SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ અંતરંગ રીતે અનાવિર્ભૂત એવા વિધિ-પ્રતિષેધના પરિણામ પ્રત્યે બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ, વિધિ-પ્રતિષેધના આવિર્ભાવનું કારણ બને છે. અને અંતરંગ રીતે આવિર્ભૂત થયેલા વિધિ-પ્રતિષેધના પરિપાલન માટે બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ કારણ બને છે તેથી બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ ફલવાળી છે. ૨૧૩ આશય એ છે કે કોઈ મહાત્મા ધ્યાન-અધ્યયનની ઉચિત બાહ્ય ચેષ્ટા કરતા હોય તો તેનાથી તે મહાત્માનો મોહના ઉન્મૂલને અનુકૂળ અંતરંગ પરિણામ આવિર્ભાવ ન પામ્યો હોય તો તે વિશુદ્ધ એવી બાહ્ય ધ્યાન-અધ્યયનની ક્રિયાથી આવિર્ભાવ પામે છે અને અંતરંગ રીતે હિંસાદિના પાપના વિરામનો પરિણામ આવિર્ભાવ ન પામ્યો હોય અને તે પ્રગટ કરવા માટે કોઈ મહાત્મા બાહ્ય હિંસાદિની નિવૃત્તિની શુદ્ધ ચેષ્ટા કરતા હોય તો તે બાહ્ય ચેષ્ટાની શુદ્ધિથી અનાવિર્ભૂત એવો હિંસાદિની નિવૃત્તિનો પરિણામ આવિર્ભાવ પામે છે. તેથી બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ અંતરંગ પરિણામવાળા વિધિ-પ્રતિષેધના આવિર્ભાવ દ્વારા ફલવાળી થાય છે. વળી, કોઈ મહાત્મામાં મોહના ઉન્મૂલનને અનુકૂળ અંતરંગ પરિણામ ઉલ્લસિત થયો હોય અને હિંસાદિની નિવૃત્તિનો અંતરંગ પરિણામ ઉલ્લસિત થયો હોય તે અંતરંગ પરિણામનું પરિપાલન બાહ્ય ચેષ્ટાની શુદ્ધિથી થાય છે=વિશુદ્ધ એવી બાહ્ય ધ્યાન-અધ્યયનની ચેષ્ટા અને વિશુદ્ધ એવી હિંસાદિની નિવૃત્તિની ચેષ્ટાથી પ્રગટ થયેલો અંતરંગ પરિણામ સુરક્ષિત થાય છે. તેથી વિધિ-પ્રતિષેધ પ્રત્યે બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ પણ ઉપકારક છે. આત્માને અપરિણામી સ્વીકારવામાં આવે તો ધ્યાન-અધ્યયન કે હિંસાદિની નિવૃત્તિ અને તેને અનુરૂપ બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ કોઈ ફલવાળી થાય નહિ; કેમ કે આત્મા અપરિણામી હોય તો, તે તે ક્રિયાઓથી પણ આત્મામાં કોઈ પરિણામાન્તર થાય છે તેમ સ્વીકારી શકાય નહિ. તેથી તાપશુદ્ધિ હોતે છતે જ કષ-છેદ શુદ્ધિ સફલ છે, અન્યથા નહિ. માટે તાપશુદ્ધ આગમ હોય તે ગમનો સ્વીકાર કરવો જોઈએ. તે આગમને સ્વીકાર્યા પછી તે આગમ કઈ રીતે કશુદ્ધ છે ? કઈ રીતે છેદશુદ્ધ છે ? તેનો નિર્ણય કરીને તે આગમના વચનના બળથી ધ્યાન-અધ્યયનની ક્રિયા અને હિંસાદિથી નિવૃત્તિની ક્રિયા કઈ રીતે સ્વફલસાધક છે અને તે વિધિ-પ્રતિષેધને અનુરૂપ બાહ્યચેષ્ટાની શુદ્ધિ કઈ રીતે અનાવિર્ભૂત એવા વિધિ-પ્રતિષેધનો આવિર્ભાવ કરે છે અને કઈ રીતે આવિર્ભાવ પામેલા વિધિ-પ્રતિષેધનું પરિપાલન કરે છે તેનો યથાર્થબોધ કરીને તે રીતે શ્રુતવચનથી પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય. તે પૂર્વમાં સ્થાપન કર્યું કે જે શ્રુતધર્મ તાપશુદ્ધ ન હોય તે શ્રુતધર્મનાં કશુદ્ધ અને છેદશુદ્ધ વચન પણ સ્વકાર્ય ક૨વા માટે અસમર્થ છે, ત્યાં ‘નનુ’થી કોઈ શંકા કરે છે જે શ્રુતવચનો કષ-છેદશુદ્ધ હોય અને તાપશુદ્ધ ન હોય તેથી ફલવિકલ હોય તોપણ કષ-છેદશુદ્ધ હોવાને કારણે વાસ્તવિક થશે. તેનો ઉત્તર આપતાં કહે છે - ફલવાળાં શ્રુતવચનો જ વાસ્તવિક છે. આશય એ છે કે જે શ્રુતવચનો એકાંતવાદને સ્વીકારે છે તે શ્રુતવચનો કષથી શુદ્ધ હોય અને છેદથી પણ શુદ્ધ હોય તોપણ તેઓએ સ્વીકારેલ એકાંતવાદ અનુસાર આત્મા અપરિણામી હોય તો વિચારકને જણાય
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy