SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિસિહી શા માટે ? (૭) નિસિપી” શબ્દપ્રયોગથી શું લાભ? (૮) આપૃછા એ મંગલરૂપ છે. (૯) પ્રતિપૃછા સ્થળે માત્ર આપૃછાથી કાર્યસિદ્ધિ ન થાય. (૧૦) પ્રતિપૃચછા એ આપૃછારૂપ નથી. (૧૧) છંદનાના અસ્વીકારમાં અનુમોદનાજન્ય ફળનો અભાવ રહે છે. (૧૨) મોક્ષેચ્છા એ રાગરૂપ નથી. (૧૩) મોક્ષેચ્છનું સાર્વદિક કર્તવ્યઃ અપ્રમાદ (૧૪) મોક્ષેચ્છની ઉપાછા અવિચિછન હોય. (૧૫) નિમન્ત્રણા વગેરેમાં ગુર્વાઝા આવશ્યક છે. (૧૬) અર્થાનુયોગ એ રોગી અવસ્થામાં પણ ગુરુનું કર્તવ્ય છે. (૧૭) આરંભે પૃથક્ મંગલાચરણનું રહસ્ય. (૧૮) જ્ઞાન એ પણ રત્નત્રયીમાંનું એક રત્ન છે, માટે ના પણ અનુયોગદાતા જ્ઞાનરૂપ રત્નની અપેક્ષાએ રત્નાધિક” છે. એટલે એ વંદનીય પણ છે જ, (૧૯) જ્ઞાનદાતાને વંદન અંગે નિશ્ચય વ્યવહાર, (૨૦) વ્યવહારનયની વિરાધના અયોગ્ય છે. વગેરે. આમ અનેક વિષયો પર સુંદર પ્રકાશ પાથર્યા બાદ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ છેલ્લે રહસ્યભત ઉપદેશ આપતાં ફરમાવ્યું છે કે “વધુ શું કહીએ? જે જે રીતે રાગ અને દ્વેષ શીધ વિલય પામતાં જાય છે તે રીતે પ્રવૃત્તિ કરવી, એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે.” આ ઉપનિષદૂભૂત ઉપદેશ કરમાવવા દ્વારા તેઓ શ્રી મદ્દ એ સુચન કરવા માંગે છે કે સામાન્યથી આ દશેય પ્રકારની સામાચારી જીવના રાગદેષને વિલય કરતી જાય છે માટે શ્રી જિનેશ્વરદેવોએ તે ફરમાવી છે. તેમજ તેઓ થી આ પણ સુચન કરી રહ્યા છે કે જ્યારે દેશ-કાલની એવી વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે ય ' જેના કારણે શાસ્ત્રમાં ઉત્સર્ગ માર્ગે કહેલી તે તે બાબતોથી કે તે તે ગરછ આદિમાં પ્રવર્તેલી તે તે સામાચારીએથી રાગ-દ્વેષ હણવાને બદલે વધી જતા હોય, તે એવી પરિસ્થિતિમાં તે તે બાબતોને કે તે તે સામાચારીઓને પાળવામાં જિનાજ્ઞા રહેતી નથી. | [આરાધક-વિરાધક ચતુર્ભગી ગ્રન્થ] . પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના ૮ મા શતકના ૧૦ માં ઉદ્દેસામાં ચાર પ્રકારના જીવની Rપણ આવે છે. દેશઆરાધક, દેશવિરાધક, સર્વઆરાધક અને સર્વવિરાધક, નવાંગી ટીકાકાર શ્રીમદ્ વરિ મહારાજાએ ભાવથી ધર્મના અજાણ બાળતપસ્વીને દેશઆરાધક કહ્યો છે, અને સંપ્રSત અન્ય આચાર્યોના મતે ગીતાર્થ અનિશ્રિત એવા તપ-સંયમપાલનાદિમાં તત્પર અગીતાર્થને ટા આરાધક કહ્યો છે. “ જિકત સાધુસામાચારીનું પાલન એ જ આરાધના છે, અન્ય દર્શનમાં રહેલા માનસારી જીવોની પણ તત્તદર્શનકત ક્રિયાઓનું પાલન નહિ” એવી માન્યતાવાળો હોવાને કારણે પવપક્ષી ઈતરમાર્ગસ્થ જીને તો દેશઆરાધક પણ માનવા યાર જ નથી. તેથી એ બાળ તપસ્વી તેર જિનોકત સાધસામાચારીનું પાલન કરનારા દ્રવ્યલિંગીનું ગ્રહણ કરી એને જ દેશઆરાધક કહે છે. માર્ગાનસારી તાપસ વગેરેને નહિ, પ્રથકાર પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમદ યશોવિજયજી મહારાજા વપક્ષીની આ વાતને અયોગ્ય એટલા માટે ઠેરવે છે કે દ્રવ્યલિંગીને દેશઆરાધક તરીકે લેવામાં, આ ચcભગીની પ્રરૂપણાનું જે પ્રયોજન છે તે સરતું નથી. ‘એકલી ક્રિયા એ મોક્ષનું સાધન છે કે એકલું જ્ઞાન એ મોક્ષનું સાધન છે” એવું જેઓ માને છે તેઓને (૧) “એકલી ક્રિયા કે “એકલું જ્ઞાન” કેવા અધૂરા છે ? (૨) બંને એકલાં એકલાં હોય તો બંનેનું સામર્થ્ય કેટલું બધું અપૂર્ણ રહે છે અને (૩) એ બંને ભેગા થાય તે એ બંનેનું સામર્થ્ય કેવું પરિપૂર્ણ થઈ જાય છે...ઈત્યાદિ જણાવવા માટે ભગવતીજી સૂત્રમાં આ પ્રરૂપણ કરવામાં આવી છે. આના પરથી જણાય છે કે અહીં વ્યિા (શીલ) તરીકે અને જ્ઞાન તરીકે એવી ક્રિયા અને એવું જ્ઞાન લેવાનું છે કે જે બને સ્વતંત્ર હોય ત્યારે આંશિક રીતે પણ મોક્ષના કારણરૂપ હોય અને બને ભેગા થાય એટલે પરિપૂર્ણ કારણરૂપ બત્ર અભયાદિ દ્રવ્યલિંગીની જિક્ત ક્રિયાઓ અ પ્રધાનદ્રવ્યક્રિયા ૩૫ હાઈ એક સાવ સૂકમ અંશ જેટલા પણ કારણરૂપ નથી, તેથી એના જોર પર દ્રવ્યલિંગીને દેશઆરાધક કહી શકાતું નથી. માર્ગ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy