનિવૃત્તિકરણમાં પૂરી થાય છે ત્યારપછી મિથ્યાત્વના અંતઃકરણના કાળમાં પ્રવેશ કરે છે ત્યારે ઔપશમિક સમ્યક્ત પામે છે. તે જીવો ઔપશમિક સભ્યત્વકાળમાં પણ મિથ્યાત્વના દળિયાના ત્રણ પુંજ કરતા નથી અને અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ દ્વારા પણ ત્રણ પુંજ કર્યા નથી તેથી મિથ્યાત્વના અંતઃકરણનો કાળ પૂરો થશે ત્યારપછી સમ્યક્વમોહનીયના દળિયાનું આલંબન નહિ હોવાથી અને મિથ્યાત્વમોહનીયના દળિયા ઉદયમાં હોવાથી પોતાના મિથ્યાત્વરૂપ સ્વસ્થાનમાં તે ઔપશમિક સમ્યત્વવાળા જીવો રહે છે અર્થાત્ મિથ્યાત્વને પામે છે. પૂર્વમાં પથમિક સમ્યક્તનું વર્ણન કર્યું ત્યાર પછી પ્રાસંગિક કાર્મગ્રંથિક મત અને સૈદ્ધાંતિકમતનું સ્મરણ થવાથી તે બંને મતો બતાવ્યા. હવે જીવ ઔપથમિક સમ્યક્ત પામે છે તે વખતે પણ કેટલાક જીવો સમ્યક્તની સાથે દેશવિરતિ પામે છે, કેટલાક જીવો સર્વવિરતિ પામે છે અને કેટલાક જીવો અપ્રમત્તગુણસ્થાનક - પામે છે તેમ કહી તેમાં શતક બૃહત્ ચૂર્ણિની સાક્ષી આપે છે – વળી, મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને ત્રણ પુંજ રૂપે કરે છે. તે ત્રણ પુંજોમાં પરસ્પર કઈ રીતે સંક્રમણ થાય છે ? તેની અંતરંગ પ્રક્રિયા કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેવાય કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ થવાને કારણે સતત ઉત્સાહપૂર્વક વિશેષવિશેષ તત્ત્વને જાણવા માટે અને જાણીને જીવનમાં સેવવા માટે ઉદ્યમ કરતો હોય તો તે સમ્યગ્દષ્ટિ જીવ પ્રવર્ધમાન પરિણામવાળો છે અને તેવો સમ્યગ્દષ્ટિ જીવ સત્તામાં રહેલા ત્રણ પુંજમાંથી મિથ્યાત્વમોહનીયના દલિકોને ગ્રહણ કરીને સમ્યક્વમોહનીયના પુંજમાં અને મિશ્રમોહનીયના પુંજમાં સંક્રમણ કરે છે. તેથી એ ફલિત થાય કે સત્તામાં રહેલી મિથ્યાત્વમોહનીયની સત્તા ક્રમસર ઘટતી જાય છે અને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના દળિયાની સત્તા ક્રમસર વધતી જાય છે. વળી, જેમ પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુગલોને સમ્યક્વમોહનીય
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy