SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४० ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ સગૃહસ્થ હંમેશાં ભય પામે છે. અર્થાત્ તેવાં કૃત્યો પોતાનાથી સેવન ન થાય તેની ચિંતા રાખે છે. તે પાપભીરુતા ગુણ છે. તેમાંથી જે કૃત્યો આલોકમાં અનર્થનાં કારણ હોય તે દૃષ્ટ અપાયનાં કારણ કહેવાય. જેમ ચોરી કરવાથી કે પરસ્ત્રી ગમન કરવાથી કે જુગાર રમવાથી આ લોકમાં પણ વિડંબના થવાના પ્રસંગો આવે છે તેથી કષાયને વશ થઈને ગૃહસ્થ તેવાં પાપો કરે નહિ; કેમ કે વર્તમાનમાં તેના અનર્થોનો વિચાર કરીને વિવેકીપુરુષ તે પાપોથી દૂર રહે છે. જે કૃત્યો પરલોકમાં અનર્થનાં કારણ હોય તે અદૃષ્ટ અપાયનાં કારણ કહેવાય. જેમ મદ્ય, માંસ, વગેરેનું સેવન શાસ્ત્રમાં કહેલી નરકાદિ યાતનાના ફલવાળું છે. તેથી પરલોકના અપાયનાં કારણ મદ્ય-માંસાદિ છે તેમ શાસ્ત્રવચનથી જાણીને ગૃહસ્થ તેના પરિવાર માટે યત્ન કરે છે અને સદા વર્તમાનના અનર્થના અને ભાવિના અનર્થના હેતુ એવાં પાપોનો દૂરથી ત્યાગ કરે છે. ૮ll ટીકા : तथा ख्यातस्य प्रसिद्धस्य तथाविधापरशिष्टसंमततया दूरं रूढिमागतस्य देशाचारस्य-सकलमण्डलव्यवहाररूपस्य भोजनाच्छादनादिचित्रक्रियात्मकस्य प्रपालनमनुवर्त्तनं, तदाचारातिलङ्घने तद्देशवासिजनतया सह विरोधसंभवेनाकल्याणलाभः स्यादिति, पठन्ति चात्र लौकिकाः- ... “यद्यपि सकलां योगी, छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं, मनसापि न लङ्घयेत् ।।१।।" इति ९।। ટીકાર્ય : તથા . તિ | અને દેશના પ્રસિદ્ધ એવા આચારોનું પાલન અને ખ્યાત=પ્રસિદ્ધeતેવા પ્રકારના બીજા શિષ્ટતે સંમતપણાને કારણે અત્યંત રૂઢિને પામેલ એવા દેશના આચારનું=સકલ મંડલના વ્યવહારરૂપ ભોજન, આચ્છાદનાદિ ચિત્ર ક્રિયારૂપ વ્યવહારનું પ્રપાલન-અનુવર્તન, ગૃહસ્થનો ધર્મ છે; કેમ કે તેના આચારના અતિસંઘનમાં–તે દેશના આચારતા અતિલંઘનમાં, તે દેશના વાસી જનપણાની સાથે વિરોધનો સંભવ હોવાને કારણે અકલ્યાણનો લાભ થાય અને અહીં=શાચારના પાલનના વિષયમાં, લૌકિકો કહે છે – ‘જો કે યોગી સકલ પૃથ્વીને છિદ્રોરૂપે જુએ છે તોપણ લૌકિક આચાર મનથી પણ લંઘન કરે નહિ. ll૧ તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૯ ભાવાર્થ :(૯) દેશના પ્રસિદ્ધ એવા આચારોનું પાલન તે સામાન્યથી ગૃહસ્થધર્મ છે - દેશના પ્રસિદ્ધ આચારોનું તેવા પ્રકારના બીજા શિષ્ટને સંમતપણાથી અત્યંત રૂઢિને પામેલ એવા દેશના આચારોનું, ગૃહસ્થ અનુવર્તન કરવું જોઈએ અર્થાત્ જે દેશમાં ગૃહસ્થ રહેતો હોય તે દેશમાં બીજા શિષ્ટ પુરુષો રહેતા હોય અને તેઓને જે પ્રકારના જીવનવ્યવહારના આચારો સંમત હોય તે આચારોનું સદ્દગૃહસ્થ પાલન કરવું જોઈએ; કેમ કે તે દેશના આચારોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે દેશમાં રહેતા અન્ય
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy