SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૧ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ વળી, શાસ્ત્રનું મહત્ત્વ બતાવતાં કહે છે – પાપરૂપી રોગનું ઔષધ શાસ્ત્ર છે. શાસ્ત્ર પુણ્યનું કારણ છે. સર્વ સ્થાનમાં તત્ત્વને દેખાડનાર ચલુ શાસ્ત્ર છે અને આત્માના સર્વ પ્રયોજનને સિદ્ધ કરનાર શાસ્ત્ર છે અને આવું શાસ્ત્ર હોવા છતાં જેને શાસ્ત્રમાં ભક્તિ નથી અને ધર્મની ક્રિયાઓ કરે છે તેની ધર્મની ક્રિયા પણ વિપરીત ફલવાળી છે. જેમ આંધળો માણસ જોવાની ક્રિયા કરે છે તે ક્રિયાથી તેને પદાર્થનું યથાર્થ દર્શન થાય નહિ તેમ પરલોકની પ્રવૃત્તિમાં છઘ0 અંધ તુલ્ય છે. છતાં પરલોકની પ્રવૃત્તિ કેમ કરવી ? તે જોવા માટે સ્વપ્રજ્ઞાથી યત્ન કરે તો તે પ્રવૃત્તિ હિતકારી બને નહિ પરંતુ પરલોકના પરમાર્થને બતાવનાર શાસ્ત્રચક્ષુથી તે પ્રવૃત્તિ કરે તો તેની તે પ્રવૃત્તિ સફળ બને. જે શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો છે, હું કંઈક જાણું છું એવા અહંકારથી રહિત છે અને માન્ય એવા તીર્થકરોને પ્રમાણભૂત માને છે તેવો ગુણરાગી જવ મહાભાગ્યશાળી છે અને તેની ધર્મક્રિયા કલ્યાણનું કારણ બને છે. કે જેને શાસ્ત્રમાં તેવો આદર નથી અર્થાતુ શાસ્ત્રના પરમાર્થને જાણવાનો કોઈ ઉત્સાહ નથી તે જીવોને ધર્મની શ્રદ્ધા હોય, ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તે સર્વ શ્રદ્ધાદિ ગુણ પ્રશંસાનું સ્થાન નથી; કેમ કે ઉન્મત્ત પુરુષોના કોઈ ગુણો હોય તો પણ તે ગુણો નિરર્થક છે તેમ અતીન્દ્રિય પદાર્થો પોતાને દેખાતા નથી અને અતીન્દ્રિય પદાર્થોને બતાવનાર સર્વજ્ઞના વચનને જે અનુસરતા નથી તેઓ ઉન્મત્ત જેવા છે અને તેઓની ધર્મની રુચિ, ધર્મની પ્રવૃત્તિ સર્વ શિષ્ટપુરુષોને અપ્રશંસનીય જણાય છે. ' જે પ્રમાણે મલિન વસ્ત્રને જલ અત્યંત શોધન કરનાર છે તે પ્રમાણે મોહથી મલિન એવા અંતઃકરણરૂપી રત્નને શાસ્ત્ર શોધન કરનાર છે. માટે તીર્થકરોએ કહ્યું છે કે જેઓને શાસ્ત્રમાં ભક્તિ છે તે ભક્તિ મુક્તિને પ્રાપ્ત કરાવવામાં પ્રબળ કારણ છે. તેથી જેને શાસ્ત્રમાં ભક્તિ છે તે જીવો નક્કી અલ્પકાળમાં આ સંસારનો અંત કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. આ પ્રકારે તે શ્રોતાને ઉપદેશ આપીને શાસ્ત્ર પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરાવવાથી તે શ્રોતા સ્વશક્તિ અનુસાર જિનવચનને જાણવા માટે અવશ્ય ઉદ્યમ કરશે. જેના ફળરૂપે થોડી પણ સેવાયેલી તેની ધર્મની પ્રવૃત્તિ કલ્યાણનું કારણ બનશે. જે શ્રોતા શાસ્ત્રના માહાભ્યને સાંભળીને શાસ્ત્ર પ્રત્યે આદરવાળા થયા છે તેવા શ્રોતાને ઉપદેશક કેવી ધર્મકથા કરે ? તે બતાવતાં કહે છે – ટીકા - તથા “પ્રયોગ આક્ષેપળ્યા તિ” (સૂ૬૮] __ "प्रयोगो" व्यापारणं, धर्मकथाकाले, आक्षिप्यन्ते आकृष्यन्ते, मोहात्तत्त्वं प्रति भव्यप्राणिनोऽनयेति आक्षेपणी तस्याः कथायाः, सा चाचारव्यवहारप्रज्ञप्तिदृष्टिवादभेदाच्चतुर्द्धा, तत्राचारो लोचास्नानादिसुष्ठुक्रियारूपः, व्यवहारः कथंचिदापनदोषव्यपोहाय प्रायश्चित्तलक्षणः, प्रज्ञप्तिः संशयापन्नस्य मधुरवचनैः प्रज्ञापनम्, दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनमिति ।
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy