SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારીની નથી વિચારણા ___ अन्ये त्वाहुः-आत्मा सामाचारीति संग्रहः । सावद्ययोगविरत इति व्यवहारः । परिज्ञातसावद्ययोगोऽपि चतुर्थगुणस्थानवत्ती न तथेति त्रिगुप्तस्तादृशस्तथा इति ऋजुसूत्रः । देशविरतिसामाचारीमनिच्छन् शब्दस्तु 'सुसंयत' इत्यपि देथमित्याह । प्रमत्तादारभ्य सूक्ष्मसंपराय यावत्तामनिच्छन् समभिरूढस्तु 'उपयुक्त' इत्यपि विशेषयति । एवंभूतस्त्वाकेवलिन (नो) न 5 પરીક્ષા ગ્રન્થ [શ્લો૦ ૫૬ માં જેવું. અપ્રમત્ત સંયતાદિમાં પણ જે સામાચારી રૂપ કારણ હાજર હોય તો પાપક્ષયરૂપ કાર્ય થવું જ જોઈએ. પણ થતું નથી, કારણ કે " પાપની સત્તા અત્રે પણ છે. તેથી જણાય છે કે તેઓ સમાચારી નથી. માટે તેઓ વિશેનો “સામાચારી” વ્યવહાર અયુક્ત છે. આ અયુક્તતા દૂર કરવા માટે “સાવદ્યોગ વિરત” એવું વિશેષણ પણ લગાડવું. કારણભૂત અવદ્ય સહિત જે હોય તે સાવદ્યઅર્થાત્ જે પોતાના કારણભૂત પાપની સાથે વિદ્યમાન હોય તે કર્મબંધ “સાવદ્ય છે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “સાવદ્ય એટલે કર્મબંધ...” કર્મબંધ સહિતનો યોગ તે સાવઘયોગ...અર્થાત્ કર્મ બંધના કારણભૂત છે કે રોગ હોય તે સાવદ્યાગ. આ સાવદ્ય ચોગથી વિરત હોય–સાવદ્યોગની ઉભયપરિજ્ઞાવાળો હોય–તે આત્મા સામાચારી છે. આવું કહેનાર એવભૂતનયને આશય આ છે–જ્યારે આત્મા પૂર્વોક્ત સઘળા વિશેષણોથી યુક્ત હોય, એટલે કે ઈછાકારાદિને ઉપગપૂર્વક આચરતો હોય–સુસંયત હોય-ત્રિગુપ્ત હોય. પંચસમિત હોય તેમજ સાવદ્યોગ વિરત હોય ત્યારે જ સામાચારી પરિણામવાળો બને છે, એ સિવાય નહિ. આમ તે જે કે “સાવદ્યગવિરત આત્મા સામાચારી છે” એટલું જ કહીએ તો પણ કઈ અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી, તો પણ એ વિશેષણ શેષ સઘળા વિશેષણોની હાજરીમાં જ સંભવિત બનતું હોવાના કારણે એ બધા વિશેષણને ખેંચી જ લાવે છે. નિગમનય–આ શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદવાળે હોવાથી સઘળા વિશેષણથી યુક્ત આત્માને કે બે-ત્રણ વગેરે વિશેષણોથી યુક્ત આત્માને સામાચારી માને છે. આના જુદા જુદા અભિપ્રાય પ્રસ્થકના ખાત મુજબ જાણી લેવા. એટલે કે આ નય લાકડું લાવવાની, છોલવાની, પ્રસ્થક તરીકે તૈયાર બની ગયેલાની, તેનાથી ધાન્ય માપવાની વગેરે જુદી જુદી અવસ્થામાં પણ તેને જુદા જુદા અભિપ્રાયથી જેમ પ્રસ્થક માને છે તેમ આત્માને તે સામાચારીના કારણ હવા રૂપે, ઈચ્છાકારાદિના આચરણકર્તારૂપે, સુસંયત હોવું, સાવદ્યોગ વિરત હોવું વગેરે જુદી જુદી અવસ્થામાં પણ જુદા જુદા અભિપ્રાયથી “સામાચારી માને છે. ( [ સામાચારી વિશે અન્ય અભિપ્રાય ] વળી બીજાઓ કહે છે કે-“આત્મા સામાચારી છે' એવું કહેનાર સંગ્રહનય છે જ્યારે સાવદ્યોગ વિરત આમા સામાચારી છે' એવો અભિપ્રાય વ્યવહારનયનો છે. અહીં અવદ્ય એટલે મોટામાં મોટા પાપરૂ પ મિથ્યાવ. તેનાથી યુક્ત યોગ એટલે સાવદ્યાગ. આવા સાવદ્યોગની પરિજ્ઞાવાળે તો અવિરતસમ્યગ્દષ્ટિ પણ હોય છે. પણ તે “સામાચારી” રૂપ નથી. તેથી એમાં અતિપ્રસંગ ન થાય એ માટે “ત્રિગુપ્ત’ વિશેષણ
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy