SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ “સત્યથી સર્વમંત્ર અને યોગો સિદ્ધ થાય છે. સત્યથી ધર્મ, અર્થ-કામ પરિગૃહીત થાય છે. સત્યથી રોગ અને શોક નાશ પામે છે. ।।૧|| ૨૫૨ * શ્લોકમાં રહેલ ‘સત્ત્વે’ શબ્દનું ત્રણેય સાથે યોજન છે. સત્ય યશનું મૂળ છે. સત્ય પરમ વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. સત્ય સિદ્ધિનું સોપાન છે. ।।૨।। આવા અગ્રહણમાં=સત્યવ્રતના અગ્રહણમાં, અને અતિચરણમાં=ગ્રહણ કર્યા પછી વ્રતના ઉલ્લંઘનમાં વૈપરીત્યથી ફળ છે=વિપરીતપણાથી ફળ છે “અપ્રિયવાદી જે-જે જાતિ બોલે છે. ત્યાં-ત્યાં ઉત્પન્ન થાય છે. સુખને-સુશબ્દને સાંભળતો નથી. અશોભન શબ્દને સાંભળે છે. ।।૧।। દુર્ગંધવાળો, પૂતિમુખવાળો=ગંધાતા મુખવાળો, અનિષ્ટ વચનવાળો અને કઠોર વચનવાળો, જડ, એડમુખ=બકરા જેવું બોલનારો (મૂંગો-બહેરો), મમ્મણ=સ્ખલના પામતો બોલનારો (આ બધા) અલીક-વચન બોલવામાં દોષો છે. IIRII જિહ્વાછેદને અને વધને અથવા બંધને, અયશને અથવા ધનનાશને અલીકવચનથી આલોકમાં જ જીવો પ્રાપ્ત કરે છે.” ।।૩। (સંબોધ પ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર ૨૩, ૨૪, ૨૫) ઇત્યાદિ. ॥૨॥ ભાવાર્થ: શ્રાવકના સ્થૂલ મૂષાવાદ વિરમણ વ્રતના પાંચ ભેદો છે ૧. કન્યા વિષયક મૃષાવાદ : કન્યા વિષયક મૃષાવાદ કન્યાલીક છે. કોઈ દ્વેષને કારણે આ વિષકન્યા છે એ પ્રમાણે કહે તે કન્યાલીક છે. વાસ્તવિક રીતે તે વિષકન્યા નહીં હોવા છતાં તે કન્યા પ્રત્યેના દ્વેષના કા૨ણે વિપરીત કથન કરે અથવા વિષકન્યા હોવા છતાં રાગને કા૨ણે અવિષકન્યા છે તેમ કહે અથવા સુશીલ કન્યાને દ્વેષને કા૨ણે દુઃશીલ કન્યા કહે અથવા રાગને કા૨ણે દુઃશીલ કન્યાને સુશીલ કન્યા કહે આ પ્રકારે રાગથી કે દ્વેષથી કન્યાવિષયક જે મૃષાવચન તે કન્યાલીક છે. ઉપલક્ષણથી પુત્ર વિષયક અન્ય કોઈ બે પગવાળા મનુષ્ય વિષયક અલીકવચન બોલવામાં આવે તે સર્વ આ પ્રથમ ભેદમાં અંતર્ભાવ પામે છે. - ૨. ગાય વિષયક મૃષાવાદ : ગાય વિષયક મિથ્યાવચન ગોઅલીક છે. જેમ પોતાની ગાયને વેચવા માટે અલ્પ દૂધ આપનારી ગાયને બહુ દૂધ આપનારી કહે અથવા કોઈક અન્યની ગાય બહુ દૂધ આપનારી હોય છતાં તેના પ્રત્યેના દ્વેષને કા૨ણે તેની ગાય અલ્પ દૂધ આપનારી છે તેમ કહે તે ‘ગોઅલીક’ છે. આ ગોઅલીકમાં ચાર પગવાળા પશુવિષયક સર્વ મૃષાવાદનો સંગ્રહ છે. ૩. ભૂમિઅલીક બીજાની જમીન હોય અને લોભવશ આ જમીન મારી છે તેમ મૃષાવચન કહે; પોતાની જમીન હોય --
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy