SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧ તેનો ઉપદેશ ઉપદેશકે આપવો જોઈએ અર્થાત્ કહેવું જોઈએ કે સ્વીકારાયેલાં વ્રતમાં પ્રમાદને વશ દોષો સેવવાથી જીવો હલકાં કુળોમાં જાય છે અને તે ભવોમાં અનેક પાપો કરીને દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરે છે. માટે પ્રમાદ વગર શક્તિ અનુસાર પંચાચારના પાલનમાં ઉદ્યમ કરવો જોઈએ. કર્મોથી અભિભૂત થયેલા જીવો દુઃખની પરંપરા પ્રાપ્ત કરે છે તેમાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ એ છે કે કર્મથી વિવશ થયેલો જીવ સંસારના પરિભ્રમણરૂપ સંસારચક્રને પામે છે અને આ સંસારચક્રનું પરિભ્રમણ જીવ કેવી રીતે કરે છે તેની વિચારણા દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી થાય છે તે બતાવવા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે જીવ અનેક વખત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના ભેદથી ભેદાયેલ એવા સંસારચક્રમાં આવર્તન પામે છે. * તેથી એ પ્રાપ્ત થાય કે અનેક વખત પુદ્ગલ દ્રવ્યોના ગ્રહણને આશ્રયીને આવર્તન કરે છે. અર્થાત્ જંગતવર્તી સર્વ પુદ્ગલોને દેહાદિ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે. વળી તે સર્વ પુદ્ગલનું ગ્રહણ એક વખત નથી કરતો, અનેક વખત કરે છે. વળી ચૌદ રાજલોકરૂપ ક્ષેત્ર છે. તે સર્વક્ષેત્રને સ્પર્શીને અનેક વખત જમ્યો છે. તેથી ક્ષેત્રની સ્પર્શનાને આશ્રયીને પણ સંસારચક્રનું આવર્તન અનેક વખત થયેલ છે. વળી, ઉત્સર્પિણી-અવસર્પિણી કાળના જે સમયો છે તે દરેક સમયોને ક્રમસર સ્પર્શીને પણ બહુ વખત આ કાળચક્ર પસાર કર્યું છે. જેમ વર્તમાનમાં જે સમયમાં જન્મ છે તેના પછીના સમયમાં જ તે ક્ષેત્રમાં જન્મ થાય તો તે સમયની ગણના કરાય, અન્ય સમયની નહિ. તે પ્રમાણે ક્રમસર ઉત્સર્પિણી-અવસર્પિણી કાળના દરેક સમયને ક્રમસર સ્પર્શીને આ સંસારચક્રને બહુ વખત પસાર કર્યું અને સંસારવર્તી જીવો જે મોહના ભાવો કરે છે તે સર્વભાવો પણ કરીને આ સંસારચક્રને બહુ વખત પસાર કર્યું છે. માટે જો કર્મને પરવશ થઈને સદાચાર સેવવામાં પ્રમાદ કરવામાં આવે તો ફરી સંસારચક્રમાં અનેક વખત ફરવાનો પ્રસંગ આવશે. માટે, પ્રાપ્ત થયેલા વિવેકના બળથી અસદાચારના પરિહારના ઉદ્યમપૂર્વક સદાચારમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી ખરાબ ભવોની પરંપરા પ્રાપ્ત થાય નહિ. ટીકા - तथा “उपायतो मोहनिन्देति" [सू० ८५] उपायत उपायेनानर्थप्रधानानां मूढपुरुषलक्षणानां प्रपञ्चनरूपेण, मोहस्य-मूढताया, निन्दा-अनादरणीयता વ્યાપતિ, યથા“મમિત્ર મિત્ર, મિત્ર ષ્ટિ દિનસ્તિ | कर्म चारभते दुष्टं, तमाहुर्मूढचेतसम् ।।१।। अर्थवन्त्युपपन्नानि, वाक्यानि गुणवन्ति च । नैव मूढो विजानाति, मुमूर्षुरिव भैषजम् ।।२।।
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy