SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩-૪ આ કથનથી શું ફલિત થાય ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – આ રીતેeષોડશક ગ્રંથની સાક્ષીથી જે ધર્મનું લક્ષણ બતાવ્યું એ રીતે, શુદ્ધ અનુષ્ઠાનથી જન્ય =પુષ્ટિશુદ્ધિવાળા ચિત્તથી યુક્ત એવા અનુષ્ઠાનથી જન્ય, કર્મમલના અપગમ(નાશ)રૂપ સમ્યગ્દર્શનાદિ ગુણો છે તે નિર્વાણના બીજ છે અને નિર્જરાના લાભના ફળવાળી એવી જીવની શુદ્ધિ તે ધર્મ છે અને તે ભાવધર્મરૂપ છે. અને જે અહીં= પ્રસ્તુત ગ્રંથમાં, અવિરુદ્ધ વચનથી અનુષ્ઠાન ધર્મ કહેવાય છે, તે ઉપચારથી ધર્મ છે. અર્થાત્ ભાવધર્મની પ્રાપ્તિમાં કારણભૂત એવા અનુષ્ઠાનમાં ધર્મનો ઉપચાર કરાયો છે. જેમ પગના રોગનું કારણ અનવલોદક છે તે અનવલોદકને પાદરોગ તરીકે વ્યવહારથી કહેવાય છે. આ રીતે કથન કરવાથી એ ફલિત થાય કે વ્યવહારધર્મ અને ભાવધર્મ બંનેનું લક્ષણ ગ્રંથકારશ્રીના કથનથી ઉપપાદન થાય છે; કેમ કે ભાવધર્મનું સ્વરૂપ દ્રવ્યધર્મમાં ઉપચારથી જ સંભવે છે અને દ્રવ્યધર્મ અને ભાવધર્મ તે બંને પરસ્પર અનુગત છે તેમ ત્યાં ત્યાં પ્રસિદ્ધ છે. આશય એ છે કે શાસ્ત્રોમાં તે તે સ્થાને કહ્યું છે કે જીવ અનુષ્ઠાનાત્મક દ્રવ્યધર્મ કરે તેનાથી જ ભાવધર્મ પ્રગટ થાય છે. ફક્ત પ્રણિધાનાદિ આશયપૂર્વક અનુષ્ઠાન કરે તો તે અનુષ્ઠાન ભાવધર્મથી સંવલિત હોય છે. અને પ્રણિધાનાદિ આશય વગર અનુષ્ઠાન કરે તો તે અનુષ્ઠાન બાહ્યથી તદશ જણાવા છતાં ઉત્તરઉત્તરના ભાવધર્મની નિષ્પત્તિનું કારણ બનતું નથી. આથી જે સાધક આત્મા, પ્રણિધાનાદિ આશયથી યુક્ત તે તે અનુષ્ઠાન કરે છે તેનાથી તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય એવો રત્નત્રયીનો પરિણતિરૂપ ઉત્તરનો ભાવધર્મ અવશ્ય પેદા થાય છે. માટે દ્રવ્યધર્મ અને ભાવધર્મ પરસ્પર અનુગત છે તેમ શાસ્ત્રમાં તે તે સ્થાને કહેવાયું છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા મૈત્યાદિ ચાર ભાવોનું સ્વરૂપ સમ્યક જાણીને તે ચાર ભાવોથી આત્મા વાસિત થાય તે રીતે ઉપયોગપૂર્વક યત્ન કરે અને તે ભાવોથી વાસિત થયેલું ચિત્ત, કોઈક ઉચિત ધર્માનુષ્ઠાન કરવા પ્રવૃત્ત થાય ત્યારે ગુણવાનની ભક્તિરૂપ અનુષ્ઠાન હોય તો આ ગુણવાન પુરુષની ભક્તિ કરીને હું મારા આત્મામાં તે તે ગુણો પ્રગટ કરું તેવો પ્રણિધાનનો આશય રાખે અને દુષ્કતની નિંદાનું અનુષ્ઠાન હોય ત્યારે આ દુષ્કતોના સંસ્કારો મારા આત્મામાં છે તેને દૂર કરું તેવા પ્રકારના પ્રણિધાનનો આશય રાખે તો, તે મહાત્માનું અનુષ્ઠાન પુષ્ટિ-શુદ્ધિ યુક્ત ચિત્તવાળું બને અને તેવા અનુષ્ઠાનથી ઉત્તરઉત્તરના ગુણની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો ધર્મના લક્ષણનો ફલિતાર્થ છે. Imall અવતરણિકા : प्रदर्शितं धर्मलक्षणम् अथामुमेव धर्मं भेदतः प्रभेदतश्च बिभणिषुराह - અવતરણિકાર્ય - ધર્મનું લક્ષણ બતાવાયું ધર્મનું સ્વરૂપ બતાવાયું. હવે આ જ ધર્મ=પૂર્વમાં બતાવાયેલા સ્વરૂપવાળા જ ધર્મને, ભેદથી અને પ્રભેદથી કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે –
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy