SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ - નિવૃત્તિરૂપ બેના પરિપાલનથી, ફલવાળી થાય છે. અને અપરિણામી આત્મામાં ઉક્ત લક્ષણવાળા કષ-છેદ સ્વકાર્ય કરવા માટે સમર્થ થતા નથી. એથી, તે બેનું કષ-છેદરૂપ તે બેનું તાપશુદ્ધિ હોતે છતે જ સફલપણું ઉત્પન્ન થાય છે. વળી, અન્યથા થતું નથી તાપશુદ્ધિ ન હોય તો કષ-છેદ સ્વકાર્ય કરવા માટે સમર્થ થતા નથી. ન'થી શંકા કરે છે. ફલવિકલ પણ તે બે થશે તાપશુદ્ધિ ન હોય તેથી કષ-છેદ ફલવિકલ બને તોપણ કષ-છેદ શુદ્ધ શાસ્ત્રવચનો વાસ્તવિક થશે. એથી કહે છે – “અને ફલવાળા કષ-છેદ વાસ્તવિક છે.” (સૂ. ૧૦૦) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ઉક્ત લક્ષણવાળા છતાં પૂર્વમાં કહેલા તાપશુદ્ધિથી યુક્ત એવા કષ-છેદ શુદ્ધિના લક્ષણવાળા છતાં, વળી તે બંને કષ-છેદ વાસ્તવિક કષછેદ થાય છે. જે કારણથી સંતપુરુષો સ્વસાધ્ય ક્રિયા કરનારી વસ્તુનું વસ્તૃત્વ સ્વીકારે છે. વિપક્ષમાં બાપને કહે છે=જે કષ-છેદ પરીક્ષાથી ઉત્તીર્ણ એવો શ્રતધર્મ સ્વસાધ્યક્રિયા કરનારો ન હોય છતે તે શ્રતધર્મને કષ-છેદથી શુદ્ધ સ્વીકારવામાં બાધને કહે છે – અન્યથા યાચિતકમંડન છે.” (સૂ. ૧૦૧) - તેનો અર્થ સ્પષ્ટ કરે છે – અન્યથા–ફલવિકલ છતા એવા તે બંને વસ્તુની પરીક્ષાના અધિકારમાં અવતારણ કરાયે છતે પણ, તે બ=કષછેદ, યાચિતકમંડન છે. તે યાચિકમંડનને સ્પષ્ટ કરે છે – બે પ્રકારનું અલંકારનું ફળ છે. નિર્વાહ હોતે છતે આજીવિકા હોતે છતે, પરિશુદ્ધ આભિમાનિક સુખજનક સ્વશરીરની શોભા છે અને કોઈક રીતે નિર્વાહનો અભાવ થયે છતે-કોઈક રીતે આજીવિકાના નિર્વાહનો અભાવ થયે છતે, તેનાથી જ=પોતાના અલંકારથી જ, આજીવિકાનો નિર્વાહ થાય છે. અને યાચિતકમંડનમાં આ બંને ફળ નથી; કેમ કે તેનું પરકીયપણું છે. તેથી યાચિતકમંડન જેવું યાચિતકમંડન છે તાપશુદ્ધ ન હોય, કષ-છેદ-શુદ્ધ એવું મૃતવચન માંગી લાવેલા અલંકારની શોભા જેવું યાચિતકમંડન છે. આ કહેવાયેલું થાય છે–તાપશુદ્ધ ન હોય અને કષ-છેદશુદ્ધ હોય તેવું કૃતવચન યાચિતકમંડન જેવું છે એમ પૂર્વમાં કહ્યું તેનાથી આ કહેવાયેલું થાય છે – દ્રવ્ય- . પર્યાય ઉભય સ્વભાવવાળા જીવમાં નિરુપચરિતપણાથી ઉપસ્થાપ્યમાન એવા કષ-છેદ સ્વફલ પ્રત્યે અવધ્ય સામર્થ્યવાળા જ થાય. વળી, નિત્યાદિ એકાંતવાદમાં સ્વવાદ શોભા માટે તે વાદીઓ દ્વારા કલ્પના કરાતા એવા આ=કષ-છેદ, યાચિતકમંડનના આકારવાળા પ્રતિભાસે છે. પરંતુ સ્વકાર્યકર પ્રતિભાસતા નથી. ‘નાદ થી કહે છે – જણાયું છે જે પ્રમાણે કષ-છેદ-તાપશુદ્ધ શ્રત ધર્મ ગ્રહણ કરવો જોઈએ. પરંતુ કયા પ્રણેતકનો આ=કષ-છેદતાપશુદ્ધ ધર્મ, પ્રમાણ છે ? એથી વ્યતિરેકથી બતાવતાં કહે છે – અતત્ત્વવેદિનો વાદ સમ્યફવાદ નથી.” (સૂ. ૧૦૨) તેનો અર્થ સ્પષ્ટ કરે છે –
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy