SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ મહાવ્રતો અને પ્રશમનો પરિણામ કોઈ મહાત્મામાં પ્રગટ થયો હોય તેને જીવાડનાર સમ્યગ્દર્શન છે અને જે જીવોમાંથી સમ્યગ્દર્શન ચાલ્યું જાય છે તે જીવોમાં પૂર્વમાં પ્રગટ થયેલાં પાંચ મહાવ્રતો હોય અને પ્રશમનો પરિણામ હોય તો તે પણ નાશ પામી જાય છે. આથી જ સાધુપણામાં રહેલા ચૌદપૂર્વધરો પાંચ મહાવ્રતના પરિણામવાળા હોય છે. અને પ્રશમના પરિણામવાળા હોય છે. આમ છતાં કર્મના દોષથી મિથ્યાત્વને પામે છે ત્યારે સાધુના વેશમાં રહેલા હોવા છતાં તેઓમાં રહેલો પાંચમહાવ્રતનો પરિણામ અને પ્રશમનો પરિણામ નાશ પામે છે. આથી જ તેવા જીવો પાત પામીને સંસારમાં ભટકે છે. માટે સમ્યગ્દર્શન યમ અને પ્રશમને જીવાડનાર છે. વળી, આ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું બીજ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર પ્રગટ્યું નથી તેવા જીવો પણ સમ્યગ્દર્શનને કારણે નિર્મળમતિવાળા થાય છે ત્યારે તત્ત્વના અર્થી બને છે અને તેના કારણે ગુરુ આદિ પાસેથી શાસ્ત્રઅધ્યયન કરીને સમ્યજ્ઞાન મેળવે છે. વળી, સમ્યગ્દર્શન પામેલા જીવોને ચારિત્રની બલવાન ઇચ્છા હોય છે તેથી તેઓ સદા ચારિત્રનાં આવારક-કર્મોને તોડવા માટે ઉચિત પ્રયત્ન કરનારા હોય છે. અને સત્ત્વનો પ્રકર્ષ થાય તો અવશ્ય ચારિત્રને ગ્રહણ કરે છે. અને ભાવથી ચારિત્ર આવારક કર્મોનો ક્ષયોપશમ કરે છે. માટે ચારિત્રની પ્રાપ્તિનો હેતુ સમ્યગ્દર્શન છે. વળી, વિશેષ પ્રકારના તપ અને વિશેષ પ્રકારના શ્રુતાદિ ભાવનો હેતુ સમ્યગ્દર્શન છે; કેમ કે સમ્યત્વ પ્રગટ્યા પછી જીવને સતત સંસારના ઉચ્છદ માટેની નિર્મળમતિ પ્રવર્તે છે તેથી તેવા જીવો પોતાનામાં વર્તતા સમ્યગ્દર્શનથી પ્રેરિત થઈને શક્તિના અતિશયથી તપમાં અને શ્રુત અધ્યયનાદિમાં અવશ્ય ઉદ્યમ કરે છે તેથી તપ-શ્રુતાદિનો હેતુ સમ્યગ્દર્શન છે. આ રીતે, સમ્યગ્દર્શન અન્ય સર્વ ગુણો કરતાં મુખ્ય છે તે બતાવવાથું કહે છે – ચારિત્ર અને જ્ઞાનથી રહિત પણ સમ્યગ્દર્શન પ્રશંસનીય છે; કેમ કે જીવમાં પ્રગટ થયેલ નિર્મલમતિરૂપ સમ્યગ્દર્શન જીવને સતત ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉત્સાહિત રાખીને જ્ઞાન-ચારિત્રને પણ પ્રાપ્ત કરાવે છે. માટે જ્ઞાન-ચારિત્ર રહિત પણ સમ્યગ્દર્શન ગ્લાધ્ય છે. વળી, મિથ્યાત્વવિષથી દૂષિતજ્ઞાન-ચારિત્ર ગ્લાધ્ય નથી; કેમ કે સમ્યક્ત ન હોય તો જ્ઞાન-ચારિત્ર પણ જીવના હિતનું કારણ બનતાં નથી. વળી, સમ્યગ્દર્શનનું માહાલ્ય બતાવતાં કહે છે. જ્ઞાન-ચારિત્રથી હીન પણ શ્રેણિક મહારાજા સમ્યગ્દર્શનના માહાભ્યથી તીર્થંકરપણાને પામશે તેમ શાસ્ત્રમાં સંભળાય છે. માટે કલ્યાણના અર્થીએ સર્વ ઉદ્યમથી સમ્યત્ત્વની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ. ટીકા – अत्राह-मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादेरिदं भवति, कथमुच्यते निसर्गादधिगमाद्वा तज्जायत इति ? । अत्रोच्यते स एव क्षयोपशमादिनिसर्गाधिगमजन्मेति न दोषः । उक्तं च -
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy