SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ અનાગતના પચ્ચકખાણથી છે=ભાવિના તે પ્રકારના પાપને નહીં કરવાના સંકલ્પરૂપ પચ્ચકખાણ છે. જેને કહે છે – “અતીતની નિંદા કરું છું. વર્તમાનમાં સંવર કરું છું અને અનાગતનું પચ્ચખાણ કરું છું.” (પફખીસૂત્ર) અને આ ભાંગા અહિંસાને આશ્રયીને બતાવ્યા. બીજાં વ્રતોમાં પણ જાણવા. ત્યાં પાંચ અણુવ્રતોમાં, પ્રત્યેકને આશ્રયીને ૧૪૭ ભાંગાનો ભાવ હોવાથી ૭૩૫ ભેદો શ્રાવકના થાય છે. અને કહેવાયું છે. બે પ્રકારના, આઠ પ્રકારના, બત્રીસ પ્રકારના, ૭૩૫ પ્રકારના, ૧૬૮૦૨ વ્રતી થાય છે.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ-૨) વળી, આ જાણવું – ષડભંગીવાળા ઉત્તરભંગરૂપ એકવીશની ભંગીથી બે, નવની ભંગીથી ૩ તથા ૪૯તી ભેગીથી ૪ તથા ૧૪૭ની ભંગીથી ૫, ૧૨-૧૨ દેવલિકાઓ થાય છે. જે કારણથી કહેવાયું છે. “સૂત્રમાં જે શ્રાવકના ખરેખર ૨૧ ભાંગા બતાવાયા છે, તે જ બાવીસથી ગુણીને તેમાં ૨૧નો પ્રક્ષેપ કરવો. એક વ્રતમાં નવ ભાંગા શ્રાવકના સૂત્રમાં જે બતાવાયા છે તે જ ૧૦થી ગુણીને તેમાં તેનો પ્રક્ષેપ કરવો.” “૪૮ ભાંગા શ્રાવકના સૂત્રમાં જે બતાવાયા છે તે જ ૫૦થી ગુણીને તેમાં ૪૯નો પ્રક્ષેપ કરવો, ૧૪૭ ભાંગા - તે જ ૧૪૮થી ગુણાકાર કરીને ૧૪૭ યુક્ત ભાંગાઓનું સંપૂર્ણ જાણવું.” (શ્રાવકવ્રતભંગ પ્રકરણ ૧૧-૧૩). અગિયારમી વેળામાં ૧૨ વ્રતના ભાંગા સર્વ સંખ્યામાં આગતક્રમથી ખંડ દેવકુલિકાથી જાણવા. તેની સ્થાપના આ છે. (૩) એ રીતે સંપૂર્ણ દેવકુલિકા પણ એકવીશ આદિ ભાંગાદિમાં ૧૨-૧૨ ભાવન કરવી. સ્થાપના ક્રમથી જે પ્રમાણે (૪-૫-૬-૭) એ પ્રમાણે પ્રસંગથી ભંગ પ્રરૂપણા પ્રદર્શિત છે. અને બહુલતાથી દ્વિવિધ-ત્રિવિધ આદિ ષડ્રભંગીથી જ ઉપયોગિની છે, એ પ્રમાણે કહેવાયેલું જ જાણવું. એથી પ્રસંગથી સર્યું. ૨૪ ભાવાર્થ ટીકાકારશ્રી ભગવતીસૂત્રના અભિપ્રાયથી નવભંગી બતાવે છે. તે નવભંગી હિંસાદિ દરેક વ્રતમાં મનવચન-કાયાને આશ્રયીને ૩, કરણ-કરાવણ-અનુમોદનને આશ્રયીને ૩ અને અતીત-અનાગત-વર્તમાન કાલને આશ્રયીને ૩ એમ નવભંગી પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાને આશ્રયીને ૭ વિકલ્પોની પ્રાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી સ્થૂલ હિંસાની નિવૃત્તિરૂપ એક વ્રતને આશ્રયીને વિચારવામાં આવે તો મન-વચન અને કાયાને આશ્રયીને ૭ વિકલ્પો પ્રાપ્ત થાય છે. હું મનથી હિંસા કરતો નથી. હું વચનથી હિંસા કરતો નથી. હું કાયાથી હિંસા કરતો નથી. વળી, કોઈ શ્રાવક મન-વચનથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-વચનથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી, કોઈ શ્રાવક મન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-કાયાથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી,
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy