SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ | પ્રાસ્તાવિક “સમકિતદાયક ગુરુ તણો પચ્યુવચાર ન થાય, ભવ કોડાકોડી કરી કરતા સર્વ ઉપાય.” 3 મોહ અને અજ્ઞાનને કારણે કાલપુટ વિષ જેવા વિષમ વિષયકષાયના તોફાની વમળમાં ઘેરાયેલ ભવ્ય જીવને શુદ્ધ ધર્મનું પ્રદાન કરી ધર્મશ્રવણ નૌકા દ્વારા હેમખેમ કિનારે પહોંચાડનાર, ૮૪ લાખ જલનિધિ તરણ પ્રવહણ, ભવોદધિત્રાતા, ભવ્યજીવ પ્રતિબોધક, સૂક્ષ્મતત્ત્વવિવેચક, અધ્યાત્મસંપન્ન ભાવાચાર્યના લક્ષ્યને સ્મૃતિમાં રાખી પ્રવ્રજ્યા પર્યાયને પરોપકારમાં પ્રવર્તાવતા ધર્મતીર્થક્ષક, શ્રુતરક્ષક, સમ્યક્શાન દાતા અનન્યોપકારી અનુપમેય ગુરુવર્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના પાદ પંકજે મુજ પાપાત્માના નત મસ્તકે અનંતાનંત કોટિશઃ વંદન હોજો... મોક્ષના એક માત્ર કારણ એવા ચારિત્રને વેશથી અર્પણ કરી સ્વની નિશ્રામાં સારણાદિ દ્વારા ધર્મનો ખરો મર્મ સમજાવી સંયમ૨થને મોક્ષપથ પર આગળ ધપાવવા માટે કટિબદ્ધ એવા હિતચિંતકચારિત્રસંપન્ન વિદૂષી સાધ્વીરત્ના પરમપૂજ્ય ગુરુવર્ય ચારુનંદિતાશ્રીજી મ.સા.ની કૃપા મુજ પર સદા વરસતી રહો, એવી અંતરની અભિલાષા. સ્વાસ્થ્યની પ્રતિકૂળતામાં આત્માની સ્વસ્થતા દ્વારા સમાધિ આપનાર, બીજાના દોષોને ખમી ખાવાનો અનુપમ ગુણ ધરાવનાર, સ્વ નામને સાર્થક કરવામાં તત્પર એવા શતાધિક શ્રમણી ગચ્છ પ્રવર્તક હિતકાંક્ષી પ્રવર્તની વિદૂષી સાધ્વીરત્ના પરમોપકારી પરમપૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા. - દાદીગુરુના આશીર્વાદથી મારું સંયમજીવન નંદનવન સમુ બની રહે તેવી અભ્યર્થના. અગૃહીતા સંકેતાને પણ પ્રાજ્ઞ કહેવડાવે એવી મંદબુદ્ધિવાળી મને - એક પથ્થરને ધીરતા ધૈર્યગુણથી સાત્ત્વિક વાર્ત્યના ટાંકણાથી ઘડનાર, સાધુજીવનના હાર્દને સમજાવનાર અને પ્રસ્તુત ગ્રંથની સંકલના માટે યોગ્ય બનાવનાર શિલ્પી એવા સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ પંડિતની મુજ પર વડીલ તરીકેની છત્રછાયા દશવિધયતિધર્મના પાલનરૂપ સંયમજીવનમાં સદા રહે. ‘સહાય કરે તે સાધુ’ને સાર્થક કરતા રત્નત્રયીની આરાધનામાં સહાય ક૨ના૨ - ખાસ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે અનુકૂળતા કરી આપનાર ગુરુભગની અને લઘુભિગનીની હું સદા ઉપકૃત છું. “જા સંયમપંથે દીક્ષાર્થી તારો પંથ સદા ઉજમાળ રહે...” અંતરના આશીર્વાદની દીક્ષાની રજા આપી એક જ ભવમાં નવો જન્મ આપનાર ભૌતિક ઉપકારી માતુશ્રી ચંદ્રાબહેન અને પિતાશ્રી સૂર્યકાન્તભાઈ તથા પરિવારજનનો ઉપકાર કૃતજ્ઞતા ગુણથી કહી વિસરાય તેમ નથી. - રાજનગરની ધન્ય ધરા જેણે સન્માર્ગદાતા-મોક્ષમાર્ગ પ્રરૂપક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાલખીના દર્શન કરાવ્યા અને અનેક મહાત્માઓનો મેળાપ કરાવી નામથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy