SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ 'ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / શ્લોક-૫ થી ૧૪ त्वात्पूर्वनिपातः । यन्मनु: "उपाध्यायादृशाऽऽचार्य, आचार्याणां शतं पिता । सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ।।" [मनुस्मृतिः २।१४५] इति । माता जननी पिता जनकस्तयोरर्चनम् पूजनम्, त्रिसन्ध्यं प्रणामकरणेन परलोकहितानुष्ठाननियोजनेन, सकलव्यापारेषु तदाज्ञया प्रवृत्त्या, वर्णगन्धादिप्रधानस्य पुष्पफलादिवस्तुन उपढौकनेन, तद्भोगे भोगेन चानादीनां, तदीयव्रतविशेषोल्लङ्घनव्यापारादिलक्षणौचित्यातिक्रमवर्जनेनेति १३।। ટીકાર્ય :તથા . મિવર્ગનેતિ છે અને માતા-પિતાનો સમાસ સ્પષ્ટ કરે છે – માતા અને પિતા=માતાપિતરી “ ” એ પ્રકારના સૂત્રથી માતા-પિતાના સમાસમાં “મા” આ પ્રત્યય લાગ્યો, તેથી માતૃના સ્થાને માતા થયેલ છે. માતા-પિતાના સમાસમાં માતા અધિક પૂજનીય છે માટે પૂર્વમાં માતાનો નિપાત છે. માતા અધિક પૂજનીય કેમ છે ? તેમાં “મનુસ્મૃતિ'ની સાક્ષી આપતાં કહે છે – જે કારણથી મનુએ કહ્યું છે – “દશ ઉપાધ્યાય=એક આચાર્ય, સો આચાર્ય એક પિતા, હજાર પિતા એક માતા. તેથી માતા ગૌરવથી બધા કરતાં અધિક છે.” (મનુસ્મૃતિઃ ૨/૧૪૫) ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. માતા=જનની, પિતા=જનક, તે બંનેનું અર્ચન==ણ સંધ્યામાં પ્રણામ કરણ દ્વારા પૂજન, પરલોકમાં હિતકારી એવા અનુષ્ઠાનમાં નિયોજનથી=માતા-પિતાને પ્રવર્તાવવાથી પૂજન, સકલ વ્યાપારોમાં તેમની આજ્ઞાથી પ્રવૃત્તિ દ્વારા પૂજન, વર્ણ-ગંધાદિથી શ્રેષ્ઠ એવાં પુષ્પ-ફલાદિ વસ્તુઓ આપવા દ્વારા માતા-પિતાનું પૂજન, તેમના ભોગમાં માતા-પિતાના ભોગોમાં, અનાદિના ભોગથી પૂજવ=તેઓ જે વસ્તુ વાપરે તે વસ્તુ પોતે વાપરે, તે પ્રકારના ભોગથી માતા-પિતાનું પૂજન અને માતા-પિતાના વ્રતવિશેષતા ઉલ્લંઘનના વ્યાપારાદિ લક્ષણ ઔચિત્યનું અતિક્રમ તેના વર્જનથી માતા-પિતાનું પૂજન. ત્તિ” શબ્દ માતા-પિતાના પૂજનના સ્વરૂપની સમાપ્તિ માટે છે. ૧૩ ભાવાર્થ(૧૩) માતા-પિતાનું પૂજન તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે : માતા-પિતાનું પૂજન કરવું જોઈએ. માતા-પિતાના સમાસમાં પ્રથમ માતાને ગ્રહણ કરેલ છે. તેનું કારણ સર્વ કરતાં અધિક પૂજનીય માતા છે. તે પ્રમાણે મનુસ્મૃતિમાં કહેવાયેલું છે.
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy