SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ટીકાર્ય : कथं पुनः વિસ્તરે ।। વળી કેવી રીતે છ ભાંગા સાતથી ગુણાય છે ? એથી કહે છે પદવૃદ્ધિથી=મૃષાવાદ આદિ એક-એક પદની વૃદ્ધિથી, એક વ્રત ભંગરાશિની અવધિમાં વ્યવસ્થાપિતપણું હોવાથી વિવક્ષિત વ્રતોથી એક વડે હીન પ્રકારવાળા થાય છે, તે આ પ્રમાણે – એક વ્રતમાં છ ભાંગા, સાત વડે ગુણિત ૪૨ થયા. ત્યાં=તે ૪૨ ભેદમાં, ૬નો પ્રક્ષેપ કરાય છે તેથી ૪૮ ભેદ થયા. આ પણ ૭ વડે ગુણાય છે અને ૬નો પ્રક્ષેપ કરાય છે. એ રીતે ૩૪૨ ભેદ થયા. આ રીતે ૭ના ગુણન અને ૬ના પ્રક્ષેપના ક્રમથી ત્યાં સુધી કરાયું જ્યાં સુધી અગિયારમી વેલા પ્રાપ્ત થાય=અગિયાર વખત ૭નું ગુણન અને ૬નું પ્રક્ષેપન કરવું. જેથી ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ ઉપર ભાંગા પ્રાપ્ત થાય અને આ ૬, ૮, ૪૦ આદિ ૧૨ પણ પ્રાપ્ત થયેલ રાશિઓ, ઉપર અને અધોભાગથી વ્યવસ્થાપન કરાતી અર્ધદેવકુલિકાના આકારવાળી ભૂમિને પ્રાપ્ત કરે છે. એથી ‘ખંડદેવકુલિકા' કહેવાય છે. સ્થાપના (૧) પાના નં. ૨૨૩૭-૨૨૪ જુઓ. ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ ***** વળી, સંપૂર્ણ દેવકુલિકા પ્રતિ વ્રતના એક-એક દેવકુલિકાના સદ્ભાવથી ૬ ભંગીમાં બાર દેવકુલિકા સંભવે છે. ત્યાં ૧૨મી દેવકુલિકામાં એક-બે આદિ સંયોગોવાળા ગુણરૂપ રાશિ આ પ્રકારે છે – ૬૩૬-૨૧૬-૧૨૯૬-૭૭૭૬-૪૬૬૫૬-૨૭૯૯૩૬-૧૬૭૯૬૧૬-૧૦૦૭૭૬૯૬-૬૦૪૬૬૧૭૬૩૬૨૭૯૭૦૫૬-૨૧૭૬૭૮૨૩૩૬. અને ત્યાં વળી ગુણક રાશિ આ છે. ૧૨-૬૬-૨૨૦-૪૯૫૭૯૨-૯૨૪-૭૯૨-૪૯૫-૨૨૦-૬૬-૧૨-૧ અને આમના=ગુણક રાશિના, પૂર્વના ષડ્ગણનમાં અગ્રેતન ગુણ્યરાશિ આવે છે. તે આનયનમાં બીજ છે. અને આ છ છ ત્રીશ આદિ ૧૨ પણ ગુણ્યરાશિ ક્રમસર ૧૨-૬૬ વગેરે ગુણકર રાશિથી ગુણિત આગત રાશિ ૭૨ આદિ આવે છે. (૧૨x૬=૭૨) તે દેવકુલિકાગત ત્રીજી રાશિ જાણવી અને સ્થાપના આગળમાં છે. સ્થાપના (૨) પાના નં. ૨૨૩-૨૨૪ જુઓ. અહીં પણ ઉત્તરગુણ અને અવિરત સંયુક્ત ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ થાય છે અને ઉત્તરગુણો અહીં પ્રતિમાદિ અભિગ્રહ વિશેષ જાણવા, જે કારણથી કહેવાયું છે “તેરસો ચોર્યાશી ક્રોડ બાર લાખ સત્તાસી હજાર બસો બે.” (શ્રાવકભંગ, પ્ર. ૪૦) – પ્રતિમાદિ ઉત્તરગુણ અને અવિરતરૂપ ભેદ ક્રમથી અધિક અને આટલા=ઉપરમાં બતાવ્યા એટલા, બાર વ્રતોને આશ્રયીને કહેવાયા=ભેદો કહેવાયા. વળી, પાંચ અણુવ્રતોને આશ્રયીને ૧૬૮૦૬ થાય છે. ત્યાં પણ ઉત્તરગુણ અને અવિરતના મિલનથી ૧૬, ૮૦૮ થાય છે. અહીં એક-બે આદિ સંયોગો ગુણક છે અને ૬-૩૬ આદિ ગુણ્ય છે અને ૩૦ આદિ આગત રાશિ યંત્રકથી જાણવી. અહીં આ ભાવના છે – કોઈક પાંચ અણુવ્રતને સ્વીકારે છે ત્યાં ખરેખર ૫ ભાંગા એક સંયોગવાળા થાય છે અને એક એક સંયોગના દ્વિવિધ-ત્રિવિધ આદિ છ ભાંગા થાય છે તેથી ૬ ને ૫ વડે ગુણવાથી ૩૦ થયા. આટલા=૩૦, ૫ વ્રતોના એક-એક સંયોગમાં ભાંગા થયા. અને એક એક વ્રતમાં દ્વિકસંયોગમાં ૩૬ ભાંગા થાય, તે આ પ્રમાણે આદ્યવ્રત સંબંધી આદ્યભંગ અવસ્થિત છે. -
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy