SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧૬૫ रतिं न करोति ४ । विषयेषु न गृद्धिं कुर्यात् ५ । तीव्रारम्भं न करोति करोति चेदनिच्छन्नेव ६ । गृहवासे पाशमिव मन्यमानो वसेत् ७ । सम्यक्त्वान्न चलति ८ । गड्डरिकप्रवाहं त्यजति ९ । आगमपुरस्सरं सर्वाः क्रियाः करोति १० । यथाशक्ति दानादौ प्रवर्त्तते ९१ । विह्नीको निरवद्यक्रियां कुर्वाणो न लज्जते १२ । संसारगतपदार्थेषु अरक्तद्विष्टो निवसति १३ । धर्मादिस्वरूपविचारे मध्यस्थ: स्यात्, न तु मया अयं पक्षोऽङ्गीकृत इत्यभिनिवेशी १४ । धनस्वजनादिषु सम्बद्धोऽपि क्षणभङ्गुरतां भावयन्नसम्बद्ध इवास्ते १५ । परार्थम् अन्यजनदाक्षिण्यादिना भोगोपभोगेषु प्रवर्त्तते, तु स्वतीवरसेन १६ । वेश्येव निराशंसो गृहवासं पालयतीति १७ । कृतं प्रासङ्गिकलक्षणप्ररूपणया । ટીકાર્ય : अनोपयोगित्वात् નક્ષળપ્રરૂપળવા । અહીં=ભાવશ્રાવકના જ્ઞાનમાં, ઉપયોગીપણું હોવાથી પૂર્વસૂરિપ્રણીત ભાવશ્રાવકનાં લિંગો ‘ધર્મરત્ન પ્રકરણ' માં જે પ્રમાણે બતાવાયાં છે તે પ્રમાણે બતાવે છે=પ્રસ્તુત ગ્રંથમાં બતાવે છે, તે આ પ્રમાણે – “૧. કૃતવ્રત કર્મવાળો અને ૨. શીલવાન ૩. ગુણવાન ૪. ઋજુવ્યવહારી ૫. ગુરુ પાસેથી ધર્મશ્રવણ કરનારો ૬. પ્રવચનમાં કુશલ ભાવશ્રાવક છે.” (ધર્મરત્ન પ્રકરણ ગા. ૩૩) કૃતવ્રત કર્મનો અર્થ કહે છે 1 કરાયેલું=સેવાયેલું, વ્રત વિષયક કર્મ=કૃત્ય, જેના વડે તે કૃતવ્રતકર્મવાળો છે. હવે એને જ કૃતવ્રતકર્મવાળાને જ, સપ્રભેદ કહે છે. “ત્યાં આકર્ણન - જાનન - ગ્રહણ - પ્રતિસેવનમાં ઉદ્યુત કૃતવ્રતકર્મવાળો ચાર પ્રકારનો છે તેનો=કૃતવ્રતકર્મવાળાનો આ ભાવાર્થ છે.” (ધર્મરત્ન પ્રકરણ, ગાથા-૩૪) ત્યાં=વ્રતના વિષયમાં, આકર્ણન=વિનય-બહુમાન દ્વારા વ્રતનું શ્રવણ છે. જ્ઞાન=વ્રતના ભંગના ભેદો અને અતિચારોનો સમ્યગ્બોધ છે. ગ્રહણ=ગુરુની સમીપમાં ઇત્વરકાલ માટે કે યાવત્કાલ માટે વ્રતનો સ્વીકાર છે. આસેવન=સમ્યક્પાલન છે. હવે શીલવાનનું સ્વરૂપ બીજું લક્ષણ=ભાવશ્રાવકનું બીજું લક્ષણ, ‘યથા’થી બતાવે છે “૧. આયતન=ધર્મીજનની સાથે મળવાનું સ્થાન, સેવે છે, ૨. અકાર્યમાં પરગૃહના પ્રવેશનું વર્જન કરે છે. ૩. નિત્ય અનુગ્ભટવેશવાળો હોય, ૪. સવિકારવાળાં વચનો બોલે નહીં, ૫. બાલક્રીડાનો પરિહાર કરે, ૬. મધુરનીતિથી કાર્યોને સાધે. આ છ પ્રકારના શીલયુક્ત અહીં=ભાવશ્રાવકના લક્ષણમાં, શીલવાળો જાણવો.” (ધર્મરત્ન પ્રકરણ, ગાથા-૩૭-૩૮) આયતનનો અર્થ કહે છે - ધર્મીજનના મિલનનું સ્થાન આયતન છે અને કહેવાયું છે “જ્યાં ઘણા સાધર્મિકો શીલવાળા, બહુશ્રુત ચારિત્રાચારથી સંપન્ન છે તે આયતન જાણવું:" – -
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy