________________
૫૫૦
શોવિજયસૂરિકૃત
કર્થ –હે ભવ્ય છે ! આજે સુંદર દષ્ટાંત રૂપ જલે કરીને કષાય રૂપી તાપવાળા મનુષ્યના હદય રૂપી પૃથ્વીને ચારે બાજુથી શાંત કરીને સિદ્ધાન્ત રૂપી સમુદ્રથી ઉત્પન્ન થએલ વ્યાખ્યાન રૂપી મેઘ વરસતે બંધ પડે છતે તમે સાત ક્ષેત્ર રૂપી જમીનમાં દ્રવ્ય રૂપ ધાન્યની વાવણી કરે, જેથી તમારા પુણ્યને લીધે સાત વ્યસન રૂપ સાત ઇતિના ભય રહિત એવું વિવિધ પ્રકારનું ધાન્ય નીપજે. ૧૫૯
૫બ્દાર્થ – હવે વ્યાખ્યાનને મેઘની ઉપમા આપતાં ગ્રંથકાર જણાવે છે કે-મેઘ જેમ તાપથી પીડાએલાને શાન્તિ . આપે છે તેમ આ વ્યાખ્યાન રૂપી મેઘ પણ કોને શાંતિ પમાડે છે? તેમજ મેઘથી ધાન્ય પાકે છે તેમ અહીં કર્યું ધાન્ય પાકે છે? તેના જવાબમાં જણાવે છે કે-હે ભવ્ય જીવો! આજે આ વ્યાખ્યાન રૂપી મેઘ સારા દષ્ટાતો રૂપી જલ વરસાવીને કષાય રૂપી તાપથી પીડાએલા મનુષ્યના હદય રૂપી ભૂમિને ચારે બાજુથી શાંત કરીને વરસતા વરસતો બંધ પડયે છતે તમે સાત ક્ષેત્ર રૂપી જમીનમાં દ્રવ્ય રૂપી અનાજનું વાવેતર કરે. જેમ વરસાદ વરસતે બંધ પડે ત્યારે વાવેતર થાય છે, તેવી રીતે વ્યાખ્યાન રૂપી મેઘ બંધ પડે, ત્યારે તમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનબિંબ, જિન ચિત્ય અને શ્રુતજ્ઞાન રૂપી સાત ક્ષેત્રમાં તમારા ધનને પરમ ઉલ્લાસથી વાપરે. જેથી તમારા પુણ્યથી સાત પ્રકારના વ્યસન રૂપી સાત ઈતિના ભય વિનાનું વિવિધ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન થાય. ખેતી કર્યા પછી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વગેરે સાત ઈતિએને (ઉપદ્રને) લીધે વાવેલું ધાન્ય નાશ *