SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ અને પોતે ગુણવાન છે તેવું બતાવવા વડે કોઈ પ્રયોજન નથી; કેમ કે ગુણોમાં કરાયેલા યત્નથી જ ગુણ નિષ્પન્ન થાય છે. પોતાનું એ કથન દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – ઘંટ વગાડીને ગાયને વેચવા માટે પ્રયત્ન કરવામાં આવે તોપણ દૂધ નહિ આપતી ગાય વેચાતી નથી. પરંતુ દૂધ આપતી હોય તો વેચાય છે તેમ સ્વમુખે પોતાના ગુણોની પ્રશંસા કરવાથી ગુણો આવતા નથી. પરંતુ ગુણમાં યત્ન કરવાથી જ ગુણની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે જેઓ શિષ્ટાચારનું પ્રશંસન કરે તેઓમાં શિષ્ટ પુરુષોના ગુણો પ્રાપ્ત થાય છે. અન્ય પણ શિષ્ટાચારની પ્રશંસાને કહેનાર વચન બતાવે છે – સામાન્ય પણ શુદ્ધ મનુષ્યો પ્રસિદ્ધિમાં આવે છે અર્થાત્ ધનાદિ સમૃદ્ધિથી સામાન્ય હોય કે પ્રતિભાદિથી સામાન્ય હોય છતાં શુદ્ધાચારવાળા હોય તો લોકો તેઓ પ્રત્યે આદરથી જુએ છે; જ્યારે જેઓ શુદ્ધ આચારવાળા નથી અને પોતાના ગુણોના ગુણગાન કરે છે તેવા મોટા હોય અથવા સમૃદ્ધિવાળા હોય કે બોલવાની પ્રતિભાવાળા હોય તો પણ સુંદર આચારવાળા નહિ હોવાથી પ્રસિદ્ધિમાં આવતા નથી. તેમાં દૃષ્ટાંત બતાવે છે – હાથીના દાંત નાના હોવા છતાં સફેદ હોવાથી અંધકારમાં દેખાય છે. અને હાથી મોટો હોવા છતાં કાળો હોવાથી અંધકારમાં દેખાતો નથી. તે રીતે ગુણરહિત જીવો પ્રસિદ્ધિને પ્રાપ્ત કરતા નથી અને હાથીના દાંત જેવા નાનો પણ માણસો તેમના શુદ્ધ આચારથી પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે જેઓ હંમેશાં વિચારે છે તેઓનો શિષ્ટાચાર પ્રત્યેનો પક્ષપાત વધે છે તેથી તેઓમાં શિષ્ટોના આચારો પ્રગટ થાય છે. આ ટીકા - तथा अरयः शत्रवस्तेषां षड्वर्गोऽयुक्तितः प्रयुक्ताः कामक्रोधलोभमानमदहर्षाः, यतस्ते शिष्टगृहस्थानामन्तरङ्गाऽरिकार्यम् कुर्वन्ति, तत्र-परपरिगृहीतास्वनूढासु वा स्त्रीषु दुरभिसन्धिः कामः, अविचार्य परस्यात्मनो वापायहेतुरन्तर्बहिर्वा स्फुरणात्मा क्रोधः, दानाहेषु स्वधनाप्रदानम् अकारणपरधनग्रहणं च लोभः, दुरभिनिवेशारोहो युक्तोक्ताग्रहणं वा मानः, कुलबलैश्वर्यविद्यारूपादिभिरहङ्कारकरणं परप्रधर्षनिबन्धनं वा मदः, निर्निमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य द्यूतपापाद्यनर्थसंश्रयेण वा मनःप्रमोदो हर्षः । ततोऽस्यारिषड्वर्गस्य त्यजनमनासेवनम् । एतेषां च त्यजनीयत्वमपायहेतुत्वात् यदाह “दाण्डक्यो नाम भोजः कामात् ब्राह्मणकन्यामभिमन्यमानः सबन्धुराष्ट्रो विननाश, करालश्च वैदेहः १ क्रोधाज्जनमेजयो ब्राह्मणेषु विक्रान्तस्तालजङ्घश्च भृगुषु २ लोभादैलश्चातुर्वर्ण्यमत्याहारयमाणः, सौवीरश्चाजबिन्दुः ३ मानाद्रावणः परदारानप्रयच्छन् दुर्योधनो राज्यादंशं च ४ मदाद्दम्भोद्भवो भूतावमानी, हैहयश्चार्जुनः ५ हर्षाद्वातापिरगस्त्यमभ्यासादयन्, वृष्णिसङ्घश्च द्वैपायनम् ।” [कौटिलीयम् अर्थशास्त्रम्-१।६] इति ४।।
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy