SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ સંજોગોમાં ધર્મનો નાશ થતો હોય કે કોઈ મહાત્માને આપત્તિ આવી હોય તો તેના નિવારણ માટે ગૃહસ્થ પોતાના અર્થ-કામને ગૌણ કરીને પણ તે કૃત્ય કરવું જોઈએ; કેમ કે રક્ષણ કરાયેલો ધર્મ સર્વ ઇષ્ટને આપનારો છે. માટે ગૃહસ્થ ધર્મ-અર્થ-કામમાં પૂર્વપૂર્વની મુખ્યતા કરીને ગૃહસ્થજીવન જીવવું જોઈએ. જેથી આલોક અને પરલોકમાં એકાંતે સુખની પરંપરા પ્રાપ્ત થાય. ૨૯ll ટીકા - तथा प्रतिषिद्धो देशोऽदेशः, प्रतिषिद्धः कालोऽकालः, तयोरदेशाकालयोरचरणं चरणाभावः, अदेशाकालचारी हि चौरादिभ्योऽवश्यमुपद्रवमाप्नोति ३० ।। ટીકાર્ય : તથા .... મનોતિ છે અને પ્રતિષિદ્ધ દેશ અદેશ છે, પ્રતિષિદ્ધ કાલ અકાલ છે. તે અદેશ અને અકાલમાં અચરણચરણનો અભાવ. દિ=જે કારણથી, અદેશ અકાલચારીને ચોરાદિ વડે અવશ્ય ઉપદ્રવ પ્રાપ્ત થાય છે. ૩૦૧ ભાવાર્થ :(૩૦) અદેશ અને અકાલમાં અચરણ તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે - જે દેશમાં શિષ્યલોકો જવાનો નિષેધ કરતા હોય, જે કાળમાં શિષ્યલોકો બહાર જવાનો નિષેધ કરતા હોય તેવા દેશમાં અને તેવા કાળમાં ગૃહસ્થ જવું જોઈએ નહિ; કેમ કે જે દેશમાં જવાથી ચોર, ઠગારા વગેરેના ઉપદ્રવ હોય તેવા સ્થાનમાં શિષ્યલોકો જવાનો નિષેધ કરે છે અને જે રાત્રિ આદિ કાળમાં બહાર જવાથી ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યાં શિષ્ટપુરુષો જવાનો નિષેધ કરે છે. આમ છતાં, અવિચારક ગૃહસ્થ વિચારે કે સાહસિકને કંઈ દુષ્કર નથી અને તેવા દેશમાં કે તેવા કાળમાં જાય તો ચોરાદિ વગેરેનો ઉપદ્રવ પામીને આલોકમાં પણ દુઃખી થાય અને ધનાદિનો કે દેહાદિનો નાશ થાય તો પરલોક સાધવામાં પણ વિપ્ન થાય છે. અને ક્વચિત્ દુર્બાન આદિથી મૃત્યુ થાય તો દુર્ગતિની પણ પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકી ગૃહસ્થ પ્રતિષિદ્ધ દેશમાં કે પ્રતિષિદ્ધ કાલમાં જવું જોઈએ નહિ. આર્તધ્યાન કે ક્લેશના પરિહારાર્થે વિવેકી ગૃહસ્થ પ્રતિષિદ્ધ દેશ અને પ્રતિષિદ્ધ કાલનો પરિહાર કરે તે પણ ધર્મનું અંગ હોવાથી ગૃહસ્થનો સામાન્યથી ધર્મ છે. ૩૦મી ટીકા - तथा बलं शक्तिः, स्वस्य परस्य वा द्रव्यक्षेत्रकालभावकृतं सामर्थ्यम्, अबलमपि तथैव, तयोर्विचारणं पर्यालोचनम्, बलाबलपरिज्ञाने हि सर्वः सफल आरम्भः, अन्यथा तु विपर्ययः, यदाह"स्थाने शमवतां शक्त्या, व्यायामे वृद्धिरङ्गिनाम् । . યથાવત્નમરિષ્પો, નિતાને ક્ષયસમ્પઃ IIII” તિ
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy