SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ૧૮૫ વીર્યની ઋદ્ધિનું વર્ણન - પૂર્વમાં વર્ણન કરેલ પંચાચારનું પાલન જે જીવો પ્રમાદ રહિત કરે છે અને ક્વચિત્ અનાભોગ આદિથી તેમાં સ્કૂલના થઈ હોય તેનો યથાર્થ નિર્ણય કરીને તેની શુદ્ધિ કરે છે તેઓ, શુદ્ધ આચારના પાલનને કરનારા છે અને તેવા શુદ્ધાચારના બળથી ઉત્તરોત્તર ભવમાં પ્રકર્ષવાળી વીર્યશક્તિ મળે છે તે પ્રકર્ષવાળી વીર્યશક્તિ તીર્થકરના વીર્યમાં પર્યવસાન પામનાર છે. અર્થાત્ જેમ તીર્થકરો મહાસત્ત્વથી કર્મનો નાશ કરી શકે છે તેવું મહાવીર્ય તે જીવને પ્રાપ્ત થાય છે. , આ પ્રકારે વર્ણન કરવાથી પ્રથમ ભૂમિકામાં દુષ્કર જણાતું પણ પંચાચારનું પાલન યોગ્ય શ્રોતા ઉત્સાહથી કરવા પ્રવૃત્ત થાય છે, તેના માટે ઉત્સાહપૂર્વક પંચાચારના પરમાર્થને જાણવા યત્ન કરે છે, જાણીને તેને સ્થિર કરવા યત્ન કરે છે અને સ્થિર કર્યા પછી શક્તિ અનુસાર પંચાચારનું પાલન કરીને અંતરંગ વીર્યનો સંચય કરે છે; કેમ કે ઉપદેશકના વચનથી તેને સ્થિર નિર્ણય થયો છે કે આ પ્રકારના મારા વીર્યના પ્રવર્તનથી હું પણ તીર્થંકરના જેવા મહાવીર્યને પ્રાપ્ત કરીને આ સંસારનો ઉચ્છેદ કરી શકીશ. તે વીર્યનું વર્ણન કરવા માટે “યથા'થી કહે છે – શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવોની શક્તિ છે તેથી તેઓ મેરુને દંડ કરીને અને જંબુદ્વીપની ધરાને છત્ર કરીને પૃથ્વીને ઉપાડવા માટે સમર્થ છે. આ પ્રકારનું તેઓમાં જે સદ્વર્ય પ્રાપ્ત થયું તે પૂર્વભવમાં સુંદર આચારોના પાલનરૂપ કલ્પદ્રુમનું ફળ છે. તેથી જેઓ મનુષ્યભવમાં સાવ અલ્પવીર્યવાળા છે તેઓ પણ દેવભવને પામીને સદાચારના ફળરૂપે આવી શક્તિ પ્રાપ્ત કરે છે તેમ પંચાચારના સેવનરૂપ સદાચારના બળથી દેવોને પણ દુર્લભ એવું અને તીર્થકરોના જેવું મોહના જયને અનુકૂળ સદ્વર્ય યોગ્ય જીવો પ્રાપ્ત કરી શકે છે. ટીકા - तथा-"परिणते गम्भीरदेशनायोग इति" [सू० ८९] परिणते गम्भीरायाः पूर्वदेशनापेक्षयाऽत्यन्तसूक्ष्माया आत्मास्तित्वतद्बन्धमोक्षादिकाया देशनाया योगो व्यापारः कार्यः । इदमुक्तं भवति-यः पूर्वं साधारणगुणप्रशंसादिरनेकधोपदेशः प्रोक्त आस्ते, स यदा तदावारककर्मह्रासातिशयादङ्गाङ्गीभावलक्षणं परिणाममुपागतो भवति, तदा जीणे भोजनमिव गम्भीरदेशनायामसौ देशनार्होऽवतार्यत રૂતિ | अयं च गम्भीरदेशनायोगो न श्रुतधर्मकथनमन्तरेणोपपद्यत इत्याह - “મૃતધર્મવાથમિતિ” [ટૂ૧૦]. श्रुतधर्मस्य वाचनाप्रच्छनापरावर्तनाऽनुप्रेक्षाधर्मकथनलक्षणस्य सकलकुशलकलापकल्पद्रुमविपुलालवालकल्पस्य कथनं यथा - "चक्षुष्मन्तस्त एवेह, ये श्रुतज्ञानचक्षुषा ।। सम्यक् सदैव पश्यन्ति, भावान् हेयेतरानराः ।।१।।"
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy