________________
a
શ્રીવિજયપદ્રસૂરિકૃત* ॥ उपजातिवृत्त । ध्यातः परोक्षेऽपि जिनविशुदया, - जीर्णाभिधश्रेष्टिवदिष्टसिद्धथै । सिंधुपद्धयैकुमुदौधलक्ष्म्यै,
चकोरतुष्टयै विधुरभ्रगोऽपि ॥१८ ।। શુદ્ધિથી મન વચન તનની પ્રભુ પરોક્ષ છતાં સદા, ધ્યાન કરતાં તેમનું દૂરે ટળે સવિ આપદા; જીર્ણ શેઠ તણું પરે આકાશમાં દૂરે છતાં, ચંદ્ર સાગરને વધારે કુમુદ ગણ દીપાવતા. ૨ ચંદ્ર દેખી હર્ષવંત બને ચોર હૃદય વિષે, જિન સ્વરૂપ વિચારતાં વૈરાગ્યથી આતમ હસે; નાગકેતુની પરે કર્મો નિકાચિત પણ ખસે, કેવલી થઈ સ્વપતારક આત્મકમલા ઉલ્લસે. ૨
લોકાથ–પ્રત્યક્ષ ન હોય તે છતાં પણ ત્રિકરણ શુદ્ધિથી ધ્યાન કરાએલ જિનદેવ જી શેઠની જેમ ઈ. સિદ્ધિને માટે થાય છે. જેમ આકાશને વિષે રહેલ છતાં પણ ચંદ્ર સમુદ્રની વૃદ્ધિ માટે, કુમુદના સમુદાયની શોભા માટે અને ચકાર પક્ષીની તુષ્ટિ માટે થાય છે તેમ શ્રી જિનેશ્વર ઇષ્ટસિદ્ધિ કરાવે છે. ૧૮