SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / શ્લોક-૧૯ અને જ્ઞાનાદિ આચારોનું કથન કરે છે. (સૂ) ૮)= શ્રુતલક્ષણ જ્ઞાનનો આચાર જ્ઞાનાચાર છે. આદિ શબ્દથી દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચારનું ગ્રહણ છે. રૂતિ' શબ્દ પાંચ આચારની સમાપ્તિ માટે છે. ત્યારપછી જ્ઞાનાદિ આચારોનું કથન=પ્રજ્ઞાપન એ પ્રકારનો જ્ઞાનાચારાદિ કથનનો સમાસ છે. ત્યાં=પાંચ આચારમાં, જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે=કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવ, વ્યંજન, અર્થ અને તદુભયના ભેદસ્વરૂપવાળો આઠ પ્રકારનો છે. ત્યાં આઠ પ્રકારના જ્ઞાનાચારમાં, કાળ=જે અંગપ્રવિષ્ટઆદિ શ્રુતનો જે કાળ કહેવાયો છે, તેમાં જ તેનોસ્વાધ્યાય કરવો, અન્યદા નહિ; કેમ કે તીર્થંકરનું વચન છે. અને કૃષ્યાદિનું કાલકરણમાં દષ્ટફલ છે. અને વિપર્યયમાં વિપર્યય છે. એથી સ્વાધ્યાયાદિ કાલે કરવો જોઈએ એમ અવય છે. અને શ્રુતગ્રહણને કરતા ગુરુનો વિનય કરવો જોઈએ. વિનય અભ્યત્થાન, પાદધાવનાદિ છે. જે કારણથી અવિનયથી ગ્રહણ કરાયેલું તે શ્રત, અફલ છે. અને શ્રતગ્રહણમાં ઉદ્યત એવા પુરુષે ગુરુનું બહુમાન કરવું જોઈએ. બહુમાન એટલે અંતરંગ ભાવ પ્રતિબંધ અંતરંગભાવથી પ્રીતિ. આ હોતે છતે=બહુમાન હોતે છતે, વિલંબન વગર અવિકલ શ્રત થાય છે અને અહીં=વિનય અને બહુમાનનું સ્વરૂપ બતાવ્યું તેમાં, વિનય અને બહુમાનની ચતુર્ભેગી થાય છે. ૧. એકને વિનય છે બહુમાન નથી. ૨. બીજાને બહુમાન છે વિનય નથી. ૩. અન્યને વિનય પણ છે અને બહુમાન પણ છે. ૪. અન્યતરને વિનય નથી અને બહુમાન પણ નથી. તિ' શબ્દ વિનય અને બહુમાનની ચતુર્ભગીની સમાપ્તિ માટે છે. અને શ્રુતના ગ્રહણ અર્થે અભીપ્સિત એવું ઇચ્છિત એવું, ઉપધાન કરવું જોઈએ. ઉપધાન શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે. શ્રતને ઉપદધાન કરે છે–પોષે છે, એ ઉપધાનતપ છે. તેતપ, જે અધ્યયનમાં જે આગાઢાદિ યોગલક્ષણવાળું કહેવાયું તે તપ, ત્યાં તે અધ્યયનમાં, કરવું જોઈએ; કેમ કે તપૂર્વક શ્રતગ્રહણનું જ તે તાપૂર્વક શ્રતગ્રહણનું જ, ફલવાનપણું છે. “અનિદ્ભવ =ગૃહીત શ્રતથી અનિદ્ભવ કરવો જોઈએ. તે અનિદ્ભવ સ્પષ્ટ કરે છે – જે જેની પાસેથી ભણાયું હોય ત્યાં તે જ કહેવું જોઈએ તે મહાત્માનું નામ જ કહેવું જોઈએ, અન્ય નહિ. કેમ કે ચિત્તના કાલુષ્યની પ્રાપ્તિ છે. અને તેના ફલને ઈચ્છતા=શ્રતના ફલને ઇચ્છતા, શ્રતગ્રહણમાં પ્રવૃત્ત એવા પુરુષ વડે વ્યંજનભેદ, અર્થભેદ કે ઉભયભેદ કરવો જોઈએ નહિ. ત્યાં વ્યંજનાભેદ “યથા'થી બતાવે છે – ધો મંત્રમુવિહેં' (દશ વૈ. ૧-૧) એ પ્રકારના વક્તવ્યમાં ‘પુi જ્ઞાનકુવો' એ વ્યંજનભેદ છે એમ કહેવાય છે. વળી, અર્થભેદ જે પ્રમાણે “સાર્વતિ સાર્વતિ નોસિ વિપરીમુસંતિ' (આચારાંગ - ૧, ૫, ૧૪૧) એ
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy