SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભ-અંતભાવી પ્રણિધાનાદિ ભિન્ન ૧૭૭ 3 ___ यत्तु प्रणिधानादि अन्ते चैत्यवन्दनान्ते प्रोक्त', तद्भिन्न विशिष्टतर, पूर्व तु सामान्यं, सर्व क्रियासामान्ये भावत्वाऽऽपादकमिति भावः । ___ कथमन्ते प्रणिधानादि भिन्नमिति चेदत्राहुः-'एयस्स समत्तीए कुसलं पणिहाणमो उ कायव्यं । एत्तो पवित्तिविग्वजयसिद्धि तय स्थिरीकरणं-' (पू. पञ्चा. २९) एतस्य चैत्यवंदनस्य समाप्तौ कुशलं शुभं, प्रणिधान प्रार्थनागतमैकाग्र्यम् , उ इति निपातः पादपूरणे, कर्त्तव्यं=विधेयं, यस्मादितः प्रवृत्तिः सद्धर्मव्यापारेषु प्रवर्तन', जातमनोरथानां यथाशक्ति तदुपाये प्रवृत्तेः । विघ्नजयो मोक्षपथप्रवृत्तिप्रत्यूहस्य जघन्यमध्यमोत्कृष्टस्याऽशुभभावरूपस्य प्रणिधानजनितशुभभावान्तरेणाभिभवात् । तथा सिद्धिर्विघ्नजयात् प्रस्तुतधर्मव्यापाराणां निष्पत्तिः । तथैव च स्थिरीकरण = स्वगतपरम(परगत)धर्मव्यापाराणां स्थिरत्वाधान', परयोजनाध्यवसायेनाऽनुबन्धाऽविच्छेद इति ચાવત્ | માત્રામાં વૃદ્ધિ વગેરે જે થયું હોય તો એ જિનપૂજા ભાવથી થઈ હોય છે (એટલે કે, ભાવરતવ લાવી આપવા વગેરે રૂ૫ સ્વકાર્ય સમર્થ થઈ હોય છે) અને જે આ બધું ન, થયું હોય તો એ જિનપૂજા દ્રવ્યથી થઈ હોય છે (પિતાના ઉક્ત કાર્યો કરવા અસમર્થ થઈ હોય છે, એવું શાસ્ત્રોમાં ઠેર ઠેર પ્રતિપાદન જોવા મળે છે. (અંતભાવી પ્રણિધાનાદિ વિશિષ્ટતર-બિન હોય) આના પરથી જણાય છે કે જેની જિનપૂજા ભાવથી થાય છે તેને તેમાં પ્રણિધાનાદિ આશય હોય જ છે. તેમ છતાં એના માટે પણ ચિત્યવંદનાતે પ્રણિધાન કરવાનું તે કહ્યું જ છે. તેથી જણાય છે કે એ અંતે જે પ્રણિધાનાદિ કહ્યા છે તે આ પ્રારંભકાલીન પ્રણિધાનાદિ કરતાં ભિન્ન પ્રકારના કંઈક વિશિષ્ટતર હોય છે અને આ પૂર્વ કાલીન પ્રણિધાનાદિ સામાન્ય હોય છે. એટલે કે સામાન્યથી કઈ પણ કિયા અનુષ્ઠાનને જે ભાવઅનુષ્ઠાનરૂપ બનાવી શકે તેવા સામાન્ય પ્રણિધાનાદિ પાંચ તે સ્નાન જિનપૂજા વગેરે વખતે પણ હોય જ છે એ કહેવાને ભાવ છે. માટે સ્નાનપૂજાદિ કાળે પ્રણિધાનાદિ હતા જ નથી, અને તેથી જ એ “દ્રવ્યસ્તવ” રૂપ છે અને તેથી એમાં કંઈકને કંઈક પાપ તો અવશ્ય લાગે જ છે એ બધી વાતો અગ્ય ઠરે છે. રમૈત્યવંદનને અંતે કહેલ પ્રણિધાનાદિ શી રીતે ભિન્ન છે? (આને ટૂંકમાં જવાબ આવે છે કે પૂજાદિકાળે તે દ્રવ્યસ્તવમાં ઉપયોગ રાખવા રૂપ પ્રણિધાન હોય છે, જ્યારે અંતે તે સ્તવના ફળની પ્રાર્થનારૂપ પ્રણિધાન હોય છે. માટે એ બે પ્રણિધાન જુદા છે.) એને જવાબ શાસ્ત્રકારો આ રીતે ફરમાવે છે–(પૂજા પંચાશકનો અધિકાર) “આ=ઉપર કહી ગએલ રીત્યવંદનને પ્રાનને પ્રાર્થના સંબંધી એકાગ્રતા રૂપ શુભ પ્રણિધાન કરવું જોઈએ. કારણ કે આ પ્રણિધાનથી (૧) સદ્ધર્મ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે, કારણ કે તે તે વસ્તુના મને રથવાળા બનેલા છે તેના ઉપાયમાં યથાશક્તિ ઉદ્યમ કરે જ છે. (૨) તથા વિદનજય થાય છે. અર્થાત્ મોક્ષમાર્ગ પર પ્રવર્તેલા જીવને જે જઘન્ય -મધ્યમ-ઉત્કૃષ્ટ અશુભ ભાવરૂપ વિદને ઊભા થાય છે તેઓને પ્રણિધાનથી ઉત્પન્ન ૨૩
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy