SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-પ થી ૧૪ વિષયતા વિશેષરૂપ અનુઘતાનું અને વિધેયતાનું=ઉદ્દેશ્ય વિધેયભાવનું, પ્રાપ્તિ-અપ્રાપ્તિની સાથે નિયતપણું હોવા છતાં પણ ઈષ્ટસાધન–ાદિરૂપ વિધિ અર્થનું વિશિષ્ટમાં જ=વ્યાયાર્જિત વિશેષણથી વિશિષ્ટ એવા ધનમાં જ, સંભવ છે. કેવી રીતે તો પછી સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસમાં ભાવાભ્યાસનું જ ધમનુષ્ઠાનપણું ઉપદેશપદમાં અનુમત છે ? અને સતતાભ્યાસ-વિષયાભ્યાસનું નિષિદ્ધ છે=સતતાભ્યાસ અને વિષયાભ્યાસનું ધર્માનુષ્ઠાનપણું નિષિદ્ધ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – કોઈક રીતે નહિકકોઈક રીતે નિષેધ નથી; કેમ કે સમ્યગ્દર્શનાદિ અનુગત એવા ભાવગ્રાહી નિશ્ચયનયના અભિપ્રાયથી જ તેનો નિષેધ હોવાથી=સતતાભ્યાસ અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનનો નિષેધ હોવાથી, અપુનબંધકાદિ ઉચિત ભાવલેશગ્રાહી વ્યવહારનયના અભિપ્રાયથી તેનું સમર્થન જ છે સતતાભ્યાસ-વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનપણાનું સમર્થન જ છે. અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દર્શનાદિ અનુગત ભાવગ્રાહી નિશ્ચયનયના અભિપ્રાયથી સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાન સંગત નહિ હોવા છતાં અ૫નબંધકાદિ ઉચિત ભાવલેશાહી વ્યવહારનયના અભિપ્રાયથી ઉપદેશપદમાં સતતાભ્યાસમાં અને વિષયાભ્યાસમાં ધર્માનુષ્ઠાનપણાનું સમર્થન જ છે તે પ્રમાણે, તે ગ્રંથ છે=ઉપદેશપદનું વચન છે. અન્ય આચાર્ય કેવલ સતત-વિષય અને ભાવના યોગથી ધર્મવિષયક અનુષ્ઠાન યથોત્તર પ્રધાનરૂપ જ ત્રિવિધ કહે છે.” (ઉપદેશપદ-ગાથા-૧૪૮) અને આ અન્ય આચાર્યો કહે છે, એ યુક્તિક્ષમ નથી જે કારણથી નિશ્ચયનયના યોગથી વિષયમાં પણ ભાવથી પરિહીન ધર્માનુષ્ઠાન કેવી રીતે હોય ? અર્થાત્ ન હોય.” (ઉપદેશપદ-ગાથા-૧૪૯) “વ્યવહારથી=વ્યવહારનયથી, તે તે પ્રકારના અપુનબંધકાદિમાં ઘટે છે=સતતાભ્યાસ અને વિષયાભ્યાસ બંનેમાં ધર્મપણું ઘટે છે.” (ઉપદેશપદ-ગાથા-૧૫૦/૧) આનો અર્થ=પૂર્વમાં જે અઢી શ્લોક બતાવ્યા એનો અર્થ, “યથા'થી બતાવે છે – અન્ય આચાર્ય સતત-વિષય અને ભાવના યોગથી ત્રિવિધeત્રણ પ્રકારનું, કહે છે. “સતત-વિષય અને ભાવના યોગથી' એમાં રહેલ યોગ શબ્દનો પ્રત્યેકમાં સંબંધ હોવાથી સતતાદિ પદોનું સતતાભ્યાસાદિમાં લાક્ષણિકપણું હોવાથી, સતતાભ્યાસ-વિષયાભ્યાસ-ભાવાભ્યાસના યોગથી એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે=સતત-વિષય-ભાવ યોગથી એ શબ્દનો અર્થ સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસના યોગથી એ પ્રકારનો પ્રાપ્ત થાય છે, કેવલ ધર્મમાં યથોત્તર પ્રધાનરૂપ અનુષ્ઠાન છે. ‘' શબ્દ “વિવાર' અર્થવાળો છે. તેથી જે જેના ઉત્તરમાં છે તે જ તેનાથી પ્રધાન છે – એ પ્રકારનો અર્થ છે સૂતતાભ્યાસના ઉત્તરમાં વિષયાભ્યાસ છે તેથી સતતાભ્યાસ કરતાં વિષયાભ્યાસ પ્રધાન છે. વિષયાભ્યાસના ઉત્તરમાં ભાવાભ્યાસ છે. તેથી વિષયાભ્યાસ કરતાં ભાવાભ્યાસ પ્રધાન છે એ પ્રકારનો અર્થ છે. ત્યાં–ત્રણ પ્રકારના અભ્યાસમાં, સતતાભ્યાસ નિત્ય જ માતાપિતાના વિનયાદિની પ્રવૃત્તિ છે. વિષયાભ્યાસમાં અરિહંત લક્ષણ મોક્ષમાર્ગના નાયકમાં પુનઃપુનઃપણાથી પૂજનાદિ પ્રવૃત્તિ છે. ભાવાભ્યાસ સમ્યગ્દર્શનાદિ ભાવોનું ભવના ઉદ્વેગથી ફરી ફરી પરિશીલન છે. II૧II
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy