SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપ્રકર: ૨૭ પામીને બોધ પામે છે. અથવા ધર્મનું આરાધન કરી શકે છે. કેવી રીતે બંધ પામે છે તે જણાવે છે -૧ બીજા મનુષ્યને ધર્મક્રિયા એટલે પુણ્યનાં કાર્યો કરતાં જોઈને તે જીવને પણ પુણ્ય કાર્યો કરવાની ઈચ્છા થાય છે અને તેથી બેધ પામે છે. ૨ પુણ્યના સ્થાન એટલે જિનગૃહ તથા ઉપાશ્રય વગેરે સ્થાન. તેને વિષે કરવામાં આવતાં મેટા ઓચ્છ જેવા કે અદાઈ મહોત્સવ, સ્નાત્ર મહોત્સવ, પૂજા ભણાવવી વગેરેને જઈને પણ તે જીવ બોધ પામે છે. ૩ સુગુરૂ એટલે કંચન કામિનીના ત્યાગી પાંચ મહાવ્રતધારી એવા સાધુ મહારાજની. પાસેથી ધર્મ સાંભળીને તે જીવ બોધ પામે છે. આ પ્રમાણે બીજા પુરૂષને ધર્મકિયા કરતાં જવાનું, અથવા ધર્મસ્થાનના મહોત્સવ જેવાનું તેમજ સદ્ગુરૂને ઉપદેશ સાંભળવાનું, આ. બધું આર્ય ક્ષેત્રમાં જ પ્રાપ્ત થાય છે, પરંતુ અનાર્ય દેશમાં આ ત્રણ સામગ્રીમાંની કેઈ પણ સામગ્રી મળી શક્તી નથી.. તેથી અનાર્ય દેશ કરતાં આર્ય દેશનું મહત્વ જણાવ્યું છે. આ બાબતમાં દષ્ટાંત આપતાં પૂજ્ય કવિશ્રી જણાવે છે કે પ્રદેશી નામના રાજા (જેમનું દષ્ટાન્ત ટુંકાણમાં સાર રૂપે આ ગાથાના અંતે કહેવાશે) જે કુળ પરંપરાથી નાસ્તિક મતને એટલે ચાર્વાક મતને (જે આત્મા પુણ્ય પાપ વગેરેનું અસ્તિત્વ માનતો નથી તેને) માનનારા હતા, તે છતાં આર્ય દેશ પામીને તથા તેમના સુબુદ્ધિ નામના મંત્રી, જેઓ જૈનધર્મનું સ્વરૂપ જાણનાર હતા, તેમની ધર્મક્રિયાઓ જોઈને, ને અનુક્રમે સુગુરૂ શ્રીકેશિ ગણધરની પાસેથી ધર્મનું સ્વરૂપ સાંભળીને જેમ બોધ પામ્યા, તે સત્ય છે. તેવી રીતે બીજા ભવ્ય જીવે પણ ધર્મને પામ્યા છે. આ બાબતને.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy