SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ ત્યાર પછી તે શ્રોતાને સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે ભગવાને કહેલા જીવાદિ પદાર્થોમાં જે શુદ્ધ રુચિ તે સમ્યક્ત્વ છે. શુદ્ધ રુચિનો અર્થ કર્યો કે અજ્ઞાન, સંશય અને વિપર્યાસના પરિહારથી જે નિર્મળ રુચિ તે શુદ્ધ રુચિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશાદિના સામગ્રીના બળથી જે શ્રોતાને સંસારના સ્વરૂપનું, સંસારથી પર એવા સિદ્ધના સ્વરૂપનું અને તે સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ છે તેવો સ્થિર નિર્ણય છે. પરંતુ તે નિર્ણયમાં જેને અજ્ઞાન નથી, તે પ્રકારના જિનવચનમાં સંશય નથી કે તે પ્રકારના ભગવાનના વચનમાં વિપરીત બોધ નથી તેઓમાં સમ્યક્ત્વ છે. તે સમ્યગ્દષ્ટિ જીવો હંમેશાં જિનવચનના ૫૨માર્થને વિશેષથી જાણવા માટે અને જાણીને જીવનમાં સેવવા માટે અવશ્ય ઉદ્યમ કરે છે; કેમ કે જિનવચન જ એકાંતે હિત છે તેવી શુદ્ધ રુચિ તેના વિશેષ પરમાર્થને જાણવા માટે ઉદ્યમ ન કરાવે તે સંભવે નહિ. વળી, આ પ્રકારની સ્થિરરુચિવાળા જીવો જીવ-અજીવ આદિ નવ તત્ત્વના વિશેષ સ્વરૂપને શાસ્ત્રવચનના બળથી જાણે ત્યારે તેઓની જિનવચનમાં સ્થિરરુચિ પૂર્વ કરતાં પણ અતિશયિત થાય છે. કા૨ણ કે જીવાદિ નવ પદાર્થના જ્ઞાનને કા૨ણે આશ્રવ, સંવર આદિ સર્વ ભાવો તે મહાત્મા વિશેષથી જાણે છે તેથી તે વચનનું અવલંબન લઈને આશ્રવના ઉચ્છેદ માટે અને સંવરની વૃદ્ધિ માટે યત્ન કરીને મોક્ષની પ્રાપ્તિ માટે શક્તિ અનુસાર તે મહાત્મા અવશ્ય ઉદ્યમ કરે છે. તેથી જિનોક્ત તત્ત્વના સમ્યક્ પરિજ્ઞાનપૂર્વકની શુદ્ધ રુચિ તે સમ્યક્ત્વ છે. ટીકા ઃ नन्वित्थं तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वमिति पर्यवसन्नम्, तत्र श्रद्धानं च तथेतिप्रत्ययः, स च मानसोऽभिलाषो, नचायमपर्याप्तकाद्यवस्थायामिष्यते, सम्यक्त्वं तु तस्यामपीष्टम्, षट्षष्टिसागरोपमरूपायाः साद्यपर्यवसितकालरूपायाश्च तस्योत्कृष्टस्थितेः प्रतिपादनादिति कथं नागमविरोधः ? इत्यत्रोच्यते-तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वस्य कार्यम्, सम्यक्त्वं तु मिथ्यात्वक्षयोपशमादिजन्यः शुभ आत्मपरिणामविशेषः । आह चं “से अ संमत्ते पसत्यसंपत्तमोहणीअकम्माणुवे अणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते" । [આવશ્યસૂત્રે ૬ારૂ૬, સમ્વવત્ત્તાધિાર:] इदं च लक्षणममनस्केषु सिद्धादिष्वपि व्यापकम् इत्थं च सम्यक्त्वे सत्येव यथोक्तं श्रद्धानं भवति यथोक्तश्रद्धाने च सति सम्यक्त्वं भवत्येवेति श्रद्धानवतां सम्यक्त्वस्यावश्यम्भावित्वोपदर्शनाय कार्ये कारणोपचारं कृत्वा तत्त्वेषु रुचिरित्यस्य तत्त्वार्थश्रद्धानमित्यर्थपर्यवसानं न दोषाय । तथा चोक्तम् - “जीवाइ नव पयत्थे, जो जाणइ तस्स होई संमत्तं । મામેળ સદ્દહંતો, અયાળમાળેવિ સમ્મત્ત” ।।।। [નવતત્ત્વ પ્ર. પા. ૧] તિ 1
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy