SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭ “સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર વડે અદા અને ગુરુ વડે અદત્ત આ પ્રકારનું અદત્તનું સ્વરૂપ આગમધર વડે પ્રરૂપિત છે." (સંબોધપ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર – ૨૬) (૧) જે કનકાદિ વસ્તુ સ્વામીએ આપી ન હોય તે સ્વામીઅદત્ત' કહેવાય. (૨) જે સ્વકીય સચિત ફલાદિ ભેદે છે. તે જીવથી અદત્ત છે. જે કારણથી, તે ફલાદિ જીવ વડે પોતાના પ્રાણ તેને અપાયા નથી માટે જીવઅદત્તછે. (૩) ગૃહસ્થ વડે અપાયેલું આધાકદિ તીર્થકર વડે સાધુને અનુજ્ઞાત હોવાથી તીર્થકરઅદત્ત છે. એ રીતે શ્રાવકોને પ્રાસક, અનંતકાય, અભક્ષ્યાદિ તીર્થકરઅદત છે. (૪) સર્વદોષોથી રહિત પણ ગુરુને નિમંત્રણ કર્યા વગર જે વપરાય છે તે ગુરુઅદત્ત છે. અહીં-ત્રીજા સ્થૂલ અણુવ્રતમાં, સ્વામીઅદત વડે અધિકાર છે, તે બે પ્રકારનો છે – સ્કૂલ અને સૂક્ષ્મ. ત્યાં બે પ્રકારના સ્વામીઅદત્તમાં, ચૌર્યના વ્યપદેશના કારણપણાથી પરિસ્થલ વિષયવાળું અદત્તાદાન નિષિદ્ધ છે. એથી દુષ્ટ અધ્યવસાયપૂર્વક પૂલ છે. ચોર્ય બુદ્ધિથી ક્ષેત્રમાં ખેતરમાં, ખલ આદિમાં=ખલ પુરુષોમાં અલ્પનું પણ ગ્રહણ પૂલ જ અદત્તાદાન છે. તેનાથી વિપરીત સૂક્ષ્મ છે. સ્વામીને અનાજ્ઞાપન કરીને તૃણ-ઢેડું આદિ ગ્રહણરૂપ સૂક્ષ્મ છે. ત્યાં=સ્થૂલ અને સૂક્ષ્મ અદત્તાદાનના બે ભેદમાં, શ્રાવકે સૂક્ષ્મમાં યતના કરવી જોઈએ, વળી પૂલથી નિવૃત્તિ કરવી જોઈએ. જે કારણથી સૂત્ર છે – સ્થૂલ અદત્તાદાનનું શ્રમણોપાસક પચ્ચકખાણ કરે છે. અને તે અદત્તાદાન બે પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણે સચિત્ત અદત્તાદાન અને અચિત્ત અદત્તાદાન.” (પ્રત્યાખ્યાતાવશ્યક સૂ. ૩, હારિભદ્રવૃત્તિ ૫. ૮૨૨) આ વ્રતનું અદત્તાદાન વિરમણવ્રતનું, ફલ સર્વજનનો વિશ્વાસ, સાધુવાદ, સમૃદ્ધિની વૃદ્ધિ, ધૈર્ય એવું ઐશ્વર્ય અને સ્વર્ગાદિ છે. જે કારણથી કહેવાયું છે – “ક્ષેત્રમાં, ખલમાં=ખલપુરુષોમાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે કે શસ્ત્રઘાતમાં તેનો=ત્રીજા વ્રતને ગ્રહણ કરનારનો, અર્થ નાશ પામતો નથી=ધન નાશ પામતું નથી, અચોરીનું આ ફલ છે. ૧] ગામ-આગરઆકર=ખાણનગરનો અને દ્રોણમુખ, મંડપ, પટ્ટણોનો સુદીર્ઘ સ્વામી થાય છે. અચોરીનું આ ફલ છે.” રાા (સંબોધ પ્રકરણ શ્રા. ૩૩-૪) આ વ્રતના અગ્રહણમાંeત્રીજા વ્રતના અગ્રહણમાં, અથવા માલિત્યના ઉત્પાદનમાં, દૌભાંગ્ય, દાસીપણુ, અંગછેદ, દરિદ્રતાદિ પ્રાપ્ત થાય છે. કહેવાયું પણ છે – “અહીં જ આ ભવમાં જ, ગધેડા ઉપર આરોપણ, ગહ, ધિક્કાર, મરણપર્યંત દુઃખ તેના કરનારા પુરુષો કચોરી કરનારા પુરુષો, પ્રાપ્ત કરે છે. પરભવમાં નરકને પ્રાપ્ત કરે છે. ૧] નરકમાંથી ઉદ્વર્તન પામેલા મનુષ્યો ચોરીના વ્યસનથી વિહત થયેલા હજારો ભવોમાં કેવટ્ટા=માછીમાર, કુંટ=ટૂંઠા હાથવાળા, મંટ=હીન અંગવાળા, બહેરા, આંધળા થાય છે.” iારા (સંબોધ પ્રકરણ શ્રા. ૩૫-૩૬). તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy