SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ અનુસાર પોતાની સ્વાભાવિક જ્ઞાનાદિ શક્તિને અનુરૂપ તે તે ગુણો તેનામાં પ્રગટ થાય છે; કેમ કે તે તે ગુણોનાં આવારક કર્મોની પ્રચુરતા જેમનામાં છે. તેઓને ઘણા યત્નથી પણ તે તે ગુણો અલ્પ પ્રમાણમાં પ્રગટ થાય છે. અને જેમનામાં તે તે ગુણોનાં આવારક કર્મો શિથિલ છે તેઓને તે તે ગુણોને અનુકૂળ પ્રયત્ન અનુસાર તે તે ગુણો અતિશયતાથી પ્રાપ્ત થાય છે. જે જીવોમાં બુદ્ધિના આઠ ગુણોનાં આવારક કર્મો શિથિલ છે તેઓ, જો અતિશયથી પ્રયત્ન કરે તો શુશ્રુષાદિ ગુણો દ્વારા પ્રજ્ઞાના પ્રકર્ષવાળા થાય છે અને શુશ્રુષાદિ ગુણો દ્વારા પ્રજ્ઞાના પ્રકર્ષવાળા થયેલા જીવો ક્યારેય અકલ્યાણને પ્રાપ્ત કરતા નથી. તેથી ગૃહસ્થ અવશ્ય સ્વશક્તિને ગોપવ્યા વગર બુદ્ધિના આઠ ગુણોમાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો જોઈએ. ૨૪ ટીકા - तथा गुणेषु सौजन्यौदार्यधैर्यदाक्षिण्यस्थैर्यप्रियप्रथमाभिभाषणादिषु स्वपरयोरुपकारकारणेष्वात्मधर्मेषु, पक्षपातो=बहुमानं तत्प्रशंसासाहाय्यदानादिनानुकूला प्रवृत्तिः, गुणपक्षपातिनो हि जीवा अवन्ध्यपुण्यबीजनिषेकेणेहामुत्र च गुणग्रामसम्पदमारोहन्ति २५।। ।।११।। ટીકાર્ય : તથા ..... મારોત્તિ છે અને ગુણોમાં સૌજન્ય, ઔદાર્ય, વૈર્ય, દાક્ષિણ્ય, ધૈર્ય, પ્રિય એવું પ્રથમ અભિભાષણ આદિરૂપ સ્વ-પર ઉપકારના કારણ એવા આત્મધર્મમાં, પક્ષપાત=બહુમાન, તત્ પ્રશંસા સાહાધ્ય દાનાદિ દ્વારા અનુકૂલ પ્રવૃત્તિ=સૌજન્યાદિ ગુણોની પ્રશંસા અને તેવા ગુણવાળાઓને સહાય આપવા આદિથી તે ગુણવાળા જીવોને અનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. દિકજે કારણથી ગુણના પક્ષપાતી જીવો અવંધ્ય પુણ્યબીજના સિંચનથી આલોક અને પરલોકમાં ગુણના સમૂહની સંપદાને આરોહણ કરે છે. રૂપા ||૧૧|| ભાવાર્થ :(૨૫) ગુણોમાં પક્ષપાત તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે - ગુણોનો પક્ષપાત કરવો તે ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. તે ગુણો બતાવે છે – ૧. સૌજન્ય-સર્વ જીવો સાથે સૌજન્યપૂર્વક સજ્જનતાપૂર્વક, વર્તન કરવું. ૨. ઔદાર્ય સર્વ પ્રવૃત્તિઓમાં ઉદારતાપૂર્વક પ્રવૃત્તિ કરવી. ૩. ધર્યકઉચિત પ્રવૃત્તિઓ ધીરતાપૂર્વક કરવી. અર્થાત્ દુષ્કર પણ અનુષ્ઠાન ધીરતાપૂર્વક કરવાથી ક્રમે કરીને સમ્યક નિષ્પન્ન થાય છે. તેથી ધર્માનુષ્ઠાનમાં ધૈર્યપૂર્વક પ્રવૃત્તિ કરવી. અથવા વિષમ સંયોગો આવે તોપણ પૈર્યપૂર્વક તેનો ઉકેલ કરે પરંતુ દીનતા ધારણ ન કરે. ૪. દાક્ષિણ્ય બધા સાથે અનુકૂલપણાથી વર્તન કરે પરંતુ સ્વાર્થપૂર્વક વર્તન કરે નહિ. ૫. ધૈર્ય=દરેક પ્રવૃત્તિ વિચારીને સ્થિરતાપૂર્વક કરે. ચિત્તની અત્યંત અસ્થિરતા ધારણ કરે નહિ. ૩. કોઈની સાથે પ્રથમ સંભાષણ પ્રીતિ ઉત્પન્ન કરે તેવું કરે પરંતુ પ્રથમ સંભાષણ અપ્રિય કરે નહિ. ક્વચિત્ કોઈ પુરુષ કાર્ય બરાબર ન કરે તો
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy