SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨ - ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ચઢેલા જીવને ઓપશમિક સમ્યક્ત થાય છે. જેને કહે છે – “ઉપશમશ્રેણીગત જીવને વળી ઔપશમિક સમ્યક્ત થાય છે. જે અમૃતપુંજવાળો, અક્ષપિત મિથ્યાત્વવાળો જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે છે.” In (વિશેષાવશ્યકભાષ્ય૦ ગાથા-૨૭૩૫) ગ્રંથિપ્રદેશ સુધી અભવ્ય પણ સંખ્યાત કે અસંખ્યાતકાળ રહે છે અને ત્યાં રહેલો અભવ્ય દશપૂર્વથી કંઈક જૂન જેટલું દ્રવ્યશ્રત પ્રાપ્ત કરે છે; અભવ્ય દશપૂર્વથી કંઈક ન્યૂન દ્રવ્યહ્યુતવાળો છે. આ પાઠ સાક્ષી આપ્યા વગર ગ્રંથકારશ્રી અનાભોગથી લખાયેલ છે, વિશેષઆવશ્યકભાષ્ય ગા. ૧૨૧૯ની ટીકામાં સ્પષ્ટ પાઠ છે કે અભવ્ય અગિયાર અંગથી અધિક શ્રુતને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે જિનની ઋદ્ધિના દર્શનને કારણે સ્વર્ગસુખાદિપણાથી જ દીક્ષાગ્રહણમાં તેનો સંભવ છે. આથી જ ભિન્ન દશપૂર્વ સુધી શ્રુત મિથ્યાશ્રુત પણ થાય. એ વાત અવ્ય છે. અને અહીં પ્રસંગથી વિશેષજ્ઞાન માટે કંઈક વિશેષ બતાવાય છે. જે પ્રમાણે – અંતઃકરણના આદ્યસમયમાં જ ઓપશમિક સખ્યત્વવાળો જીવ અને ઔષધવિશેષકલ્પ એવા તેના વડે=ઔપથમિક સમ્યક્ત વડે, શોધિત મદનકોદ્રવકલ્પ એવા મિથ્યાત્વના શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધરૂપ પુંજત્રયને આ ઓપશમિક સભ્યત્વવાળો જીવ, કરે જ છે. આથી જ પથમિક સમ્યક્તથી ચુત થયેલો આ જીવ શાયોપથમિક સમ્યગ્દષ્ટિ, મિશ્ર અથવા મિથ્યાદષ્ટિ થાય છે અને કહેવાયું છે. કર્મગ્રંથોમાં–કર્મગ્રંથના અભિપ્રાયમાં, પ્રથમ ઉપશમવાળો જીવ=ઉપશમસમ્યક્ત પામેલો જીવ, નક્કી ત્રણ પુંજ કરે છે. તેનાથી પ્રતિપતિત–ઉપશમ સમ્યક્તથી પાત પામેલ, વળી સમ્યક્તમાં અથવા મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે=ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે અથવા મિશ્ર મોહનીય ગુણસ્થાનકમાં જાય છે અથવા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જાય છે.” (). અને આ=પૂર્વમાં કહ્યું એ, કાર્મગ્રંથિક મત છે. વળી સૈદ્ધાતિક મત આ પ્રમાણે છે જેને “વહુ'થી બતાવે છે – કોઈપણ અનાદિ મિથ્યાષ્ટિ તેવા પ્રકારની સામગ્રીના સભાવમાં=સમ્યક્તની પ્રાપ્તિનું કારણ બને તેવી સામગ્રીના સદ્ભાવમાં, અપૂર્વકરણથી પુંજત્રયને કરીને શુદ્ધ પગલોને વેદન કરતો ઔપથમિક સમ્યક્તને પ્રાપ્તિ કર્યા વગર જ પ્રથમથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થાય છે. વળી અન્ય જીવ યથાપ્રવૃત્તિ આદિ કરણત્રયના ક્રમથી અંતઃકરણમાં પથમિક સભ્યત્વને પામે છે. વળી આ પશમિક સખ્યત્ત્વ પામેલ જીવ, પુંજત્રય કરતો નથી જ. અને તેથી ઔપશમિક સમ્યક્તથી ય્યત થયેલો અવશ્ય મિથ્યાત્વને જ પામે છે અને કલ્પભાષ્યમાં કહેવાયું છે – આલંબનને નહિ પ્રાપ્ત કરતી ઈયળ જે પ્રમાણે સ્વસ્થાનને મૂકતી નથી એ રીતે અકૃત ત્રણ પુંજવાળો એવો ઔપશમિક સમ્યક્તવાળો જીવ મિથ્યાત્વને જ પામે છે.” (ગા. ૧૨૦ સંબોધ પ્રકરણ, સમ્યક્ત ગા. ૧૧)
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy