SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ૨૦૧ “તેના=જીવના, પર્યાયનો વિનાશ, દુ:ખનો ઉત્પાદ અને તે પ્રકારનો સંક્લેશ ભગવાન વડે કહેવાયેલો આ વધ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ." અને “અનિત્યમાં અપર વડે અહિંસન હોવાને કારણે હિંસાનો અસંભવ છે.” (સૂ. ૧૧૪) તેનો અર્થ સ્પષ્ટ કરે છે અને અનિત્ય સ્વીકારાયે છતે=સર્વથા પ્રતિક્ષણભંગુર આત્મા સ્વીકારાયે છતે, અપર એવા કોઈ શિકારી આદિ વડે કોઈક સૂકરાદિના હિંસાનો અસંભવ છે. હિ=જે કારણથી, સર્વ આત્માઓમાં પ્રતિક્ષણ ભંગુરપણું સ્વીકારાયે છતે સ્વતઃ સ્વજન્મની પ્રાપ્તિની ક્ષણ પછી સર્વથા નિવર્તમાન એવા જીવોમાં કોણ કોનો હિંસક થાય ? અથવા કોણ કોનો હિંસનીય થાય ? અને “દેહથી ભિન્ન જ એવા આત્મામાં સ્પષ્ટનું વેદન નથી.” (સૂ. ૧૧૫) તેનો અર્થ સ્પષ્ટ કરે છે જો ભિન્ન જ=સર્વથા દેહથી વિલક્ષણ જ, આત્મા છે તો દેહની સાથે સ્પૃશ્યમાન એવા સ્પષ્ટ એવા સ્ત્રીના શરીર, શયન, આસન આદિના અને કંટક, અગ્નિજ્વાલાદિના ઇષ્ટ-અનિષ્ટરૂપ સ્પર્શેન્દ્રિયના વિષયનું વેદન=અનુભવન, ભોગીપુરુષને પ્રાપ્ત થતું નથી જ. કેમ દેહથી ભિન્ન એવા આત્માને સૃષ્ટનું વેદન થતું નથી ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે શયનાદિ ભોગાંગોનો સ્પર્શ કરાતો દેવદત્ત હોતે છતે વિષ્ણુમિત્રને અનુભવની પ્રતીતિ નથી જ. “અને નિરર્થક અનુગ્રહ છે." (સ. ૧૧૬) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ભોગાંગ એવા સક્, ચંદન, અંગના, વસનાદિથી દેહનો ઉપરંભ અનુગ્રહ નિરર્થક=પુરુષના સંતોષ લક્ષણ ફલ વિકલ થાય; કેમ કે દેહથી આત્માનું અત્યંત ભિન્નપણું છે. આદેહથી આત્માનો ભેદ સ્વીકારવાથી અનુગ્રહ નિરર્થક છે એમ કહ્યું એ, નિગ્રહનું પણ ઉપલક્ષણ છે=કોઈના દ્વારા કરાયેલો નિગ્રહ પણ નિરર્થક થાય. સૂત્રમાં 'વ' શબ્દ સમુચ્ચયમાં છે. આ રીતેપૂર્વમાં કહ્યું કે દેહથી ભિન્ન આત્માને સ્વીકારીએ તો દેહને સ્પષ્ટનું વેદન થાય નહિ અને અનુગ્રહ નિરર્થક થાય એ રીતે, ભેદપક્ષનું નિરાકરણ કરીને, અભેદપક્ષનું નિરાકરણ કરવા માટે=દેહથી આત્મા સર્વથા અભિન્ન છે એ પક્ષનું નિરાકરણ કરવા માટે, કહે છે – “અભિન્નમાં જ=દેહથી અભિન્ન એવા આત્મામાં જ, અમરણ છે; કેમ કે વૈકલ્પનો અયોગ છે=મૃતદેહમાં પંચભૂતમાંથી કોઈપણ ભૂતના વિકલપણાનો અયોગ છે." (સૂ. ૧૧૭) તેનો અર્થ સ્પષ્ટ કરે છે - - 1 અભિન્ન હોતે છતે જદેહથી સર્વથા જુદાપણાનું અનાલંબન કરાતો આત્મા હોતે છતે, ચૈતન્ય વિશિષ્ટ કાયા પુરુષ છે. એ પ્રકારના મતને અવલંબન કરનારા સુરગુરુશિષ્યના અભ્યપગમથી અમરણ થાયઆત્માને મૃત્યુનો અભાવ પ્રાપ્ત થાય.
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy