SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ II S આ બુકની અંદર પૂજ્ય - ગીતાર્થ મૂર્ધન્ય - મૂનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ સન્દબ્ધ ત્રણ કૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે કૃતિઓ આજે અલભ્યપ્રાય બની ચુકી છે. જેના નામો ૧. નિર્ણયપ્રભાકર, ૨. જિનમૂર્તિ પૂજા પ્રદીપ અને ૩. જિનભક્તિ પ્રકાશ આજે મૂર્તિ અને સાધુ ઉપર અશ્રદ્ધા પેદા કરાવે તેવા વિષમ વાતાવરણમાં અને “એ આત્મોપકારી - ભવનિતારક એવા તે બંને દેવ-ગુરૂનો સદ્ભાવ, તેમની સેવા પૂજા ભક્તિ આદિ અંગે આજના જુદાં જુદાં નાસ્તિકમતવાદી વક્તાઓ અને લેખકોદ્વારા બીનજરૂરીઆત તરીકે લેખાવાઈ રહી છે. તેવા પ્રસંગે આવા સાહિત્યના પ્રકાશનની ખાસ અગત્યતા ગણાય કે જેના વાંચનથી શ્રદ્ધાળુ આત્માઓની શ્રદ્ધા મજબૂત બને છે અને દેવ-ગુરૂ ધર્મ પ્રતિ સૂગવાળા, અશ્રદ્ધાવાળા હોવા છતાં સમજી - વિચારક એવા નવયુવકો આદિને શ્રદ્ધાવાન બનાવા પામે અને પોતાને આત્મ વિસ્તારક એવા સાચા રસ્તે ચઢાવે. - ૧ - તે ત્રણ ગ્રંથમાંના પહેલા નિર્ણયપ્રભાકર' નામના ગ્રંથમાં વાદી મુનિશ્રી રત્નવિજ્યજી મહારાજે સાધુ અંગે કરેલા પ્રતિપાદનો અંગે રતલામમાં પંડિતો અને શ્રાવકોની જાહેરસભામાં પ્રતિવાદી મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજે . શાસ્ત્રપાઠો આપવા પૂર્વક વાદી મુનિના પ્રતિપાદનોનો પ્રતીકાર પૂર્વક કરવા તેમને નિરૂત્તર કરેલા. આ સભામાં નિર્ણાયક તરીકે ખરતરગચ્છના આ. શ્રી મુક્તિસાગરસૂરિના રાજ્યમાં ખરતરીય ઉપા. શ્રી બાલચંદ્રગણિ તથા સંવેગી મુનિશ્રી ઋદ્ધિસાગરજીને રતલામ શ્રી સંઘે બોલાવેલા. તે બંનેએ વાદી, પ્રતીવાદીના પ્રતિપાદનો અને તે અંગે આપેલા શાસ્ત્રાધારોને ત્યારબાદ પંડિત પર્ષદાનો નિર્ણય આ બધાની સંકલન કરીને વિક્રમ સં. ૧૯૩૦ ના વૈશાખ - સુદ ૮સોમવારના રોજ તે સંકલિત પૂરાવાઓને નિર્ણયપ્રભાકર' નામ આપવા પૂર્વક જાહેર કરેલ. જે ગ્રંથ, આજે અલભ્યપ્રાયઃ બની ચૂકેલ છે.
SR No.022035
Book TitleZaverabdhi Granthtrayi Sanuwad Nirnay Prabhakar Jinmurtipradip Jinbhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuri Jain Gyanmandir
Publication Year2007
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy