SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ સંદેહ કર્યા વગર જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિ કરવાનો પક્ષપાત કરવો જોઈએ. ત્યારપછી નિત્ય પોતાની શક્તિ અનુસાર ત્રણ વખત, બે વખત અથવા એક વખત જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદન કરવું જોઈએ. ગુરુવંદનને અનુકૂળ સામગ્રીના અભાવમાં નામ ગ્રહણપૂર્વક નિત્ય ગુરુને વંદન કરવું જોઈએ. એ રીતે=જે રીતે જિનપૂજાદિ કરવી જોઈએ એ રીતે, સામગ્રી હોતે છતે ગુરુ વિષયક બૃહદ્ અથવા લઘુવંદન કરવું જોઈએ. ગુરુવંદનને અનુકૂળ સામગ્રીના અભાવમાં નામગ્રહણપૂર્વક નિત્ય ગુરુને વંદન કરવું જોઈએ. વર્ષમાં અને ચાતુર્માસમાં અથવા પાંચ પર્વાદિમાં અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. માવજજીવ નવું અન્ન, પકવાન, ફલાદિનું દેવને સમર્પણ કર્યા વગર ગ્રહણ કરવું જોઈએ નહિ. નિત્ય નૈવેદ્ય-પકવાન આદિનું દેવને સમર્પણ કરવું જોઈએ. નિત્ય ચાતુર્માસિક ત્રય અથવા વાર્ષિક દીપોત્સવાદિમાં અષ્ટમંગલ આલેખન કરવાં જોઈએ. નિત્ય અથવા પર્વદિવસોમાં અથવા વર્ષમાં કેટલીક વાર ખાદ્ય સ્વાઘાદિ સર્વ વસ્તુઓનું દેવને અને ગુરુને પ્રદાનપૂર્વક ભોજન કરવું જોઈએ. પ્રતિમાસ અથવા પ્રતિવર્ષ મહાધ્વજપ્રદાનાદિના વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા, રાત્રિજાગરણ કરવું જોઈએ. નિત્ય વર્ષાદિમાં અથવા કેટલીકવાર ચૈત્યશાલાનું પ્રમાર્જન અને સમારચનાદિ=સમારકામ, વગેરે કરવાં જોઈએ. પ્રતિવર્ષ અથવા પ્રતિમાસ ચૈત્યમાં અગરુનું ઉત્તેપણ=ચૈત્યમાં અગરુનો ધૂપ કરવો જોઈએ, દીપક માટે પુમિકા, કેટલાક દીવાનું ઘી, ચંદનના ટુકડાદિનું અર્પણ કરવું જોઈએ. શાલામાં=પૌષધશાલામાં, મુખવસ્ત્ર=મુહપત્તિ, જપમાલા, પૂજણી, કચરો કાઢવા માટે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબલ આદિ મૂકવાં જોઈએ. વર્ષાઋતુમાં શ્રાવક આદિને બેસવા માટે કેટલીક પટ્ટકાદિ કરાવવી જોઈએ. પ્રતિવર્ષ સૂત્રાદિથી પણ સંઘપૂજા અને કેટલાંક સાધર્મિક-વાત્સલ્યાદિ કરવાં જોઈએ. દરરોજ કેટલાક કાયોત્સર્ગ, સ્વાધ્યાય અને ત્રિશત્યાદિનું ગુણન કરવું જોઈએ. નિત્ય દિવસે નમસ્કાર સહિત આદિનું પચ્ચખાણ=નવકારશી આદિનું પચ્ચખ્ખાણ, કરવું જોઈએ. અને રાત્રે દિવસચરિમ પચ્ચખ્ખાણ કરવું જોઈએ. બે વખત અથવા એક વખત પ્રતિક્રમણાદિ કરવાં જોઈએ. આદિમાં=શ્રાવકધર્મની આદિમાં, નિયમો છે આ સર્વ કર્તવ્યો છે.' (. ૮૪-૮૫) નr'થી શંકા કરે છે – આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે. અવિરતિ અવસ્થામાં વિરતિના પરિણામનો અભાવ હોતે છતે પ્રત્યાખ્યાન-પ્રતિક્રમણાદિ વિરતિધર્મના કર્તવ્યત્વના અંગીકારમાં તાત્વિક ગુણસ્થાનક અવસ્થાનો લોપ થશે. કેમ લોપ થશે ? તેથી કહે છે – ચોથા ગુણસ્થાનકમાં પાંચમા ગુણસ્થાનક આદિની ક્રિયાનું કરણ યુક્તિયુક્ત નથી જ; કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકની હાતિની પ્રસક્તિ છે. અને વળી, “અમારા આદિની બાહ્ય ઔદયિકભાવની ઉદ્ભૂત એવી ક્રિયાથી આકૃષ્ટ એવા ક્ષાયોપશમાદિભાવમાં થનારાં ગુણસ્થાનકો આવતાં નથી.' એ પ્રમાણે કોઈ કહે તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે શાસ્ત્રાર્થનું અપરિજ્ઞાન છે. કેમ અપરિજ્ઞાન છે ? તે સ્પષ્ટ કરે છે – ચોથા ગુણસ્થાનકમાં વિરતિની ક્રિયાનું કરણ શાસ્ત્રમાં નિષિદ્ધ નથી પરંતુ પારમાર્થિક અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ નિષિદ્ધ છે તે=વિરતિનો પરિણામ, અવિદ્યમાન પણ વિશુદ્ધ વ્રતગ્રહણ આદિની
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy