SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૮૧ જેથી પોતાની સામગ્રીનું સાફલ્ય ભગવાનની ભક્તિમાં થાય. વળી, ધર્મના સ્થાનરૂપ ઉપાશ્રયમાં મુહપત્તિ, જપમાળા, આદિ ઉચિત સામગ્રીઓ મૂકે, જેથી ધર્મ ક૨વા આવનારા અન્ય શ્રાવકોને પણ ધર્મારાધના ક૨વામાં તે ઉપકારક બને. વળી વર્ષાઋતુમાં શ્રાવકાદિને બેસવા માટે કેટલાક પટ્ટકાદિ કરાવે જેથી વર્ષાકાળમાં જમીન ઉપર જીવોત્પત્તિ વગેરેની સંભાવનાને કારણે તે પટ્ટકાદિ પર બેસીને શ્રાવકો ઉચિત ધર્મ પ્રવૃત્તિ કરી શકે. વળી, પ્રતિવર્ષ સૂત્રાદિથી પણ=વસ્ત્રાદિની સામગ્રીથી પણ, સંઘપૂજા કરે. કેટલાક સાધર્મિકવાત્સલ્યાદિ કરે જેનાથી સમાનધર્મીઓ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ થાય અને ધર્મનો પક્ષપાત વિશુદ્ધ-વિશુદ્ધતર બને, જેથી દર્શનશુદ્ધિ થાય. વળી, પ્રતિદિવસ કેટલાક કાઉસગ્ગ, સ્વાધ્યાય, જપ આદિ કરે, જેથી દેશવિરતિની વિશેષ પ્રકારની શક્તિનો સંચય થાય. વળી, દિવસે નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરે અને રાત્રે દિવસચરિમરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે. દિવસમાં બે વખત અથવા એક વખત પ્રતિક્રમણાદિ કરે. આ પ્રકારની શ્રાદ્ધવિધિની વૃત્તિમાં બતાવેલી પ્રવૃત્તિ કરવાથી સમ્યક્ત્વકાળમાં પણ કંઈક દેશવિરતિની શક્તિનો સંચય થાય છે. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે ‘આ રીતે શ્રાદ્ધવિધિમાં બતાવ્યું તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ અવિરત અવસ્થામાં હોય ત્યારે વિરતિના પરિણામનો અભાવ હોવાથી પચ્ચક્ખાણ પ્રતિક્રમણાદિ વિરતિધર્મને સ્વીકારે તો તાત્ત્વિક દેશવિરતિગુણસ્થાનકનો લોપ થાય; કેમ કે પાંચમું ગુણસ્થાનક તેણે સ્વીકાર્યું નથી અને પાંચમા ગુણસ્થાનકની ક્રિયા કરે તે કઈ રીતે યુક્ત ગણાય ? અને તેમ સ્વીકારીએ તો તે ક્રિયા ક૨ના૨ જીવ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં છે તેમ કહી શકાય નહિ; કેમ કે પાંચમા ગુણસ્થાનકની ક્રિયા તે કરે છે. વળી, પાંચમું ગુણસ્થાનક તે ક્ષયોપશમભાવથી થનારું છે. તેને યત્નપૂર્વક પ્રગટ કર્યા વગર માત્ર પાંચમા ગુણસ્થાનકની પ્રતિક્રમણાદિ બાહ્યક્રિયાઓ કરવાથી પાંચમું ગુણસ્થાનક આવે નહિ. માટે પાંચમા ગુણસ્થાનકના મર્મને જાણીને પાંચમા ગુણસ્થાનકને અનુરૂપ ક્ષયોપશમભાવ પ્રગટે તે પ્રમાણે યત્ન કરીને પાંચમા ગુણસ્થાનકની ક્રિયા ક૨વી જોઈએ. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી શ્રાદ્ધવિધિની વૃત્તિમાં કહ્યું તેમ પચ્ચક્ખાણની ક્રિયા અને પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ, તેને ઉચિત કેમ કહી શકાય ? આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે. શાસ્ત્રાર્થનું અપરિજ્ઞાન છે; કેમ કે શાસ્ત્ર ચોથા ગુણસ્થાનકમાં વિરતિની ક્રિયા કરવાનો નિષેધ કરતું નથી. પરંતુ શાસ્ત્ર કહે છે કે આ ગુણસ્થાનકે પારમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ આવતો નથી. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ પણ પ્રતિદિન પચ્ચક્ખાણ કે પ્રતિક્રમણ કરે તો તે દોષરૂપ નથી. પરંતુ દ્રવ્યથી કરાયેલ તે દેશવિરતિની ક્રિયા પણ ગુણના પક્ષપાતરૂપ હોવાથી હિતનું કારણ છે. વળી, પારમાર્થિક વિરતિનો પરિણામ આત્મામાં પ્રગટ થયેલો ન હોય તોપણ વૃતોના સૂક્ષ્મબોધપૂર્વક અને ઉચિત વિધિપૂર્વક વ્રતગ્રહણાદિ ક્રિયા કરે તો તે વ્રતગ્રહણના માહાત્મ્યથી જ વ્રતગ્રહણ કર્યા પછી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલો તે વિરતિનો પરિણામ પ્રતિદિન ઉચિત ક્રિયાઓ કરવાથી વૃદ્ધિ પામે છે પરંતુ તે પાત પામતો નથી. તેથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ પચ્ચક્ખાણની ક્રિયા કે પ્રતિક્રમણની ક્રિયા કરે તે
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy