SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૧ “अन्तोमुत्तमित्तंपि, फासिअं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुगलपरिअट्टो चेव संसारो ।।१।। [नवतत्त्व प्र. गा. ५३] सम्मद्दिट्ठी जीवो, गच्छइ नियम विमाणवासीसु । जइ न चइयसम्मत्तो, अहव न बद्धाउओ पुट्विं ।।२।। जं सक्कइ तं कीरइ, जं च न सक्कइ तयं च सद्दहणा । सद्दहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं ।।३।।" [सम्बोधप्रकरण सम्यक्त्वाधिकार गा. २४, ३५] તિ ારા ટીકાર્ય :નન્વેવમવિ . તા “નનુથી શંકા કરે છે – આમ હોતે છતે પણ=પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાનના વચનમાં શ્રદ્ધાન તે સખ્યત્વ છે એ રીતે પણ, શાસ્ત્રાન્તરમાં તત્વત્રયનો અધ્યવસાય સમ્યક્ત છે એ પ્રમાણે કહેવાયું છે. જે કારણથી – “અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનમત પ્રમાણ ઈત્યાદિ શુભભાવ, જગતગુરુ સમ્યક્ત કહે છે.” (સંબોધ પ્રકરણ, સમ્યક્વાધિ. ગા. ૩૪) એથી કેવી રીતે શાસ્ત્રાન્તરનો વિરોધ નથી ? અર્થાત ગ્રંથકારશ્રીએ સખ્યત્ત્વનું લક્ષણ કર્યું તેનું તત્ત્વત્રયના અધ્યવસાયરૂપ સમ્યત્વને કહેનારા શાસ્ત્રવચન સાથે વિરોધ છે એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આ પ્રકરણમાં પ્રસ્તુત ગ્રંથમાં, જિવોક્ત તત્ત્વોમાં રુચિ એ પ્રમાણે સાધુ અને શ્રાવકોનું સાધારણ સમ્યક્તનું સ્વરૂપ કહેવાયું. વળી, શાસ્ત્રાન્તરમાં ગૃહસ્થોના દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં પૂજ્યત્વ, ઉપાસ્યત્વ અને અનુષ્ઠયત્વ સ્વરૂપ ઉપયોગના વશથી દેવ-ગુરુ-ધર્મરૂપ તત્વની પ્રતિપત્તિરૂપ સમ્યક્ત પ્રતિપાદન કરાયું છે. ત્યાં પણ=દેવ, ગુરુ, ધર્મની પ્રતિપત્તિરૂપ સમ્યક્તનું પ્રતિપાદન કર્યું ત્યાં પણ, દેવ અને ગુરુ જીવતત્વમાં, ધર્મ શુભાશ્રયમાં અને સંવરમાં અંતર્ભાવ પામે છે, એથી શાસ્ત્રાન્તરનો વિરોધ નથી=નવતત્વના શ્રદ્ધાન સાથે તત્ત્વત્રયીના અધ્યવસાયરૂપ સત્ત્વને સ્વીકારનાર શાસ્ત્રવચનનો વિરોધ નથી. અને સમ્યક્ત અહંદુધર્મનું મૂલભૂત છે. જે કારણથી દ્વિવિધ, ત્રિવિધ ઈત્યાદિ પ્રતિપત્તિ દ્વારા સમ્યક્ત ઉત્તરગુણરૂપ ભેદદ્ધયયુક્ત એવાં શ્રાવકનાં બાર વ્રતોવાળા જીવોને આશ્રયીને તેર અબજ ચોર્યાશી ક્રોડ બાર લાખ સીત્યાસી હજાર બસો બે ભાંગા થાય=૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨ ભાંગા થાય. અને આમાં=આ ભાંગાઓમાં સમ્યક્ત વગર કેવલ એક પણ ભાંગાનો સંભવ નથી. આથી જ, “મૂલં વારમિત્કારિ વક્ષ્યમાણ છ ભાવના યુક્ત જ છે. અને આનું ફળ=સમ્યત્ત્વનું ફળ, આ પ્રમાણે આગળમાં બતાવે છે એ પ્રમાણે, કહે છે –
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy