SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ બે ભેદમાંથી એક-એક પણ, દેવવિષયના અને ગુરૂવિષયના ભેદથી બે પ્રકારનું છે. તેમાં લૌકિક અને લોકોત્તર બે ભેદવાળા મિથ્યાત્વમાં, , ૧. લૌકિક દેવગત મિથ્યાત્વ : હરિ, હર, બ્રહ્માદિ લૌકિકદેવોને પ્રણામ-પૂજાદિ દ્વારા અને તેમના ભવનમાં ગમનાદિ દ્વારા તે-તે દેશમાં પ્રસિદ્ધ અનેકવિધ લૌકિકદેવગત મિથ્યાત્વ જાણવું. ૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વઃ બ્રાહ્મણ, તાપસાદિ લૌકિક ગુરુઓને નમનાદિકરણ, તેની આગળ પતન પગમાં પડવું, તેની આગળ નમઃ શિવાય ઈત્યાદિ કહેવું, તેની કથાનું શ્રવણ, તેના વડે કહેવાયેલા ક્રિયાના કરણથી અને કથાશ્રવણ બહુમાનકરણાદિ દ્વારા લૌકિક ગુરુગત પણ મિથ્યાત્વ વિવિધ છે. ૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ : વળી, પરતીર્થિક સંગૃહીત જિનબિંબ-અર્ચનાદિ દ્વારા, અને ઈહલોક માટે જિનયાત્રાગમન માનન આદિ દ્વારા લોકોત્તર દેવગત મિથ્યાત્વ થાય. ૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ : વળી, પાર્થસ્થાદિમાં ગુરુત્વબુદ્ધિથી વંદનાદિ દ્વારા અને ગુરુતૂપ આદિમાં ઐહિક ફલ માટે યાત્રા-ઉપાચિતાદિ દ્વારા લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે. એ પ્રમાણે ભેદચતુષ્ટય છે=મિથ્યાત્વના ચાર ભેદો છે તે=મિથ્યાત્વની પરિહાણિથી સમ્યક્ત થાય છે તેમ પૂર્વમાં કહ્યું કે, “દર્શનશુદ્ધિ પ્રકરણમાં કહેવાયું છે – - “બે પ્રકારનું લૌકિક મિથ્યાત્વ દેવગત, ગુરુગત જાણવું. લોકોત્તર પણ બે પ્રકારનું છે દેવગત અને ગુરુગત. ચાર ભેદવાળા મિથ્યાત્વનો ત્રિવિધ-ત્રિવિધથી જે ત્યાગ કરે છે તે જીવને સ્પષ્ટ અકલંક સમ્યક્ત થાય છે.” (સંબોધ પ્રકરણ સમ્ય. ગા. ૪૪-૪૫) ત્રિવિધ-ત્રિવિધ એ પ્રકારના આમાંગકથનમાં, ભાવનાને આ પ્રમાણે કહે છે – “આ રીતે અનંતરમાં કહેવાયેલું મિથ્યાત્વ સ્વયં જ કરું, તે કરે, અન્ય વડે કરાયેલું સારું કરાયું (એ પ્રમાણે) મનથી વિચારે નહિ. (સંબોધ પ્રકરણ, સમ્ય. ગા. ૪૬) આ રીતે=જે રીતે મનથી કરણ, કરાવણ, અનુમોદનનો નિષેધ કર્યો એ રીતે, વાણીથી હું કરું, અન્ય કરે (એ પ્રમાણે) ન બોલે અને અન્યને તું કર (એ પ્રમાણે) ન બોલે, અન્ય વડે કરાયેલું પ્રશંસા કરે નહિ. કાયા વડે સ્વયં કરે નહિ. કરસંજ્ઞા, ભ્રમરપાદિ વડે અન્યને કરાવે નહીં અને અન્ય વડે કરાયેલું સારું કર્યું (એ પ્રમાણે) અચકૃત પ્રશંસા કરે નહિ.” (શ્રાદ્ધવિધિ પ્ર. ૩૨-૩૪) (ત્રિવિધ ત્રિવિધથી પ્રત્યાખ્યાત એવા મિથ્યાત્વનો મિથ્યાષ્ટિના સંસર્ગમાં કેવી રીતે અનુમતિરૂપ મિથ્યાત્વનો પ્રસંગ નથી ? એ પ્રમાણે કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે તારી વાત બરાબર નથી; કેમ કે અતિચારરૂપ તેનું પણ=મિથ્યાષ્ટિના સંસર્ગનું પણ, વર્જકીયપણા વડે કરીને ઉક્તપણું છે.
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy