SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ઉન્માર્ગદશક છો, નિદ્ભવ છો, મૂઢ છો, મંદધર્મ છો એ પ્રમાણે સમ્યફ ઉપદેશ આપતા સાધુની ખરંટના કરતો આ=શ્રાવક, ખરંટ સમાન છે. ૫૮ જે પ્રમાણે સ્પર્શ કરતા નરને નરમ અશુચિ-દ્રવ્ય ખરડે છે એ રીતે અનુશાસક પણ ગુરુને દૂષણ કરતો ખરંટક કહેવાય છે. II . નિશ્ચયથી નિશ્ચય નયથી ખરંટતુલ્ય અને સપત્ની તુલ્ય પણ મિથ્યાત્વી છે. વળી, વ્યવહારથી=વ્યવહારનયથી તેઓ શ્રાવકો છે. જે કારણથી જિનગૃહાદિમાં=જિનાલયાદિમાં, જાય છે.” I૧૦. આ પ્રસંગથી સર્યુ. ભાવાર્થ - ભાવશ્રાવકના ભેદો : અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે જેઓને આ દેવ છે, આ ગુરુ છે અને આ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ છે એવો સૂક્ષ્મબોધ નથી અને તેના કારણે દેવાદિતત્ત્વનું સૂક્ષ્મબોધપૂર્વક શ્રદ્ધાન નથી પરંતુ તેવા પ્રકારના આજીવિકાના હેતુથી કે તેવી મુગ્ધતાથી શ્રાવક આકારને ધારણ કરતા હોય તેઓ દ્રવ્યશ્રાવક જ જાણવા. વળી, જેઓ પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે વિધિપૂર્વક સાધુ પાસેથી ધર્મશ્રવણ કરે છે અને તે પૂર્વક વ્રતો સ્વીકાર્યા છે તે ભાવશ્રાવક છે; કેમ કે “આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે જેણે શાસ્ત્રમર્યાદા અનુસાર સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે અને સાધુ પાસેથી પ્રતિદિન ધર્મકથા સાંભળે છે તે ભાવશ્રાવક છે. તેથી જેણે સમ્યક્ત અને દેશવિરતિ વ્રતો સ્વીકાર્યા છે અને પ્રતિદિન સાધુ પાસેથી શાસ્ત્ર ભણતો હોય તેવા શ્રાવક ભાવશ્રાવક છે અને તે ભાવશ્રાવક પણ ત્રણ ભેટવાળા છે. ૧. અવિરત સમ્યગ્દષ્ટિ. ૨. પાંચ અણુવ્રતને ધરનારા. ૩. ગુણવ્રત અને શિક્ષાવ્રત ધરનારા ઉત્તર ગુણધારી. જે ત્રણ ભેદોનું વર્ણન ગ્રંથકારશ્રી વ્રતના ભાગાના અધિકારમાં આગળમાં બતાવશે. વળી, આગમમાં, ૪-૪ પ્રકારના શ્રાવકના ભેદો કહ્યા છે તે ૪ ભેદો સાધુની સાથે તેઓના વર્તનને આશ્રયીને બતાવ્યા છે. તેથી પ્રસ્તુત શ્રાવક કરતાં તેઓ જુદા છે તેમ માનવાની આવશ્યકતા નથી પરંતુ પ્રસ્તુતમાં રહેલા ભાવશ્રાવકના ભેદોમાં તે સર્વભેદોનો અવતાર છે; કેમ કે વ્યવહારનય શ્રાવકપદની વ્યુત્પત્તિ જે પ્રકારે કરે છે તે પ્રકારની આચરણા કરનારા આ સર્વ ભેદોવાળા શ્રાવકો હોય છે. વળી, નિશ્ચયનય શોક્ય જેવા અને ખરંટના કરનારા શ્રાવકોને ભાવશ્રાવક તરીકે સ્વીકારતો નથી; કેમ કે શ્રાવકના સર્વ આચારો તેઓ પાળે છે તોપણ વિવેક વગરના હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. આથી જ સાધુ સાથે વિવેક વગરનું વર્તન કરે છે તેથી તેઓને નિશ્ચયનય દ્રવ્યશ્રાવક કહે છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy