SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ शास्त्रे भक्तिर्जगद्वन्द्यैर्मुक्तिदूती परोदिता । અત્રેવેયમતો ચાવ્યા, ત~ાસ્યાસનમાવતઃ” ના ના [ો વિવું . રર-૨૦] “अत्रैव" इति मुक्तावेव (=शात्रौ एव) “इयं” इति शास्त्रभक्तिः (भक्तिः) “तत्प्राप्त्यासनभावतः" इति मुक्तिप्राप्तिसमीपभावादिति । ટીકાર્ચ - તથા . સમીપમાવતિ | અને ‘સાધારણગુણની પ્રશંસા' (સૂ. ૬૧). સાધારણ અર્થાત્ લોક-લોકોત્તર સામાન્ય, ગુણોની પ્રશંસા અર્થાત્ દેશના યોગ્ય શ્રોતા આગળ મહત્ત્વ બતાવવું. જે આ પ્રમાણે – "ગુપ્ત દાન આપવું, ગૃહમાં કોઈ મહાત્મા આવ્યા હોય તો સંભ્રમની વિધિ=સહસા ઊભા થઈને આદર-સત્કાર કરવાની વિધિ, પ્રિય કરીને=કોઈનું સારુ કરીને, મૌન લેવું બધાની આગળ પ્રગટ કરવું નહિ અને કોઈના ઉપકારનું સભામાં કથન કરવું અર્થાત્ કોઈએ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય તો ઘણા લોકોની હાજરીમાં તેના ઉપકારનું કથન કરવું. લક્ષ્મીમાં અનુસ્સેક=પોતાની પાસે ધન હોય તો તેનો અહંકાર ધારણ કરવો નહિ, નિરભિવસાર પરકથા=કોઈનું કોઈપણ કથન કરે તો તેનો અભિભવ=તિરસ્કાર ન થાય તે રીતે કરે અને શ્રુતમાં અસંતોષ=શાસ્ત્રઅધ્યયનમાં અધિક - અધિક ભણવાની જિજ્ઞાસા. આ વર્ણન કરાયેલા ગુણો અનભિજાતમાં અકુલીન પુરુષમાં, કેવી રીતે વસે ? અર્થાત્ વસે નહિ.” અને “સમ્યફ તેનાથી અધિકનું આખ્યાન” (સૂ. ૨) સમ્યફ અર્થાત્ અવિપરીતપણાથી, તેનાથી અર્થાત્ સાધારણ ગુણોથી, અધિક અર્થાત્ વિશેષવાળા જે ગુણો તેઓનું આખ્યાન અર્થાત્ કથન. જે આ પ્રમાણે – સર્વ ધર્મચારીઓના આ પાંચ પવિત્ર આચારો છે. (અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ પરિગ્રહનો ત્યાગ, મૈથુનનું વર્જન.” (હારિભદ્રયાષ્ટક ૧૩-૨) ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને “અબોધમાં પણ અનિદા” (સૂ. ૬૩). શ્રોતાને વિશેષ કથનના અબોધમાં પણ અનિદા=વ્યાખ્યાત પણ સામાન્યગુણોના અથવા વિશેષગુણોના અબોધમાં પણ અર્થાત્ અનવગમમાં પણ, અનિંદા અર્થાત્ અહો ! મંદબુદ્ધિ તું છે જે આ રીતે કહેવાતા આમાં વસ્તુતત્ત્વને જાણતો નથી એ પ્રકારની શ્રોતાના તિરસ્કારના પરિહારરૂપ અનિંદા, જે કારણથી નિંદા કરાયેલો શ્રોતા કંઈક જાણવાની ઇચ્છાવાળો છતો અત્યંત વિરક્ત થાય એથી શ્રોતાની નિંદા કરવી નહિ, એમ અવય છે. તો શું કરવું જોઈએ ? એથી કહે છે – ‘શુશ્રુષાભાવનું કરણ' (સૂ. ૬૪)=ધર્મશાસ્ત્ર પ્રત્યે સાંભળવાની ઈચ્છારૂપ શુક્રૂષા, તલક્ષણવાળો ભાવ અર્થાત્ પરિણામ, તેનું કરણ અર્થાત્ તે વચન દ્વારા શ્રોતાનું નિષ્પાદન. શુશ્રષાને ઉત્પાદન કર્યા વગર ધર્મકથનમાં ઊલટો અનર્થનો સંભવ છે.
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy