SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मदेशनादौ जिनानुष्ठाने प्रवृत्तिस्वरूप प्रवर्तनस्वभावं, अर्थाऽऽपत्त्या न्यायतः, साभिष्वंगस्य तीर्थकरत्वप्रार्थनस्य दुष्टत्वान्यथानुपपत्त्या निरभिष्वंग तद्दुष्टमिति न्यायप्राप्तम् । ने चवैयधिकरण्य, पुत्रस्य ब्राह्मणत्वाऽन्यथानुपपत्त्या पित्रोर्ब्राह्मणत्व न्याय्यमितिवदुपपत्तिरिति भावः । ___ उभयभावोपरागविनिर्मुक्ततीर्थकरप्रार्थना किं रूपेति चेत् ? औदयिकभावप्रार्थनाविशिष्टा निदान, क्षायिकभावप्रार्थनाविशिष्टा चाऽनिदानम् । वैशिष्टय सामानाधिकरण्य-तत्तद्वयवधा; કે અન્યથા અસંગત રહેનારી ચીજ પિતાના અધિકરણમાં જ રહેલી (સ્વસમાનાધિકરણે જ) અન્ય ચીજની સિદ્ધિ કરી શકે છે, અન્યત્ર (વ્યધિકરણમાં) નહિ. તે પ્રસ્તુતમાં પણ, તીર્થકર પણની સાભિધ્વંગ પ્રાર્થનામાં રહેલું દુષ્ટ અન્યથા અનુપપનન રહેવાના ન્યાયે પણ તેની નિરભિવંગ પ્રાર્થનામાં રહેલા પોતાને વ્યધિકરણ એવા) નિર્દોષ,વને શી રીતે સિદ્ધ કરી આપી શકે ? ઉત્તર :- અન્યથા અનુપપત્તિથી વસ્તુની સિદ્ધિ કરવામાં સર્વત્ર સામાનાધિકરણ્ય જ જોઈએ, વૈયધિકરણ્ય ન જ ચાલે એવો નિયમ નથી, કેમકે પુત્રમાં રહેલું બ્રાહ્મણપણું અન્યથા (એટલે કે પિતામાં જે બ્રાહ્મણપણું માનવામાં ન આવે તો) અસંગત રહેતું હોવાથી સ્વવ્યધિકરણ (કેમકે પોતે પુત્રમાં રહેલ છે જ્યારે સિદ્ધ થનાર બ્રાહ્મણત્વ પિતામાં રહેલ છે.) એવા પણ પિતામાં રહેલા બ્રાહાણપણને સિદ્ધ કરે જ છે. આ જ રીતે “સાભિળંગ પ્રાર્થનામાં રહેલું દુષ્ટત નિરભિધ્વંગ પ્રાર્થનામાં નિર્દોષત્વને અન્યથા અનુપપત્તિ ન્યાયે સિદ્ધ કરી આપે છે એ વાત પણ સંગત જ છે. આમ, કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાની બુદ્ધિથી કે ભવ્યજીનું હિત કરવાના અભિપ્રાયથી શ્રીજિનના અનુષ્ઠાનરૂપ ધર્મ દેશના વગેરેની બુદ્ધિથી કરવામાં આવેલી તીર્થંકરપણાની નિરભિવંગ પ્રાર્થના એ નિયાણારૂપ નથી કે દુષ્ટ નથી એ વાત નકકી થાય છે. [ દયિક-ક્ષાયિક ઉભયભાવાનુપરક્ત પ્રાર્થના કેવી છે?] પ્રશ્ન:- ઔદયિક અને ક્ષાયિક એ ઉભયભાવથી ન રંગાએલી તીર્થકરપણાની પ્રાર્થના કિંસ્વરૂપ છે? ઉત્તર :- દયિક ભાવની પ્રાર્થના વિશિષ્ટ એવી એ પ્રાર્થના નિયાણું છે અને ક્ષાયિકભાવની પ્રાર્થના વિશિષ્ટ એવી એ પ્રાર્થના નિયાણરૂપ નથી. આમાં વિશિષ્ટ છે સંબંધથી લેવું. (૧) સામાનાધિકરણ્ય સંબંધથી, એટલે કે જે જીવે પૂર્વે ઔદયિક કે ક્ષાવિકભાવની પ્રાર્થના કરેલી હોય તે જ જીવની આ ઉભયભાવના ઉપરાગ વિનાની તીર્થકરત્વ પ્રાર્થના પણ હોવી જોઈએ. (૨) તત્તદ્વયવધાનાભાવકૂટ એટલે કે વિશેષણરૂપ ઔદયિક કે ક્ષાયિક ભાવની પ્રાર્થના પછી ઉભો પરાગવિનિમુક્ત તીર્થકરવાની પ્રાર્થના થવામાં વચ્ચે જે કોઈ વ્યવધાન (આંતરા) સંભવતા હોય તે સઘળાં વ્યવધાનોના અભાવનો સમુહ એ બીજો સંબંધ છે. અર્થાત્ એ ઉભયભાવ૫રાગ વિનિમુક્ત પ્રાર્થના આવા તે તે કઈપણ વ્યવધાન પડયા વિના થએલી હોવી જોઈએ.
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy