SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર / શ્લોક-૫ થી ૧૪ ૬૧ જેમ કોઈ પુરુષ રૂપસંપન્ન હોય, સુંદર સ્ત્રીથી પરિવરેલો હોય, યુવાન હોય અને કિન્નરથી આરબ્ધ ગીતને સાંભળવામાં જે રીતે તત્પર હોય તે રીતે ગૃહસ્થ ધર્મ સાંભળવામાં તત્પર હોય. વળી, તે ધર્મશ્રવણથી શ્રાવકના ચિત્તમાં થયેલા ખેદાદિ દોષો દૂર થાય છે. અર્થાત્ કોઈક એવા વિષમ સંયોગોને કારણે મન ખિન્ન રહેતું હોય તો ધર્મના શ્રવણને કા૨ણે ચિત્ત પ્રસન્નતાને પામે છે. ખેદાદિ દોષો દૂર થાય છે. તેમાં સાક્ષી આપે છે. ધર્મ સાંભળવામાં વ્યાકુળ એવું ચિત્ત=પ્રવૃત્ત એવું ચિત્ત, કલાન્ત એવા ખેદને=ચિત્તને વિહ્વળ કરે તેવા ખેદને, દૂર કરે છે; કેમ કે ધર્મશ્રવણથી ચિત્ત બાહ્ય પદાર્થો પ્રત્યે નિરપેક્ષ બને છે. અને બાહ્ય પદાર્થની સાપેક્ષતાને કારણે વિષમ સંયોગોમાં ચિત્ત ખેદને પ્રાપ્ત કરે છે. બાહ્ય પદાર્થ પ્રત્યે નિરપેક્ષ થયેલ ચિત્ત જેમ મનનો ખેદ દૂર કરે છે તેમ કષાયોની તપ્ત અવસ્થાને શાંત કરે છે. વળી, પોતે મોહથી મૂઢ છે તેવા મૂઢને બોધ કરાવે છે. અર્થાત્ ધર્મશ્રવણથી તેને જ્ઞાન થાય છે કે મોહથી મૂઢને જ આ સર્વ ક્લેશો હોય છે. જેને મોહ નથી તેને જગતના બાહ્ય પદાર્થજન્ય કોઈ ઉપદ્રવ નથી. આ રીતે મૂઢને બોધ ક૨ાવીને ધર્મથી વાસિત ચિત્ત યોગમાર્ગને અનુકૂળ એવી સ્થિરતાને પ્રાપ્ત કરે છે. માટે ગૃહસ્થે પ્રતિદિન ધર્મશ્રવણ કરવું જોઈએ; કેમ કે પ્રતિદિન ધર્મશ્રવણથી ગૃહસ્થને ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય છે. માટે ગૃહસ્થ માટે ધર્મશ્રવણ પ્રધાન અંગ છે. ૨ા ટીકા ઃ तथा दया- दुःखितजन्तुदुः खत्राणाभिलाषः, दयालुर्हि सर्वसत्त्वहितकाङ्क्षितया परमयतनावान् सर्वमेव ધર્મ ક્ષમાતિસારમારાધવૃતિ, તવુ મ્—“ધર્મસ્ય યા મૂતમ્” [પ્રશમરતિ જા. ૬૮] રૂત્યાવિ ૨૩ ।। ટીકાર્ય : तथा • જ્ઞાતિ ।। અને દુ:ખિત જન્તુના દુઃખના ત્રાણનો અભિલાષ=દુઃખ દૂર કરવાનો અભિલાષ, દયા છે. જે કારણથી સર્વ જીવોનું હિતકાંક્ષીપણું હોવાને કારણે પરમયતનાવાળો દયાળુ જીવ ક્ષમાદિ સાર એવા સર્વ જ ધર્મનું આરાધન કરે છે. તે કહેવાયું છે=દયા સર્વધર્મનો સાર છે તે કહેવાયું છે. “ધર્મનું મૂળ દયા છે.” (પ્રશમરતિ કા. ૧૬૮) ઇત્યાદિથી અન્ય ઉદ્ધરણનો સંગ્રહ કરવો. ૨૩ા ભાવાર્થ : (૨૩) દયા તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે ઃ દયા ગૃહસ્થનો ધર્મ છે. દયાનું સ્વરૂપ બતાવે છે સંસારમાં દુઃખી જીવોને જોઈને તેઓના દુઃખને દૂર કરવાનો અભિલાષ તે દયા છે અને આવા દયાળુ જીવો બધા જીવોની હિતની કાંક્ષા રાખનારા હોય છે. તેથી સંસારના આરંભમાં પણ પરમ યત્નાવાળા હોય છે. તેથી તેવા સગૃહસ્થ ક્ષમાદિ સાર એવા સર્વધર્મનું આરાધન કરે છે; કેમ કે દયાળુ જીવની દયા
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy