SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ ૧૮૭ વળી, નિમિત્તશુદ્ધિમાં પણ શ્રાવકે, પોતે વ્રતગ્રહણમાં તત્પર થાય ત્યારે શંખપણવ આદિના ધ્વનિનું શ્રવણ થાય કે તેવા અન્ય કોઈ નિમિત્તની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરવો જોઈએ. તેથી તે નિમિત્તશુદ્ધિને કારણે પણ વિઘ્નરહિત વ્રતપાલન થઈ શકશે તેનો નિર્ણય થાય. વળી વ્રતગ્રહણ કરતી વખતે પૂર્વ દિશા અને ઉત્તર દિશાનું આશ્રયણ ક૨વું જોઈએ; કેમ કે તે દિશામાં જિન અને જિનચૈત્ય અધિષ્ઠિત છે તેથી દિશાશુદ્ધિને કા૨ણે પણ સ્વીકારાતા વ્રતને અતિશય કરવામાં શુભભાવની પ્રાપ્તિ થાય. વળી, સમ્યક્ત્વનું વ્રતગ્રહણ કરતી વખતે સ્વીકારાયેલાં વ્રતોમાં મલિનતા ન આવે તે અર્થે રાજાભિયોગાદિ પ્રત્યાખ્યાનના અપવાદોને રાખીને પચ્ચક્ખાણ ગ્રહણ કરવું જોઈએ. જેથી તેવા સંયોગોમાં વ્રતભંગની પ્રાપ્તિ ન થાય. આ રાજાભિયોગાદિ આગારો સમ્યક્ત્વના વ્રતમાં રખાય છે. દેશવિરતિ અને સર્વવિરતિના પાલનમાં આગારો નથી; કેમ કે સમ્યક્ત્વના આચારો બહિરંગ આચરણારૂપ છે. તેથી આગારોપૂર્વક કરાય છે. દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર અંતરંગ પરિણામરૂપ છે. તેથી તેમાં આગારો=અપવાદો નથી. આ રીતે યોગશુદ્ધિ આદિ બતાવ્યા પછી યોગ્ય જીવોની સાથે ઉચિત ઉપચારપૂર્વક વ્રત ગ્રહણ કરવાં જોઈએ તે બતાવે છે - પોતાની શક્તિ અનુસાર દેવ અને ગુરુની ભક્તિ કરવી જોઈએ અને સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ. પોતાના સ્વજનનો પણ તે પ્રસંગને અનુરૂપ સત્કાર કરવો જોઈએ. દીન-અનાથ આદિને પણ ઉચિત દાન આપવું જોઈએ, જેથી સર્વ પ્રકારનો બધાને ઉત્સાહ વધે અને જેના કારણે ગ્રહણ કરાતાં વ્રતો સમ્યક્ પરિણમન પામે અને આ વિધિ સાધુનાં અને શ્રાવકનાં અણુવ્રતાદિ વિશેષ વ્રતો ગ્રહણ કરતી વખતે પાલન ક૨વાની છે. અર્થાત્ સમ્યક્ત્વના સ્વીકારની આ વિધિ નથી પરંતુ અણુવ્રતો-મહાવ્રતો સ્વીકારતી વખતે આ વિધિનું પાલન કરવાનું છે. ટીકા ઃ विशेषविधिस्तु सामाचारीतोऽवसेयस्तत्पाठश्चायम् चिइ १ संति सत्तवीसा २ बारस ३ सुअ ४ सासणा ५ ऽखिलसुराणं ६ । नवकारो ७ सक्कथओ ८ परिमिट्टिथओ अ ९ वंदणयं १० ||४ | सामन्नमिणं तत्तो, आरोवणुस्सग्गु ११ दंडउच्चारो १२ सत्तखमासमणं १३ पसत्थे खित्ते जिणभवणाइए पसत्थेसु तिहिकरणनक्खत्तमुहुत्तचंदबलेसु परिक्खि अगुणं सीसं सूरी अग्गओ काउं खमासमणदाणपुव्वं भणावेइ “इच्छकारि भगवन् ! तुम्हे अम्हं सम्यक्त्वसामायिक श्रुतसामायिकदेशविरतिसामायिकआरोवावणिअं नंदिकरावणिअं देवे वंदावेह" तओ सूरी सेहं वामपासे ठवित्ता- वद्धंति आहि थुईहिं संघेण समं देवे वंदेइ, जाव मम दिसंतु । તતઃ “श्रीशान्तिनाथ आराधनार्थं करेमि काउस्सग्गं वंदणवत्तिआए०" इत्यादि, सत्तावीसुस्सासं काउस्सग्गं करेइ, श्रीशान्ति इत्यादिस्तुतिं च भणति, ततो “ द्वादशाङ्गी आराधनार्थं करेमि काउस्सग्गं वंदणवत्तिआए०"
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy