SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯ તે વિધિ-પ્રતિષેધ કષ છે સુવર્ણની પરીક્ષામાં કસોટી પથ્થર પર રેખાની જેમ કષ છે. આ કહેવાયેલું થાય છે સૂત્રમાં કહ્યું કે વિધિ-પ્રતિષેધ કષ છે એનાથી આ કહેવાયેલું થાય છે, જે ધર્મમાં પૂર્વે કહ્યું તેવા લક્ષણવાળી વિધિ અને પ્રતિષેધ પદે પદે સુપુષ્કળ પ્રાપ્ત થાય છે તે ધર્મ કષશુદ્ધ છે. પરંતુ “અન્ય ધર્મમાં રહેલા જીવો, વિષ્ણુ વડે અસુરોની જેમ ઉચ્છેદનીય છે. તેઓના વધમાં દોષ નથી.” ઈત્યાદિ વાક્યગર્ભવચન કષશુદ્ધ નથી. છેદ પરીક્ષાને કહે છે – “તેના સંભવ અને પાલનાને અનુરૂપ ચેષ્ટાની ઉક્તિ છેદ છે.” (સૂ. ૯૪) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – તે બેના=અનાવિર્ભત વિધિ-પ્રતિષેધના, સંભવ અને પ્રાદુર્ભત એવા તે બેની રક્ષારૂપ પાલના. ત્યારપછી=સંભવ અને પાલવા માટેનો અર્થ કર્યા પછી, તેના સંભવ-પાલન માટે ભિક્ષાટનાદિ બાહ્યક્રિયારૂપ જે ચેષ્ટા તેની ઉક્તિ છેદ છે, જે પ્રમાણે કષશુદ્ધિમાં પણ અંદરમાં અશુદ્ધિની આશંકા કરતા સુવર્ણની પરીક્ષા કરનારા સુવર્ણગોલિકાના છેદને કરે છે, તે પ્રમાણે કષશુદ્ધ પણ ધર્મના છેદની અપેક્ષા રાખે છે=ધર્મની છેદપરીક્ષાની બુદ્ધિમાન પુરુષો અપેક્ષા રાખે છે. અને તે છેદવિશુદ્ધિ બાહ્ય ચેષ્ટારૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તે છે જેમાં અવિદ્યમાન પણ અબાધિત રૂપવાળા વિધિ અને પ્રતિષેધ સ્વઆત્માને પ્રાપ્ત કરે છે–સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અતિચારરૂપ અપચારથી વિરહિત એવા લબ્ધ સ્વરૂપવાળા વિધિ-પ્રતિષેધ=વિશુદ્ધ બાહ્યચેષ્ટા દ્વારા અતિચારરૂપ અપચારથી રહિત પ્રાપ્ત સ્વરૂપવાળા એવા વિધિપ્રતિષેધ, ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવે છે–પોતાના સંયમજીવનમાં ઉત્તરોત્તર વિશુદ્ધ વિધિ-પ્રતિષેધ પ્રાપ્ત થાય છે, તે ચેષ્ટા જે ધર્મમાં સપ્રપંચ કહેવાય છે તે ધર્મ છેદશુદ્ધ છે. જે પ્રમાણે કષ-છેદ શુદ્ધ પણ સુવર્ણ, તાપને નહિ સહન કરતું કાલિકાના ઉન્મીલનના દોષને કારણે સુવર્ણભાવને પ્રાપ્ત કરતું નથી, એ રીતે ધર્મ પણ કષ-છેદની શુદ્ધિ હોતે છતે પણ તાપ પરીક્ષામાં અનિર્વાહને પામતો સ્વભાવને પ્રાપ્ત કરતો નથીeતે કૃતવચન, શ્રતધર્મરૂપ સ્વભાવને પ્રાપ્ત કરતું નથી. આથી તાપને પ્રજ્ઞાપન કરતા=બતાવતાં, કહે છે. ઉભયનું નિબંધન એવો ભાવવાદ તાપ છે." (સૂ. ૯૫) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – અનંતરમાં કહેવાયેલા કષછેદરૂપ ઉભયનું નિબંધન=પરિણામિ, અહીં શ્રતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ છે. આ કહેવાયેલું થાય છે=પૂર્વમાં તાપનું લક્ષણ બતાવ્યું તેના દ્વારા આ કહેવાયેલું થાય છે, જે શાસ્ત્રમાં દ્રવ્યપણાથી અપ્રશ્રુત અનુત્પન્ન અને પર્યાયાત્મકપણાથી પ્રતિક્ષણ અપરાપર સ્વભાવના આસ્કન્દનથી=પ્રાપ્તિથી, અનિત્ય સ્વભાવ જીવાદિમાં સ્થાપન કરાય છે. ત્યાં તે શાસ્ત્રમાં, તાપશુદ્ધિ છે. જે કારણથી પરિણામી જ એવા આત્માદિમાં તેવા પ્રકારના અશુદ્ધ પર્યાયના નિરોધથી, ધ્યાન-અધ્યયનાદિ અપર એવા શુદ્ધ પર્યાયના પ્રાદુર્ભાવથી ઉક્તલક્ષણ કષ અને બાહ્ય ચેષ્ટાની શુદ્ધિલક્ષણ છેદ ઉપપન્ન થાય છે. પરંતુ અન્યથા નહિ=પરિણામી આત્માદિ ન સ્વીકારવામાં આવે તો કષ-છેદ ઉપપન્ન થતા નથી=સંગત થતા નથી. આ બધામાંથી=પૂર્વમાં મૃતધર્મની કષ-છેદ-તાપશુદ્ધ પરીક્ષા બતાવી તે ત્રણ પરીક્ષામાંથી, કોણ બળવાન છે કે ઈતર છે =કોણ બળવાન છે કે અબળવાન છે? એ પ્રકારના પ્રશ્નમાં જે કર્તવ્ય છે=જે ઉપદેશકને કહેવા જેવું છે, તેને કહે છે –
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy