SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ ૩. નિર્વેદ - નિર્વેદ ભવવૈરાગ્ય છે. સમ્યગ્દર્શનવાળો જીવ દુઃખ અને દૌર્ગત્યથી ગહન ભવરૂપી કેદખાનામાં કર્મદંડરૂપ પાશિકો વડે તે પ્રકારે કર્થના કરાતો પ્રતિકાર કરવા માટે અસમર્થ ભાવમાં રાખનારાં કર્મોનો પ્રતિકાર કરવા માટે અસમર્થ અને મમત્વરહિત દુઃખથી નિર્વેદ પામેલો હોય છે. જેને કહે છે – અકૃત પરલોકના માર્ગવાળો=પરલોક માટે સંપૂર્ણ ઉદ્યમ થાય તેવા સર્વવિરતિરૂપ માર્ગને નહીં સેવનારો, મમતારૂપ વિષના વેગથી રહિત એવો સમ્યફદષ્ટિ જીવ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યભવોમાં નિર્વેદને કારણે દુ:ખે વસે છે.” (ધર્મસંગ્રહણી ૮૧૦, વિંશતિવિંશિકા ૬/૧૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ - ૫૭). અન્ય વળી સંવેગ અને નિર્વેદનો વિપરીત અર્થ કરે છે અર્થાત્ સંવેગનો જે અર્થ કર્યો તે નિર્વેદનો અર્થ કરે છે અને નિર્વેદનો જે અર્થ કર્યો તે સંવેગનો અર્થ કરે છે. સંવેગ ભવતો વૈરાગ્ય છે, નિર્વેદ મોક્ષનો અભિલાષ છે. ૪. અનુકંપા :- અનુકંપા દુઃખિતોમાં દુખી જીવોમાં, અપક્ષપાતથી દુખના નાશની ઇચ્છા, વળી પક્ષપાતથી કરુણા વાઘ આદિને પણ પુત્રાદિમાં છે જ. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યથી શક્તિ હોતે છતે દુઃખના પ્રતિકારથી છે, ભાવથી આર્દ્ર હદયપણાથી છે. જેને કહે છે – ભયંકર એવા ભવસાગરમાં પ્રાણીના સમૂહને દુઃખાર્ત જોઈને=શારીરિક માનસિક દુઃખોથી પીડા પામતા જોઈને, સામર્થ્યથી=સ્વશક્તિ અનુસાર, બંને પ્રકારની પણ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની પણ, અનુકંપા અવિશેષથી કરે છે=પક્ષપાત વિના કરે છે.” (ધર્મસંગ્રહણી ૮૧૧, વિંશતિવિંશિકા ૬/૧૨, શ્રાવકપ્રજ્ઞપ્તિ ૫૮) ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૫. આસ્તિક્ય :- “છે એ પ્રકારની મતિ આવે છે એ આસ્તિક. તેનો ભાવ આસ્તિકનો ભાવ, અથવા આસ્તિક કર્મ તે આસ્તિક્ય. આ રીતે આસ્તિક્યની વ્યુત્પત્તિ બતાવ્યા પછી તેનો ફલિતાર્થ બતાવે છે – તત્વાન્તરના શ્રવણમાં પણ જિવોક્ત તત્વના વિષયમાં નિરાકાંક્ષા પ્રતિપતિ=નિઃસંદેહ રચિ, આસ્તિક્ય છે. “તદાન =આસ્તિક્યવાન, આસ્તિક એ પ્રમાણે કહેવાય છે. જેને કહે છે – “શુભ પરિણામવાળો કાંક્ષાદિ વિશ્રોતસિકા રહિત જીવ ‘તે જ સત્ય છે, નિઃશંક છે જે ભગવાને કહ્યું છે. (એમ) સર્વ માને છે (તે આસ્તિક છે).” (ધર્મસંગ્રહણી ૮૧૨, વિંશતિવિંશિકા ૬/૧૪, શ્રાવકપ્રજ્ઞપ્તિ - ૫૯) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. જ્યાં પણ શાસ્ત્રના અધ્યયનકાળમાં જે સ્થાનમાં પણ, આને=સમ્યગ્દષ્ટિ જીવને, મોહના વશથી= ભગવાનના વચનના તાત્પર્યના નિર્ણયમાં મતિની દુર્બલતાના વશથી, ક્યાંક સંશય થાય છે=આ શાસ્ત્રવચનથી આ અર્થ છે કે અન્ય અર્થ છે ? એ પ્રકારનો સંશય થાય છે, ત્યાં પણ=સંશયના સ્થાનમાં પણ, “'=આ=‘તમેવ સર્ઘ' ઈત્યાદિ વચનરૂપ રુચિ, અપ્રતિહતા અર્ગલા છે=અખ્ખલિત અર્ગલા છે=સમ્યત્વનો નાશ ન કરે તેવી સખ્યત્ત્વના રક્ષણ કરનારી અર્ગલા છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy